K U T C H U D A Y
Trending News

 ભુજ લોહાણા મહાજન દ્વારા વીસમો દ્રષ્ટિ સેવા કેમ્પ....

Friday, 25 April
સ્થાનિક સમાચાર

મુંદરામાં દાણચોર ટોળકીને મોકળુ મેદાન : કસ્ટમના સનિષ્ઠ-પ્રમાણિક કમિશ્નરશ્રી ઈન્જીનીયરની બદલી

07 April



પાછલા ટુંકા ગાળામાં મુંદરામાં અલગઅલગ પ્રકારના સ્મગલર્સને કાબુમાં લેવા સંકલનભરી કડક કાર્યવાહી કરનારા  કસ્ટમ કમિશ્નરને અંતે મુંદરામાથી બદલી દેવાયા 



શ્રી ઈન્જીનીયરના કાર્યકાળમાં દાણચોરો પર લાગી ગઈ હતી લગામ : સોપારી-ડીઝલ, એમએચોની આડમાં બાયોડિઝલ, ફલેકક્ષી કન્ટેઈનરમાં નિયમોની ઐસીતેસી કરીને થોકબંધ ગેરકાયેસર આયાત કરનાર ટોળકી પણ આવી ગઈ હતી સાણસામાં : ન માત્ર દાણચોર ટોળકી બલ્કે કસ્ટમના અમુક ભ્રષ્ટ બાબુઓની પણ દુકાન શ્રી ઈન્જીનીયરની પ્રમાણિકતા ભરીકાર્યવાહી  થીથઈ ગઈ હતી બંધ :  દાણચોરોને આંખમાં કણાન માફક ખુંચી રહેલા અધિકારીની દીલ્હીકક્ષાએ જોર લગાવીને બદલી કરાવાયાની પણ ચર્ચા 



શ્રી ઈન્જીનીયરને મુંદરાથી મુંબઈ ડીજીજીઆઈમાં મુકાયા તો મુંદરામાં લુધીયાણા ડીઆરઆઈમાં એડીજી પદે સેવારત રહેલા ર૦૦૦ની બેચના અધિકારી નીતીન શૈનીની નિયુકિત

ગાંધીધામ :  ગઈકાલે દેશભરના ૧૭૦થીવધુ જેટલા કસ્ટમ-જીએસટી કમિશ્નર સહિતનાઓની મોટાપાયે ધરખમ બદલીઓ કરવામા આવી છે. તેનો સત્તાવાર આદેશ ગઈકાલે વછુટી ગયો છે અને તેમાં સૌને માટે ચર્ચાનો વિષય એ જ સામે આવી રહ્યો છે કે, મુંદરામા ંનેત્રદિપક કામગીરી કરી અને દાણચોરોમાં ભારે ફફડાટ ઉભો કરી દેનારા મુંદરા કસ્ટમના પ્રિન્સીપાલ કમિશ્નર શ્રી કે. એન્જીનીયરની પણ ટુંકાગાળામાં જ બદલી કરી દેવામા આવી હોવાનો વિષય બની રહ્યો છે. 
આ બાબતે સંકુલમાં ચર્ચાતી વિગતોની વાત કરીએ તો મુંદરા કસ્ટમના પ્રિન્સીપાલ કમિશ્નર કે. ઈન્જીનીયર કે જેઓ એક પ્રમાણિક  અધિકારીનીઆગવી છાપ ધરાવતા હતા તેવા કેશવન એન્જીનિયરની મુંદરા કસટમ કમિશ્નર પદેથી બદલી કરી દેવામાં આવી હોવાના આદેશો ગઈકાલે વછુટવા પામ્યા હતા. તેની સાથે જ મુંદરાથી લઈ અને ગાંધીધામ-કંડલા તથા આખાય ગુજરાતથી માંડી અને દેશભરમા તથા વિદેશ સુધીમાં વાયુવેગે આ સમાચાર પ્રસરવા પામી ગયા હતા.  કારણ કે તેમના કાર્યકાળમાં દાણચોરી પર લગામ કસી દેવામા આવી હતી અને કચ્છ-ગુજરાત તથા ભારત સહિત વિદેશોમાં પણ શ્રી ઈન્જીનીયરના નામનો દાણચોર ટોળકીમાં એક મોટો ખોંફ જ પ્રસરેેલો હતોે. એટલે તેઓના નામનો દાણચોરોમા રીતસરનો ફફડાટ જ ફેલાયેલો હતો.શ્રી એન્જીનીયરની બદલી તેઓના ટુંકા કાર્યકાળ દરમ્યાન જ થવા પામી જતા તરેહ તરેહના તર્કવિતર્કો પણ ફેલાવવા પામી રહ્યા છે.જાણકારો એમ પણ કહી રહયા છે કે, શ્રી એન્જીનીયરનો ભય ન માત્ર દાણચોરોમાં બલકે તાબાના ભ્રષ્ટ સરકારી કસ્ટમના બાબુઓમાં પણ ફેલાયલો હતો. શ્રી એન્જીનીયરની પ્રમાણિકતાના લીધે આ તમામ ભ્રષ્ટ બાબુઓની ઉપરની આવક વાળીદુકાન પણ મહદઅંશે બંધ થવા પામી ગઈ હતી. જાણકારો હવે કહી રહ્યા છે કે, કે.એન્જીનીયરની બદલી હવે અહીથી થવા પામી જતા દાણચોરોન ે ફરીથી મોકળુ મેદાન જ મળી જવા પામે તો નવી નવાઈ નહીકહેવાય. અહીથી સોપારી દાણચોરો, બાયોડીઝલ, ઈ સિગારેટ અને સૌથી વધારે એમએચઓની આડમાં પ્યોર ડિઝલ અને તે પણ ફલેક્ષી ટેંકમાં નિયમ વિરૂદ્ધ લાવનારાઓ ફરીથીછુટોદાર મળી જશે તેમ ચર્ચાવવા પામી રહ્યું છે.શ્રી એન્જીનીયરની બદલી મુંદરામાથી ડીજીજીઆઈ એટલે કે ડાયરેકટર જનરલ ઓફ ગુડસ એન્ડ સર્વિસ ટેક્ષ મુંબઈમાં કરવામા આવી છે. તો તેઓના સ્થાને મુંદરામાં લુધીયાણા ડીઆરઆઈના એડીજી પદે સેવારત રહેલા નીતીન શૈનીને મુકવામાં આવ્યા છે.  હાલમા લુધીયાણા જીએસટીમા ફરજ બજાવી રહેલા નીતીન શૈની ર૦૦૦ની બેચના અધિકારી છે. તેઓ મુંદરાના આગામી કસ્ટમ કમિશ્નર પદે નિયુકત થવા પામ્યા છે. નોધનીય છે કે, કાસેઝમાં  કાળામરીના એક મસમોટા કૌભાંડ કન્ટ્રી ઓફ ઓરીજીનનો ખુલાસો આ જ સૈનિ સાહેબ હેઠળની ટીમ દ્વારા જ કરવામા આાવ્યો હતો. જે બાદ કાસેઝથી લઈ અને મુંદરા સુધીમાં મોટા ખુલાસાઓ થવા પામી ગયા હતા અને પૈસાના જોરે ઉછળી રહેલાઓને આ કેસમાં બાદમાં જેલવાસ પણ ભોગવવાનો વારો આવી ગયો હોવાની સ્થિતી સર્જાઈ છે. હવે જયારે નીતીન શૈની ખુદ મુંદામા ંઆવી રહ્યા છે ત્યારે તેઓ કે. એન્જીનીયર સાહેબે અહી ઉભી કરેલી છબી જાળવી રાખશે કે કે મ? તેને લઈને આશભર્યા મીટ મંડાયેલા છે. 

.............................

 

Comments

COMMENT / REPLY FROM