Trending News
સ્થાનિક સમાચાર

ભુજ સ્વામિનારાયણ મંદિર આયોજીત ૨૩મી યુવા શિબિરનો પ્રારંભ

16 November




૨૩ વર્ષ દરમ્યાન એકલાખ થી વધારે યુવાઓ લઈ ચૂક્યા છે લાભ

ભુજ - કચ્છઉદય : છેલ્લા ૨૩ વર્ષથી દેશ અને દુનિયાના યુવાઓમાં રાષ્ટ્રપ્રેમ સાથે ધર્મ અને ભક્તિના સમન્વયનું સિંચન થાય તે દિશામાં ૨૦૦૩થી ભુજ મંદિરના સંતો આ કાર્ય માં કટિબદ્ધ થઈ દેશ અને દુનિયામાં સનાતન ધર્મ અને રાષ્ટ્રપ્રેમ નો સંદેશ સમગ્ર દુનિયા માં પહોંચે તે માટે કાર્ય કરી રહ્યા છે.
સ્વામિનારાયણ મહામંત્રને જ્યારે ૨૨૫ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે ભુજ કન્યા વિદ્યાલય ખાતે ૨૩મી મહામંત્ર શિબિરનો પ્રારંભ દીપ પ્રાગટ્ય સાથે ભુજ મંદિરના મહંત સ્વામી  ધર્મનંદનદાસજીએ કર્યો હતો. આ શિબિરમાં ૩૦૦૦થી પણ વધારે દેશ વિદેશના યુવાઓ લાભ લઈ રહ્યા છે, જેમાં ભારત, ટાંઝાનિયા, યુગાન્ડા, કેન્યા, સેનેગલ, ઓસ્ટ્રેલિયા, યુકેના યુવાઓને ભુજ મંદિરના સંતો ભારતીય સનાતન સંસ્કૃતિના સંસ્કારોને વધુ મજબૂત બનાવવા અલગ અલગ વિષયો પર પોતાના વક્તવ્ય આપતા હોય છે. શિબિરના પ્રારંભ સાથે વ્યાસપીઠ પર બિરાજમાન શાસ્ત્રી સ્વામી આનંદસ્વરૂપ દાસજીએ જણાવ્યું હતું કે, મનુષ્ય જીવન દરમ્યાન વ્યક્તિની આસપાસ નેગેટિવ વિચારોનો ઘેરો એટલા પ્રમાણમાં વધતો જાય છે કે વ્યક્તિ સારા અને કુવિચારોની ગડમથલમાં સત્સંગ અને ધાર્મિક કાર્યોથી દૂર ધકેલાતો જાય છે એ સમયે આવી સત્સંગ શિબિરો યુવાધનમાં સંજીવન જડીબુટ્ટી જેવું કામ કરે છે. બીજા સત્રમાં વક્તા મહોદય સંત ગોલોક વિહારી સ્વામીએ યુવાઓ કઈ રીતે લોકોમાં પોતાનો પ્રભાવ પાડી અને મન જીતવાની વાત સાથે મનને કંટ્રોલ કરવાના અનેક ઉપાયો બતાવ્યા હતા. જે યુવક મન જીતવાની કળામાં માહિર બને છે તે દુનિયાના કોઈપણ ખૂણે પાછો નથી પડતો. યુવા પોતાના મનની શાંતિ માટે અનેક જગ્યાઓ પર અલગ અલગ સ્થળોને શોધતા હોય છે, પણ સાચી શાંતિ તો ભગવાનના નામ સ્મરણમાં જ છે. મનને શાંત કરવા આ વખતે મહામંત્ર સ્વામિનારાયણ આમંત્રણના માધ્યમથી કેટલા લોકો સુખી થયા અને કેટલાયના મન શાંત થયા કેટલાના સંકલ્પ પૂર્ણ થયા એવી ખુબ સરસ વાતો સાથે સંતો આ યુવાનોને બળ પૂરું પાડશે તેવું શિબિરનું સંચાલન કરતાં સ્વામી કપિલમુનીદાસજીએ જણાવ્યું હતું કે, આ શિબિરની દિનચર્યા વહેલી સવાર બ્રહ્મમુહૂર્તમાં થશે. પ્રાતઃ પૂજા સંતોના આશીર્વાદથી શિબિરની દિનચર્યાનો પ્રારંભ થાય છે. ૧૦૮ સંતોની ઉપસ્થિતિ મંદિરના યુવાન વક્તાઓ અને યુવક મંડળ, સંત સમિતિ અઆ શિબિરનું શુંકાન સંભાળી રહ્યા છે.
આ યુવા શિબિરમાં ભુજ મંદિરના મહંત સ્વામી ધર્મનંદનદાસજી, ઉપમહંત સ્વામી ભગવતજીવનદાસજી, કોઠારી પાર્ષદ જાદવજી ભગત, આદિ વરિષ્ઠ સંતોમાં હરિ દાસજી, કેશવજીવનદાસજી, પુરુષોત્તમસ્વરૂપદાસજી, બાલકૃષ્ણદાસજી, દેવપ્રકાશદાસજી, નારાયણમુનીદાસજી, વિશ્વપ્રકાશદાસજી,  લક્ષ્મીપ્રસાદદાસજી, ગોલોકવિહારીદાસજી, નીલકંઠ ચરણદાસજી, કૃષ્ણસ્વરૂપદાસજી, મુક્તબવલ્લભદાસજી અક્ષરપ્રિયદાસજી આદિ સંતો ઉપસ્થિતિ રહ્યા હતા. શિબિર આયોજન તથા સંચાલન સ્વામી કપિલમુંનીદાસજી તથા હરિશ્વરૂપદાસજી કરી રહ્યા છે જ્યારે કચ્છ નરનારાયણ દેવ યુવક - યુવતી અને મહિલા મંડળ વ્યવસ્થા સંભાળી રહ્યું છે.
---------

Comments

COMMENT / REPLY FROM