Trending News
સ્થાનિક સમાચાર

નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ભુજમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ત્રિ-દિવસીય મેગા કેમ્પનો પ્રારંભ

18 September



ભુજ - કચ્છઉદખય : ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા સંકલ્પ અભિયાનના ભાગરૂપે ‘વિકસિત ભારત જન સેવાલય’ દ્વારા આયોજિત ત્રિ-દિવસીય વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના મેગા કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની શરૂઆત મહાનુભાવો સાંસદ વિનોદભાઈ ચાવડા, કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ ત્રિવેદી, કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ભીમજીભાઇ, ભુજ શહેરના પ્રમુખ મિતભાઈ ઠક્કર, કેડીસીસી બેંક ચેરમેન દેવરાજભાઈ ગઢવી, જિલ્લા ભાજપના હોદ્દેદાર રેશ્માબેન ઝવેરી, ભુજ શહેર ભાજપના મહામંત્રી જયદીપસિંહ જાડેજા, જીગરભાઈ શાહ, ઉપપ્રમુખ ભુજ તાલુકા ભાજપ દીપકભાઈ ડાંગર, ઉપપ્રમુખ ભુજ શહેર જયંતભાઈ ઠક્કર, કાઉન્સિલર હસ્મિતાબેન ગોર, ક્રિષ્નાબા જાડેજા, ભુજ શહેર ઉપપ્રમુખ અનિલભાઈ છત્રાળા, મંત્રી ધીરેનભાઈ લાલન, હિરેનભાઈ રાઠોડ, રચનાબેન શાહ, બિન્દીબેન ભાટી, ભુજ શહેર મહિલા મોરચા મહામંત્રી નીતાબેન પટેલ, કચ્છ જિલ્લા મહિલા મોરચા મંત્રી લક્ષ્મીબેન લોહાર, રશ્મિભાઈ ઠક્કર, રમેશભાઈ ધુવા, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન કુલદીપ ચૌહાણ, મયુરભાઈ જોશી, વિજયભાઈ રાજપૂત, ભરત સંઘવી, કશ્યપ ગોર, ડો વિજયસિંહ સોઢા, નિલયભાઈ ગોસ્વામી દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરાઈ હતી.
કચ્છ સાંસદ વિનોદભાઈ ચાવડાએ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા સૌ લોકોને અનુરોધ કર્યો હતો. નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ તથા ૨૫ વર્ષના સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા કચ્છના સૌ પ્રજાજનોને જોડાવા અનુરોધ કર્યો હતો. વિકસિત ભારત જનસેવાલયના આ કેમ્પના આયોજન બદલ મહામંત્રી હિતેશભાઈ ખંડોરને અભિનંદન પાઠવ્યા હતા. કચ્છ જિલ્લા ભાજપના મહામંત્રી હિતેશભાઈ ખંડોર જણાવ્યું હતું કે, આ વિકસિત ભારત જનસેવાલય સરકારની સેવાઓ માટે કાયમી કાર્યરત રહેશે.
આ કેમ્પમાં ભારત સરકાર તેમજ ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ માટે યોગ્ય માર્ગદર્શન તેમજ તેના ઓનલાઈન અને ઓફલાઈન ફોર્મ ભરી આપવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ કેમ્પમાં આયુષ્માન ભારત કાર્ડ અને ૭૦ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે આયુષ્માન ભારત કાર્ડ, ઈ-શ્રમ કાર્ડ, રેશન કાર્ડ ઈ-કેવાયસી, ખેડૂત ઈ-કેવાયસી અને ખેડૂત ફાર્મર રજિસ્ટર આઈડી, વ્હાલી દીકરી યોજના, વિધવા સહાય યોજના, સિનીયર સીટીઝન કાર્ડ, આધાર કાર્ડમાં એડ્રેસ સુધારો, કુંવરબાઈ મામેરું યોજના, પીએમ કિસાન સન્માન નિધિ યોજના, ૧૦% અનામત દાખલો કાઢી આપવામાં આવશે. કેમ્પનો લાભ લેવા માટે આવનાર તમામ નાગરિકોને આધાર કાર્ડ, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, આવક દાખલો, જાતિ દાખલો (લાગુ પડે તો) અને બેંક ચોપડી આ બધા દસ્તાવેજોની ૧ ઝેરોક્ષ અને ઓરિજિનલ સાથે લાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.  આ કેમ્પ હોસ્પિટલ રોડ, અંબે માતા મંદિર સામે, ભુજ ખાતે યોજાઈ રહ્યો છે. 
---------

Comments

COMMENT / REPLY FROM