K U T C H U D A Y
Trending News

ગાધીધામ ખાતે ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ની ભાવપૂ...

રાજ્ય સરકાર કચ્છના સર્વાંગી વિકાસ માટે કટીબદ્ધ : ક...

માંડવીમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમતો યુવક મુદ્દામાલ...

નખત્રાણામાં ૬૫ હજારથી વધુના  દારૂ-બિયર સાથે એક ઝડપ...

કિડાણામાં ઘરફોડ ચોરીનો LCB મ્એ ગણતરીના કલાકોમાં ઉક...

કચ્છની કોલેજોમાં તજજ્ઞ ફેકલ્ટીના અભાવે વિદ્યાર્થીઓ...

૩.૫૦ કરોડનો ‘નાપાક’ ખજૂરકાંડ : DRI કૌભાંડ પકડ્યું...

કપડા સુકાવતી વખતે વાયરને અડી જતા કિશોરને વીજ કરંટ....

સામખિયાળીમાં સગીર ભત્રીજીની લાજ લેવાનો પ્રયાસ કરના...

પશ્ચિમ કચ્છમાં વધુ ચાર દરોડામાં જુગાર રમતા ૧૮ ખેલી...

આતંરરાજય ઘરફોડ નેપાળી ગેંગનો આદિપુરમાં પર્દાફાશ ૧....

શ્રદ્ધા સ્કૂલ અને કોલેજના ર૦૦થી વધુ વિદ્યાર્થીઓ તિ...

Sunday, 16 August
ક્રાઈમ

કિડાણામાં ઘરફોડ ચોરીનો LCB મ્એ ગણતરીના કલાકોમાં ઉકેલ્યો ભેદઃ ૫.૪૧ લાખના મુદ્દામાલ સાથે બે આરોપી ઝડપાયા

15 August


ઘરમાંથી ચોરાયેલા રૂ.૪.૮૮ લાખના સોના-ચાંદીના દાગીના સહિત બાઈક અને મોબાઈલ કબજે; ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સના આધારે પૂર્વ કચ્છ LCB મ્ની સફળ કાર્યવાહી

ગાંધીધામઃ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કિડાણા ગામમાં તા.૧૩ ઓગસ્ટની રાત્રે થયેલી ઘરફોડ ચોરીનો પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ભેદ ઉકેલી બે આરોપીઓને રૂ.૫,૪૧,૪૩૫ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.ફરિયાદી હાજી આમદભાઈ છુછીયાના રહેણાંક મકાનમાં રાત્રિના સમયે અજાણ્યા ચોરોએ પ્રવેશ કરી રસોડામાં રાખેલા સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. આ અંગે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ LCB PI જે.એમ. વાળાની આગેવાનીમાં અલગ-અલગ ટીમોએ તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ એનાલિસિસ, હ્યુમન સોર્સ અને ખાનગી બાતમીના આધારે  LCB મ્ને આરોપીઓ ચોરીના મુદ્દામાલ સાથે લક્ષનગર કિડાણાથી આદિપુર તરફ આવી રહ્યા હોવાની માહિતી મળી હતી. જેના આધારે કિડાણા ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી મોટરસાઇકલ પર આવતા જુમા આમદ રોહા (ઉ.વ.૪૦) અને ઇબ્રાહીમ ઉર્ફે ગોબલી હુશેન ચાવડા (ઉ.વ.૨૬), બંને રહે. કિડાણાને ઝડપી પાડવામાં આવ્યા હતા.પોલીસે આરોપીઓ પાસેથી સોનાનો હાર, કાનની ઈયરિંગ, વીંટી, બુટ્ટી તેમજ ચાંદીની પાયલ, સાંકરા, લડી અને બંગડી સહિત રૂ.૪,૮૮,૧૩૫ના સોના-ચાંદીના દાગીના, બે મોબાઈલ ફોન અને હીરો સ્પ્લેન્ડર મોટરસાઇકલ મળી કુલ રૂ.૫,૪૧,૪૩૫નો મુદ્દામાલ કબજે કર્યો છે..પોલીસની વિગતો અનુસાર આરોપી જુમા આમદ રોહા સામે અગાઉ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લૂંટ, ઘરફોડ ચોરી સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા છે અને ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્‌ડ ક્રાઈમ એક્ટ હેઠળ પણ ગુનો નોંધાયેલો છે. બંને આરોપીઓને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ગાંધીધામ બી ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યા છે.
આ સમગ્ર કામગીરી LCB PI જે.એમ. વાળા,PSI  ડી.જી. પટેલ તથા પૂર્વ કચ્છ LCB  સ્ટાફ  દ્વારા કરવામાં આવી હતી.

Comments

COMMENT / REPLY FROM