ભાવનગર લઠ્ઠાકાંડના કચ્છ કનેક્શનની ચકચાર ખળભળાટઃ ભચાઉમાં મળેલ કેમીકલ કયાંથી આવ્યુ? કેવા ઈરાદે રખાયુ?
એફએસએલ રીપોર્ટ ભણી મંડાયા મીટ : સત્ય ખુલશે કે પડશે પડદો?
ભાવનગર ઝેરી દારૂકાંડ બાદ પૂર્વ કચ્છમાં ભચાઉના ભવાનીપુર પટ્ટામાં પણ મોટાપાયે પોલીસ-એફએસએસ સહિતની એજન્સીઓએ આદરી છે કવાયત
ભાવનગર તપાસકાંડમાં ર૧ સામે ફરીયાદ નોધાઈ છે, ત્યારે ફરીયાદ નોધનાર વરતેજ પીઆઈ શ્રી પઢારીયાને કચ્છ કડી બાબતે પુછતા તેઓએ હાલતુરંત કંઈ પણ કહી ન શકાયની આપી પ્રતિક્રીયા : ર૧ની સામે નામજોગ ફરીયાદ કરાઈ છે તેમાં ગણેશ કેમ અધુરૂ નામ દર્શાવાયુ છે? શું આ ગણેશનો ભચાઉ-કચ્છ સાથે તો કોઈ કનેશશન નથી જોડાયેલું ને?
બે શખ્સોની શંકાસ્પદ રીતે અટકાયાત કરાયાની પણ ચર્ચા : ભવાનીપુરમાં એક બંધ મકાનમાં કેમીકલનો જથ્થો રખાયો હોવાની પ્રાથમિક અટકળો : આ જથ્થો કયા કેમીકલનો છે? કયા ઈરાદે રાખવામા આવ્યો હતો? કયા સપ્લાય કરાયો હતો? સહિતના ઉઠયા તરેહ તરેહના સવાલો
ભચાઉમાં મળેલા કેમિકલ અને ભાવનગરના ઝેરીદારૂના સપ્લાયર બુટલેગરઆરોપીઓ વચ્ચે મોબાઈલ ચેટ સામે આવી હોવાની ગંધ : ભાવનગરમાં જે ઘાતક કેમિકલ સપ્લાય કરવામાં આવ્યું હતું, તે જ નેટવર્ક દ્વારા ભચાઉમાં પણ આ જથ્થો પહોંચાડાયો હોવાની સેવાય છે પ્રબળ આશંકા
ગાંધીધામ : ભાવનગરમાં ઝેરી કેમિકલ યુક્ત દારૂ પીવાથી મૃત્યુઆંક સતત વધી રહ્યો છે અને સ્થિતિ અત્યંત ગંભીર બની રહી છે, ત્યારે આ ચર્ચાસપદ લઠ્ઠાકાંડના તાર હવે સરહદી જિલ્લા કચ્છના ભચાઉ સુધી લંબાયા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. ભાવનગર લઠ્ઠાકાંડમાં ઝડપાયેલા મુખ્ય આરોપીઓ અને ભચાઉમાં કેમિકલના શંકાસ્પદ કારોબાર સાથે જોડાયેલા ઈસમો વચ્ચે પરસ્પર મોબાઈલ ચેટ અને સંપર્કો મળી આવ્યા હોવાની આંતરીક ચર્ચાએ ચાલી રહી છે અને તેના પગલે જ સમગ્ર પોલીસ બેડામાં ભારે દોડધામ મચી હોવાની સ્થિતી સર્જાતી જોવાઈ રહી છે. આ મામલે આંતરીક વર્તુળો જણાવી રહ્યા છે કે, મળતી માહિતી મુજબ, ભાવનગરમાં ઝેરી દારૂની દર્દનાક ઘટના ઘટી એ જ રાત્રે ભચાઉના ભવાનીપુર સીમાડા વિસ્તારમાં આવેલા એક બંધ મકાનમાં મોટો કેમિકલનો જથ્થો સંગ્રહાયેલો હોવાની બાતમીના આધારે તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. જાણકારોના જણાવ્યા અનુસાર, ભાવનગરમાં જે ઘાતક કેમિકલ સપ્લાય કરવામાં આવ્યું હતું, તે જ નેટવર્ક દ્વારા ભચાઉમાં પણ આ જથ્થો પહોંચાડાયો હોવાની પ્રબળ આશંકા છે. જોકે, પોલીસ કે તપાસ એજન્સીઓ હાલ ખુલ્લીને કંઈ બોલવા તૈયાર નથી, પરંતુ કેમિકલના સેમ્પલ લઈને એફએસએલ પરીક્ષણ અર્થે મોકલી દેવાયા હોવાનું સમર્થન મળી રહ્યું છે. હવે અહી સવાલ એ થાય છે કે, ભવાનીપુરના બંધ મકાનમાથી પકડાયેલ કેમીકલ શું છે? તે કયાથી લવાયુ હતુ? આધાર પુરાવા વીનાનુ છે તો તેનેકેટલા ટાઈમથી સંગ્રહવામાં આવતુ હતુ? કયા લઈ જવાનુ હતુ?
.........
ડીજીપીશ્રી કરાવે આ તપાસ
ભચાઉથી પાલનપુર બદલાઈ ગયેલ વહીવટદાર
ફરી ભચાઉમાં કેમ ગોઠવાઈ ગયા?
જયાથી બદલાયા ત્યાં જ ફરી-ફરીને વહીવટદારો કેવી રીતે ગોઠવાઈ જાય છે? કોની ભલામણ હોય છે? કોની મહેરબાનીથી આવી જાય છે?
પવલો, બાબુ અને અલી જેવા બુટલેગરોને ભચાઉના કયા વહીવટદારે દારૂના અડ્ડાઓની આપી હતી છુટ?
ગાંધીધામ : ભાવનગરની કડી ભચાઉ સુધી હોવાની આશંકાએ ગુપ્ત તપાસનો મોટો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે જાણકારો સવાલ કરી રહ્યા છે કે, અહી વહીવટદાર તરીકે કોણ છે? જાણકારોની ચર્ચા મુજબ ભચાઉથી સજામાં જેમને પાલનપુર બદલી દેવાયેલ હતા તે જ ફરીને ભચાઉમાં ગોઠવાઈ ગય છે. આ જ વહીવટદારે અલી-બાબુ અને પવલા જેવા બુટલેગરોને સેકસનથી મોટી છુટ આપી હોવાનુ પણ ચર્ચાય છે. ડીજીપીશ્રી કક્ષાએ તપાસ થવી જોઈએ કે, સજામાં જે બદલી દેવામા અવે છે તે ફરી ફરીને એ જ જગ્યાએ કેવી રીતે ગોઠવાઈ જાય છે? કાં તો બદલાવો નહી અને યા તો પછી એ જ જગ્યાએ આવા વહીવટદારોને ન લાવો. નહી તો ભ્રષ્ટાચાર દુર કરવા કે વહીવટદા પ્રથા હટાવી દેવાની વાત માત્ર પોકળ દાવો જ બની રહેશે.
.........
સ્થાનિક પોલીસ અને ‘વહીવટદાર’ સામે ગંભીર સવાલો
ગાંધીધામ : ભચાઉ વિસ્તારમાં અગાઉ પણ ઝેરી દારૂની હોનારતો બની ચૂકી છે, છતાં ભવાનીપુર જેવા વિસ્તારમાં આટલો મોટો કેમિકલનો જથ્થો પકડાય અને સ્થાનિક પોલીસ તંત્ર અજાણ રહે તે સામે અનેક સવાલો ઉભા થયા છે. જો આ ઝેરી કેમિકલનું અહીં પણ વિતરણ થઈ ગયું હોત અને નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હોત તો એની જવાબદારી કોની? ઝેરી કેમીકલ કદાચ ભાવનગર કનેશન વાળુ ન હોય તો પણ અહી સવાલ થાય છે કે આ રીતે આધાર પુરાવા વિનાના કેમીકલ ભચાઉ વિસ્તારમાં સંગ્રહમાં આવી રહ્યા હોય અને તેથી સ્થાનિક પોલીસ બેખબર રહી જાય તે કેવી રીતે માની શકાય તેમ છે? અને જો આ કેમીકલ ભાવનગર વાળુ જ મોટુ ન હોય, ઓછુ હોય તેવો દાવો થતો હોય તો પણ અહી સવાલ થાય છે કે આ ઝેરી ઓછુુ કેમીકલ પણ લોકોએ સેવન કર્યુ હોત અને તેમની જીંદગીના જોખમ ઉભા થઈ ગયા હોત તો કોની જવાબદારી બની હોત?
...........

Comments