K U T C H U D A Y
Trending News

ગાંધીધામમાં વધુ એક સ્પામાં ચાલતુ કુટણખાનું પકડાયું

Monday, 14 April
સ્થાનિક સમાચાર

મુંદરાના હવાલા રેકેટમાં વધુ એક કસ્ટમ અધિકારી સાણસામાં

03 April



૪૯ જેટલી ડમી કંપનીઓ બનાવી અને હવાલાને અંજામ આપ્યાના કિસ્સામાં અમદાવાદ ડીઆરઆઈએ પ્રથમ ત્રણ શખ્સોને દબોચ્યા, તે બાદ મુંદરાના એક એસપી કક્ષાના અધિકારીને સસ્પેન્ડ કર્યા પછીની વધુ એક હલચલ : જો કે, મુંદરા કસ્ટમનું સત્તાવાર સમર્થન હજુ નહી


ગાંધીધામ :દેશના મહાબંદર પૈકીના એક એવા મુંદરામાંથી થોડા સમય પહેલા કરોડોના હવાલા કૌભાંડનો પર્દાફાશ થવા પામ્યો હત. આ કેસમાં અમદાવાદ ડીઆરઆઈ દ્વારા ત્રણ શખ્સોની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને તે બાદ મુંદરા કસ્ટમના એક એસપી સુરેશ ઠાકુરનો તેમાં ભોગ પણ લેવાઈ ગયો હતો. તેઓને આ કેસમાં સસ્પેન્ડ કરી દેવામા આવ્યા હતા. ર૦ હજાર કરોડથી વધુનુ હવાલા રેકેટ થયુ હોવાનુ ખુલે તો તેમાં એક માત્ર એસપીની થોડી ભુમિકા હોઈ શકે? અવા સવાલો આ પ્લેટફોર્મથી જ ઉઠાવવામા આવ્યા હતા. અને હવે આ કેસમાં મુંદરા કસ્ટમના કોઈ વધુ એક અધિકારીને એજન્સીએ છાનબીન માટે સાણસામાં લીધા હોવાની ચર્ચાઓ આજે વેગ પકડયો છે. જો કે, આ બાબતે મુંદરા કસ્ટમ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર સમર્થન મળવા પામ્યુ નથી.

 

Comments

COMMENT / REPLY FROM