Trending News
સ્થાનિક સમાચાર

કેસીએના પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજાએ બીસીસીઆઈના પૂર્વ સચિવ સાથે કરી મુલાકાત

26 August




ભુજ - કચ્છઉદય : કચ્છ ક્રિકેટ એસોસિએશનના નવનિયુક્ત પ્રમુખ રાજેન્દ્રસિંહ હકુમતસિંહ જાડેજાએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ભીષ્મપિતા પણ જેને આપણે કહી શકીએ એવા વરિષ્ઠ માર્ગદર્શક બીસીસીઆઈના પૂર્વ સચિવ નિરંજનભાઈ શાહ, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તથાબીસીસીઆઈ એપેક્ષ કાઉન્સીલના સભ્ય જયદેવભાઈ શાહ તેમજ સૌરાષ્ટ્રના સીલેકટરો મોહનસિંહજી અને સુધિર તન્ના તેમજ સુરેન્દ્રનગર રૂરલના છોટુભા ઝાલા સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.
આ શુભેચ્છા મુલાકાત દરમિયાન કચ્છમાં ક્રિકેટના વિકાસ, સ્થાનિક પ્રતિભાશાળી ખેલાડીઓને વધુ સારી તકો ઉપલબ્ધ કરાવવા તથા કચ્છ ક્રિકેટને નવી ઊંચાઈએ લઈ જવા અંગે સૌહાર્દપૂર્ણ અને રચનાત્મક ચર્ચા કરવામાં આવી હતી.
આ પ્રસંગે કચ્છ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ રાજેન્દ્રસિંહ હકુમતસિંહ જાડેજાએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તથા બીસીસીઆઈ એપેક્ષ કાઉન્સીલના સભ્ય જયદેવભાઈ શાહને કચ્છની મુલાકાત લેવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું હતું, જેનો જયદેવભાઈ શાહે આભાર સાથે સહર્ષ સ્વીકાર કર્યો હતો. રાજેન્દ્રસિંહ હકુમતસિંહ જાડેજાને કચ્છ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકેની નવી જવાબદારી સંભાળવા બદલ ઉપસ્થિત મહાનુભાવોએ શુભેચ્છાઓ પાઠવી હતી અને કચ્છ ક્રિકેટના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી. કચ્છમાં ક્રિકેટના સર્વાંગી વિકાસ તથા નવી પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા માટે આગામી સમયમાં વધુ સક્રિય, સુવ્યવસ્થિત અને આયોજનબદ્ધ કામગીરી હાથ ધરવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરવામાં આવી હતી. 
--------

Comments

COMMENT / REPLY FROM