K U T C H U D A Y
Trending News

બિદડા સર્વોદય ટ્રસ્ટ ખાતે ત્રાંસી આંંખનો સારવાર કે...

Monday, 14 April
ક્રાઈમ

શિણાય પાસે ચોરાઉ ભંગાર વેચવા નીકળેલા બે યુવકને પકડી લેવાયા 

02 April


એસપી સાગર બાગમાર દ્વારા જિલ્લામાં મિલકત સંબંધી ગુના અટકાવવા માટે કડક પગલાં ભરવા સૂચના અપાઈ : પોલીસના પેટ્રોલિંગ દરમિયાન શંકા જતા મુદ્દામાલ કબજે કરાયો 

ખાટલે મોટી ખોટ : શિણાય પાસે શંકાસ્પદ ભંગારનો જથ્થો પકડાયો છે, તે આવકારદાયક કહેવાય. હવે પોલીસ તંત્ર આ ભંગારનો જથ્થો જતો કયા હતો? બે શખ્સો ઝડપાયા તેઓએ અગાઉ કેટકેટલીવાર આ રીતે ભંગારનો જથ્થો સગેવગે અથવા હેરફેર કર્યો છે? ભંગારનો જથ્થો કયાથી લાવ્યા હતા? અન્ય કોણ કોણ છે સંડોવાયલું..? : આ વિષયો પર પણ તપાસ થવી જરૂરી..!




ગાંધીધામ : પૂર્વ કચ્છમાં મિલકત સંબંધી ગુના અટકાવવા માટે એસપી સાગર બાગમાર દ્વારા સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત આદિપુર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે શિણાય-અંજાર રોડ પર ટાટા કંપનીના ટેમ્પોમાં બે ઈસમો પતરાના ટુકડા અને ભંગાર વેચવા નીકળ્યા હોવાની બાતમી મળી હતી. જે આધારે ગાડી નં.જીજે૧ર-એવાય-૪૧૧૯ ને અટકાવી તપાસ કરતા તેમાંથી ર,૯૪૦ કિલો પતરાના ટુકડા અને મિક્ષ ભંગાર મળી આવ્યો હતો. જેના આધાર પુરાવા માંગતા મળી આવ્યા ન હતા. ચોરી કે છળકપટથી માલ મેળવ્યો હોવાનું જણાઈ આવતા આદિપુર પોલીસ દ્વારા મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. અંતરજાળના ગોપાલનગરમાં રહેતા સુરેશ બાબુભાઈ દેવીપુજક અને અંજારના નવાનગરમાં રહેતા સુરેશ વિશનજી પારાધીની આ સાથે અટકાયત કરવામાં આવી હતી. ૪.પ૦ લાખના ટેમ્પો સાથે મુદ્દામાલ કબજે કરી આદિપુર પોલીસમાં જાણવા જોગ દાખલ કરવામાં આવી છે. આ કામગીરીમાં પીઆઈ ડી.જી.પટેલ સાથે આદિપુર પોલીસનો સ્ટાફ જોડાયો હતો. 
 

Comments

COMMENT / REPLY FROM