ગળપારદ-શકિતનગર-મોટી ચિરઈમાં જુગારના અડ્ડાઓ પર પોલીસીની ધોંષ
ગળપાદર પંચાયત વાડી પાછળ જુગાર રમતા ૬ ઈસમો પકડાયાઃ રૂ. ૧૦,૧૭૦ ની રોકડ જપ્ત : શક્તિનગરમાં મહિલાઓનું જુગારધામ ઝડપાયુંઃ ૭ મહિલાઓ રૂ. ૩૧,૨૫૦ ની રોકડ સાથે પકડાઈ
ગાંધીધામ : ગાંધીધામના ગળપાદર ગામ પંચાયત વાડી પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં ગંજીપાના વડે પૈસાની હાર-જીતનો જુગાર રમી રહેલા ૬ શખ્સોને ગાંધીધામ ’એ’ ડિવિઝન પોલીસે દરોડો પાડી રોકડા રૂ. ૧૦,૧૭૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે.
ાર અને ટીમે પાડેલા દરોડા દરમિયાન ગળપાદર તથા આસપાસના વિસ્તારમાં રહેતા (૧) ગોવિંદ માધાભાઇ પ્રજાપતિ, (૨) નારણ ભાયાભાઇ કોલી, (૩) કનૈયાલાલ નરારામ શાહ, (૪) ખોડાભાઇ શીવાભાઇ કુંભાર, (૫) દેવેન્દ્રસિંહ જીલુભા ઝાલા અને (૬) રાધિક વસ્તુભા જાડેજાને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લીધા હતા. પોલીસે જુગારધારા કલમ ૧૨ મુજબ કેસ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓ પૈકી ગોવિંદ પ્રજાપતિ, કનૈયાલાલ શાહ અને દેવેન્દ્રસિંહ ઝાલા અગાઉ પણ પોલીસ ચોપડે ચડી ચૂક્યા હોવાનું સામે આવ્યું છે.ગાંધીધામના શક્તિનગર વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં ગંજીપાના વડે હાર-જીતનો જુગાર રમી રહેલી ૭ મહિલાઓને ’એ’ ડિવિઝન મહિલા પોલીસે દરોડો પાડી ઝડપી પાડી છે.મહિલા પોલીસ હેડ કોન્સ્ટેબલ વિભાબેન મગનભાઈ દેસાઈની બાતમીના આધારે શક્તિનગર મકાન નં. ૧૩૪-બી ની સામે ખુલ્લી જગ્યામાં દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાંથી ૭ જેટલી મહીલાઓ તીનપત્તીનો જુગાર રમતા રંગેહાથ ઝડપી લેવાઈ હતી. પોલીસે સ્થળ પરથી રોકડા રૂ. ૩૧,૨૫૦/- નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.ભચાઉ તાલુકાના જુની મોટી ચીરઈ ટ્રાન્સપોર્ટનગર પાસે આવેલ ખોડીયાર મંદિર નજીક ખુલ્લી જગ્યામાં દરોડો પાડી પોલીસે ૪ ઈસમોને જુગાર રમતા ઝડપી પાડ્યા છે.પોલીસ હેડ કોન્સ્ટેબલ હરકીરભાઇ રાજપૂત અને ટીમે મોડી રાત્રે પાડેલા દરોડા દરમિયાન નાની ચીરઈ અને મોટી ચીરઈ વિસ્તારમાં રહી મજૂરી કામ કરતા (૧) અકરમ નાઇ પરીટ, (૨) વિપુલ મોહનભાઇ કોલી, (૩) સુનીલ હરીભાઇ કોલી અને (૪) સામજી કરશનભાઇ કોલીને ગંજીપાના વડે હાર-જીતનો જુગાર રમતા રોકડ રકમ સાથે પકડી પાડવામાં આવ્યા હતા. ભચાઉ પોલીસે તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો
નોંધ્યો છે.
.........

Comments