K U T C H U D A Y
Trending News

બિદડા સર્વોદય ટ્રસ્ટ ખાતે ત્રાંસી આંંખનો સારવાર કે...

Tuesday, 15 April
સ્થાનિક સમાચાર

મુંદ્રામાં વિશ્વના સૌથી મોટા કચ્છ કોપર સ્મેલ્ટરનું કાઉન્ટડાઉન શરૂ!       તાંબાની આયાત ઘટાડી આત્મનિર્ભરતા તરફ પ્રયાણ          

01 April


અદાણી જૂથની ફ્લેગશીપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝ હેઠળની કચ્છ કોપર લિમિટેડનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે! આગામી અઠવાડિયાઓમાં કોપર સ્મેલ્ટરનું કામકાજ શરૂ થતાં મુન્દ્રા સ્થિત કોપર સ્મેલ્ટર વિશ્વના સિંગલ લોકેશન સૌથી મોટા સ્મેલ્ટરમાંનું એક બનશે. આ પ્રોજેક્ટ અંતર્ગત કોપર વિસ્તરણ ખર્ચ આશરે ઇં૭૦૦-૮૦૦ મિલિયન થવાની ધારણા છે, જે યુનિટનો કુલ ખર્ચ આશરે ઇં૨ બિલિયન સુધી થશે.કચ્છ કોપર હાલમાં લેટિન અમેરિકન દેશોમાંથી તેના કોપર કોન્સન્ટ્રેટનું સોર્સિંગ કરશે પરંતુ કોન્સન્ટ્રેટ માટે વધારાના સ્ત્રોતોનો ઉપયોગ કરવા માટે ઓસ્ટ્રેલિયા અને આફ્રિકાના સપ્લાયર્સ સાથે પણ ચર્ચા-વિચારણા જારી છે. નજીકના ક્વાર્ટરમાં અપેક્ષિત ૫,૦૦,૦૦૦ ટન યુનિટ પહોંચ્યા બાદ તેની ક્ષમતા વધારીને દસ લાખ ટન કરવામાં આવશે.વિશ્લેષકોના મતે આગામી નાણાકીય વર્ષ દરમિયાન સંપૂર્ણ વૃદ્ધિની ધારણા રાખીને કોપર સ્મેલ્ટર કામગીરી વાર્ષિક ધોરણે ઇં૨૫૦-૩૦૦ મિલિયનની રેન્જમાં વ્યાજ, કર, ઘસારો અને એમોર્ટાઇઝેશન (ઈમ્ૈં્‌ડ્ઢછ) પહેલાં કમાણી કરી શકે છે. કચ્છ કોપર સંપૂર્ણપણે અદાણી ગ્રુપની ઇન્ક્‌્યુબેટર અદાણી એન્ટરપ્રાઇઝિસની માલિકીની કંપની છે. એકવાર તે શરૂ થયા બાદ ભારતની તાંબાની આયાતમાં મોટા પાયે ઘટાડો થવાની અપેક્ષા છે.
ઉત્પાદિત તાંબાના લગભગ ૪૦% ભાગનો ઉપયોગ અદાણી ગ્રુપના કેપ્ટિવ હેતુઓ માટે કરવામાં આવશે જેમાં નવીનીકરણીય ઉર્જા અને ટ્રાન્સમિશન વ્યવસાયોનો સમાવેશ થાય છે. તાંબાનો ઉપયોગ અદાણી ગ્રુપના વાયર અને કેબલ વ્યવસાયમાં પણ થશે જેની તાજેતરમાં શરૂઆત કરવામાં આવી છે.
સ્મેલ્ટર માટેનો બીજો તબક્કો પ્રારંભિક ૫,૦૦,૦૦૦ ટન થાય બાદ જ શરૂ થશે, તે હાલની કામગીરીમાંથી ઉદ્ભવેલા રોકડ પ્રવાહનો ઉપયોગ કરે તેવી શક્યતા છે. ભારતમાં, રિફાઇન્ડ કોપરની માંગ દર ક્વાર્ટરમાં ૨,૦૧,૦૦૦-૨,૧૮,૦૦૦ ટન વચ્ચે રહી છે, જેમાં ઓછામાં ઓછી એક ચતુર્થાંશ માંગ આયાત દ્વારા પૂરી કરવામાં આવે છે.
ભારત તાંબાનો આયાતકાર દેશ છે અને તેની પાસે તાંબાના અયસ્કના ખૂબ જ મર્યાદિત સંસાધનો છે. ભારતનો માથાદીઠ તાંબાનો વપરાશ આશરે ૦.૬-કિલો છે. ૨૦૩૦ સુધીમાં સ્થાનિક તાંબાની માંગ બમણી થવાની ધારણા છે. તેવામાં કચ્છ કોપર દેશને આત્મનિર્ભરતા તરફ લઈ જવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

 

Comments

COMMENT / REPLY FROM