Trending News
સ્થાનિક સમાચાર

નખત્રાણા ખાતે રામદેવપીર લોકમેળાનો ભવ્ય પ્રારંભ 

21 September


નખત્રાણા - કચ્છઉદય : શહેરમાં રામદેવપીર લોકમેળાનો ભવ્ય પ્રારંભ થયો છે. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના હસ્તે મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્દઘાટન બાદ ધીમે ધીમે લોકોની મેળામાં આવક શરૂ થઈ છે અને સમગ્ર મેળા પરિસરમાં રોનક જોવા મળી રહી છે.
નખત્રાણા નગરપાલિકા દ્વારા તા. ૨૧, ૨૨ અને ૨૩ સપ્ટેમ્બર દરમિયાન આ ત્રિ-દિવસીય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં વિવિધ રાઈડ્‌સ, મનોરંજનના કાર્યક્રમો અને અનેક આકર્ષણો લોકો માટે ખાસ રહેશે. કચ્છની ધરતી પોતાની આગવી લોકસંસ્કૃતિ, પરંપરા અને ઉત્સવો માટે જાણીતી છે. રામદેવપીરનો આ લોકમેળો પણ આપણી સંસ્કૃતિ અને લોકપરંપરાને ઉજવવાનો સુંદર અવસર છે. પરિવાર અને મિત્રો સાથે લોકો મેળાની રોનક માણવા પહોંચી રહ્યા છે. તો તમે પણ રામદેવપીર લોકમેળાની મજા માણવા નખત્રાણા આવવાનું ભૂલતા નહીં.
------

Comments

COMMENT / REPLY FROM