K U T C H U D A Y
Trending News

ગાધીધામ ખાતે ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ની ભાવપૂ...

રાજ્ય સરકાર કચ્છના સર્વાંગી વિકાસ માટે કટીબદ્ધ : ક...

માંડવીમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમતો યુવક મુદ્દામાલ...

નખત્રાણામાં ૬૫ હજારથી વધુના  દારૂ-બિયર સાથે એક ઝડપ...

કિડાણામાં ઘરફોડ ચોરીનો LCB મ્એ ગણતરીના કલાકોમાં ઉક...

કચ્છની કોલેજોમાં તજજ્ઞ ફેકલ્ટીના અભાવે વિદ્યાર્થીઓ...

૩.૫૦ કરોડનો ‘નાપાક’ ખજૂરકાંડ : DRI કૌભાંડ પકડ્યું...

કપડા સુકાવતી વખતે વાયરને અડી જતા કિશોરને વીજ કરંટ....

સામખિયાળીમાં સગીર ભત્રીજીની લાજ લેવાનો પ્રયાસ કરના...

પશ્ચિમ કચ્છમાં વધુ ચાર દરોડામાં જુગાર રમતા ૧૮ ખેલી...

આતંરરાજય ઘરફોડ નેપાળી ગેંગનો આદિપુરમાં પર્દાફાશ ૧....

શ્રદ્ધા સ્કૂલ અને કોલેજના ર૦૦થી વધુ વિદ્યાર્થીઓ તિ...

Sunday, 16 August
સ્થાનિક સમાચાર

નખત્રાણામાં ૬૫ હજારથી વધુના  દારૂ-બિયર સાથે એક ઝડપાયો

15 August



નખત્રાણા - કચ્છઉદય :  નખત્રાણા સ્માર્ટ પોલીસ સ્ટેશનની ટીમે કાર્યવાહી કરીને વિદેશી દારૂ તથા નશાયુક્ત કેફી પીણાંના જથ્થા સાથે એક આરોપીને પકડી પાડ્યો છે.આ અંગે પોલીસ તરફથી મળતી માહિતી મુજબ, નખત્રાણાના ગણેશનગર વિસ્તારમાં રહેતા દિનેશ લાલજી ગોરડીયા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે દરોડો પાડીને તેની પાસેથી માત્ર રાજસ્થાનમાં જ વેચાણ માટે મંજૂર થયેલી ઓરેન્જ હિલ વોડકાની ૪૫ કાચની બોટલો કિંમત રૂ. ૨૪,૭૫૦,  કિંગફિશર સુપર સ્ટ્રોંગ પ્રીમિયમ બીયરના ૯૬ ટીન કિંમત રૂ. ૧૦,૫૬૦ તેમજ નશાયુક્ત કેફી પીણાંની ૨૦૦ પ્લાસ્ટિકની બોટલો કિંમત રૂ. ૩૦,૦૦૦ મળીને કુલ રૂ. ૬૫,૩૧૦નો પ્રોહિબિશન મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સફળ કામગીરી નખત્રાણા પીઆઇ એ.એમ. પટેલના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. જયંતીભાઈ માજીરાણા, સબીરઅલી બાયડ, પોલીસ હેડ કોન્સ્ટેબલ મોહનભાઈ આયર, નરેન્દ્રસિંહ સોઢા, મોહનભાઈ ગઢવી તથા મીતકુમાર પટેલ દ્વારા કરવામાં આવી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments

COMMENT / REPLY FROM