હાલરા નજીક સોલાર પાવર પ્લાન્ટમાં મોક ડ્રિલ યોજાઈ
ઇલેક્ટ્રિક અને ગેસ ફાયર અંગે અપાઈ તાલીમ
ભચાઉ - કચ્છ ઉદય : હાલરા નજીક આવેલા એક સોલાર પાવર પ્લાન્ટ ખાતે તા. ૩૦ સપ્ટેમ્બરના રોજ ભચાઉ ફાયર ટીમ દ્વારા મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ઇલેક્ટ્રિક ફાયર અને ગેસ ફાયર જેવી આગની ઘટનાઓમાં બચાવ અને નિયંત્રણ અંગે માહિતી આપવામાં આવી હતી. ફાયર ટીમે કર્મચારીઓને અગ્નિસુરક્ષા સાધનોના ઉપયોગ તેમજ આપત્તિ સમયે ઝડપી કાર્યવાહી અંગે માર્ગદર્શન આપ્યું હતું.
------

Comments