Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં બીજી ઓક્ટોમ્બર સુધી હથિયારબંધી

21 September



ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લામાં યોજાનારા ધાર્મિક તહેવારો - મેળાઓ તથા ઉત્સવોની ઉજવણી અંતર્ગત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ કોઇ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તેમજ સુલેહ શાંતિ જળવાઇ રહે તે માટે સાવચેતીના પગલાં રૂપે ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૭ (૧) અન્વયે કચ્છના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પાર્થ કોટડીયાએ તા.૨/૧૦ સુધી સમગ્ર કચ્છ જિલ્લામમાં હથિયારબંધીના આદેશ જાહેર કર્યા છે. આ જાહેરનામા અન્વયે હથિયાર લઇ જવાની ફરજ હોય, પરવાનગી આપી હોય કે અધિકૃત કરી હોય તે સિવાયની કોઇ વ્યક્તિ જાહેરનામાનો કોઇપણ ખંડનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનારને ઓછામાં ઓછી ૪ માસની અને વધુમાં વધુ ૧ વર્ષની કેદની સજા થશે. આ ઉપરાંત ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૧૩૫ (૧) મુજબ દંડની સજા થશે.
------

Comments

COMMENT / REPLY FROM