સંસ્કૃત ભાષા થકી સંસ્કૃતિ ટકી રહેશે
ભુજ - કચ્છઉદય : ભુજની છઠ્ઠી બારી પાસે ભારતીય સંસ્કૃતિ સેવા મંડળમાં આજથી વર્ષો પહેલાં સંસ્કૃત શિક્ષક સ્વ.બચુભાઈ ઠક્કર દરરોજ સાંજે પાઠશાળા ખાતે નિયમિત સંસ્કૃત વર્ગોનું સંચાલન કરતા હતા, જેમાં બૃહદ ગુજરાત સંસ્કૃતની પ્રારંભથી વિશારદ સુધીની પરીક્ષા લેવાતી હતી.૧૯૭૮ થી આજ દિવસ સુધી વિભાકરભાઈ અંતાણી સંસ્કૃતનો પ્રચાર કરી રહ્યા છે. તેમને ૨૦૧૭ માં ગુજરાત સરકાર તરફથી મુખ્યમંત્રી એવોર્ડ તથા ૨૦૨૦ માં રાષ્ટ્રપતિ એવોર્ડ મળેલ છે. બૃહદ ગુજરાત સંસ્કૃત પરિષદ દ્વારા ચાર દાયકા પહેલા સંસ્કૃત સમ્રાટ એવોર્ડ તામ્ર પત્રમાં આપી સર્ટિફિકેટ સાથે અમદાવાદ ખાતે એવોર્ડ મળેલ. જ્યારે ૨૦૨૩ માં અમદાવાદ પરિષદ ખાતે ગુજરાત રાજ્યની સુપ્રસિદ્ધ સંસ્થા સંસ્કૃત સેવિકા સંસ્થા,સંસ્કૃત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા આયોજિત કાર્યક્રમમાં સંસ્કૃત પ્રચાર રત્ન એવોર્ડ અમદાવાદ ખાતે મહાનુભાવને હસ્તે સમગ્ર ગુજરાતમાંથી ૯ વ્યક્તિની પસંદગીમાં કચ્છના વિભાકરભાઈ અંતાણીને મળ્યો હતો. કચ્છમાં દર વર્ષે ફેબ્રુઆરી અને સપ્ટેમ્બર માસમાં લેવાતી સંસ્કૃત પરીક્ષામાં આશરે ૧૨૦૦ જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનો, સ્વામિનારાયણ મંદિરના સંતો, જૈન સંતો, વડીલો, શિક્ષકોને પરીક્ષામાં બેસાડી સંસ્કૃત (દેવ ભાષા) પરીક્ષા અપાવે છે.
આજે જ્યારે સંસ્કૃત દિન ઉજવાઈ રહ્યો છે ત્યારે સંસ્કૃત પ્રચાર કાર્ય સાથે જોડાયેલ સંસ્કૃત શિક્ષિકા આશાબેન સ્વાદિયા છેલ્લા ૩૦ વર્ષથી સેવા આપે છે. સાથે સંસ્કૃત પ્રચારકો તરીકે શાળાના શિક્ષકો પણ સેવા આપી રહ્યા છે. ૪૦ વર્ષ પહેલાં સંસ્કૃત ભૂષણ એવોર્ડ સ્વ.રસિકભાઈ ચાવડા, સ્વ. નથુભાઈ પટેલ,શ્રી વિપુલભાઈ ગોસ્વામીને પણ અમદાવાદ ખાતે ગુજરાત હાઇકોર્ટના જજ પરીખ અને વિનોદભાઈ દવેને હસ્તે આપેલ. વિભાકરભાઈ અંતાણીને પણ શિરોમણી ભૂષણ એવોર્ડ મળ્યો હતો. કચ્છના ૧૦ વ્યક્તિઓને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. સંસ્કૃતના વર્ગો નિયમિતપણે દરરોજ સાંજે સંસ્કૃત પાઠશાળા ભુજ ખાતે લેવાય છે. કચ્છના પ્રચારકો જ્યોતિબેન ઠક્કર, દીપ્તિબેન ગોસ્વામી, પંકજબેન રામાણી, પ્રતિમાબેન ગોર, ઇલાબેન છાયા ,સુરભીબેન પંડ્યા, ડો. ખુશ્બુબેન સરવૈયા, દર્શનાબેન મુનશી, જયશ્રીબેન હાથી, ડો. સત્યપ્રસાદ દાસજી સ્વામી, આશિષ વૈદ્ય, સ્વ.હીનાબેન અંતાણી પરિવાર વગેરે આ કાર્યમાં સેવા આપી રહ્યા છે. ભુજના સંસ્કૃત પ્રેમીઓ આજે પણ સહકાર આપી રહ્યા છે. ડો.વિનોદભાઈ દવે સાહેબ,રત્નાકર ધોળકિયા, મનોજભાઈ સોલંકી, શંભુભાઈ ઠક્કર, શંકરભાઈ સચદે, અરવિંદભાઈ અવાસિયા, નીતિનભાઈ ઠક્કર અને અન્યનો સહયોગ મળી રહ્યો છે. સમગ્ર કચ્છમાં સેંકડો બાળકોએ સંસ્કૃત ની પરીક્ષા આપી છે. અમદાવાદ પરિષદ સંસ્થા દ્વારા સુંદર સહકાર મળે છે. દર વર્ષે પરિણામ, સર્ટી સાથે બાળકોને ઇનામ પારિતોષિક અપાય છે. આજે પણ સંસ્કૃત પ્રચારક મહેનત કરી રહ્યા છે.
............

Comments