Trending News

ગાંધીધામ આઈટી તવાઈ નો રેલો હવે મુંદરા તરફ ફંટાયો :...

ભાવનગર લઠ્ઠાકાંડના કચ્છ કનેક્શનની ચકચાર ખળભળાટઃ  ભ...

માધાપરની સનરાઈઝ સીટીમાં ઘરફોડ ચોરી : બે લાખનો મુદ્...

ભુજના સ્મૃતિવન ખાતે ‘વર્લ્ડ ફોટોગ્રાફી ડે’ નિમિત્ત...

કચ્છ યુનિ ખાતે કાયદા વિભાગમાં ‘લીગલ સર્વિસ ક્લિનિક...

મહિલા કલ્યાણ દિવસની ઉજવણીના ભાગરૂપે જાગૃતિ સેમિનાર...

નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સુરક્ષા દિવસ નિમિતે....

ભુજ ઈંગ્લિશ સ્કૂલમાં સ્વતંત્રતા પર્વ ઉજવાયો

૧૦૦ ફૂટ ઉંડા કુવામાંથી બિલાડીનું રેસ્કયું કરાયું 

કચ્છના વારસાને પ્રવાસન સાથે જોડવા મહત્વપૂર્ણ ચર્ચા

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ લખપત દ્વારા ગ...

કે.સી.એ.ની આંતર જિલ્લા અંડર-૨૩ ટીમની જાહેરાત

સ્થાનિક સમાચાર

મહિલા કલ્યાણ દિવસની ઉજવણીના ભાગરૂપે જાગૃતિ સેમિનાર યોજાયો

19 August



ભુજ - કચ્છઉદય : મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યની મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સંપન્ન તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ આયોજન હાથ ધરવામાં આવે છે. જેમાં મહિલાઓના સર્વાંગી વિકાસના મહત્વના પરિબળો જેવા કે સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય વગેરે ક્ષેત્રોમાં સક્ષમ થાય તે હેતુસર મહીલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા  “નારી વંદન” સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે.
મહિલા કલ્યાણ દિવની ઉજવણી ભુજ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રભાબેન હુણના અધ્યક્ષ સ્થાને કરાઈ હઅતી. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પારુલબેન કારા, વાડાસર ગામના સરપંચ પ્રીતિબેન, જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવનીબેન રાવલ, પ્રમુખ અર્ચનાબેન, સેક્રેટરી ડો. મમતાબેન ભટ્ટ, મિશન કો-ઓર્ડીનેટર ફોરમબેન વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત મંચસ્થ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્યથી કરાઈ હતી. ત્યાર બાદ કાર્યક્રમને ધ્યાને લઈને મહિલા અને બાળ અધિકારી અવનીબેન રાવલ દ્વારા કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદ્દબોધન કરાયું હતું અને નારી વંદન ઉત્સવની ઉજવણી અને આ ઉજવણી પાછળના હેતુ વિષે માહિતી આપી હતી. જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ પારુલબેન દ્વારા મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપી અને ઉપસ્થિત મહિલાઓને જણાવ્યું હતું કે, સરકાર દ્વારા મહિલાઓલક્ષી અનેક યોજનાઓ અમલી થયેલ છે તો યોગ્ય પાત્રતા ધરાવતા લાભાર્થીઓએ તેનો લાભ લેવો અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન પૂરું પાડવા જણાવ્યું હતું
આ કાર્યક્રમમાં મિશન કો-ઓર્ડીનેટર ફોરમબેન વ્યાસે મહિલા કલ્યાણ દિવસ અંગે પ્રાથમિક માહિતી આપી હતી. ત્યારબાદ ઉપસ્થિત તમામને ઘરેલું હિંસા અધિનિયમ - ૨૦૦૫ અન્વયે કાયદાકીય માહિતી અપાઈ હતી તેમજ મહિલા અને બાળ વિકાસની યોજનાઓ વિષે માહિતી અપાઈ હતી.  જેન્ડર સ્પેશ્યાલિસ્ટ પૂજાબેન પરમારે આંગણવાડી અને તેના લાભ તથા ખાસ ૧૫ થી ૧૮વર્ષની કિશોરીઓની આરોગ્ય ક્ષમતા વધારવા માટે પૂર્ણાશક્તિ પેકેટ આપવામાં આવે છે એના વિશે માહિતી આપી હતી. ખાસ તો આંગણવાડી વિષે માહિતી આપતા જણાવેલ કે, હાલની શિક્ષણનીતિના નિયમ મુજબ જે બાળક આંગણવાડીમાં નામ નોધાવેલ હશે એજ બાળક આગળના અભ્યાસ અર્થે પ્રાથમિક શાળામાં નામ નોધાવી શકે છે અન્યથા પ્રવેશ મળવા પાત્ર નથી. વધુમાં પ્રવેશ સમયે આંગણવાડી કેન્દ્રનું પ્રમાણપત્ર હોવું અનિવાર્ય છે. ખાસ કિશોરીઓ માટે આઈસીડીએસ વિભાગ દ્વારા પોષણ માસની ઉજવણી કરવામાં આવે છે અને તે માસ દરમ્યાન ખાસ કિશોરીઓના સ્વાસ્થ્ય બાબતે વિશેષ કામગીરી કરે છે તેવું પ્રેમિલાબેન દ્વારા જણાવવામાં આવ્યું હતું. કાર્યક્રમની આભારવિધિ ડીસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વીમેનના પુજાબેન પરમારે કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા ડીએચઈડબલ્યુ ટીમે જહેમત ઉઠાવી હતી. 
-----

Comments

COMMENT / REPLY FROM