K U T C H U D A Y
Trending News

ભુજમાં હત્યાના પ્રયાસના બનાવને અકસ્માતમાં ખપાવાયો,...

Tuesday, 15 April
સ્થાનિક સમાચાર

એક કા ડબલ કૌભાંડ : ભુજના ચિટરોએ બનાસકાંઠામાં પોત પ્રકાશ્યું

27 March


દાહોદમા નકલી નોટો આપી ૫૦ હજારની છેતરપિંડી કરનાર ભુજના ર સહિત ત્રિપુટી ઝડપાઈ : આરોપીઓ પાસેથી ૩.૬૫ લાખનો મુદ્દામાલ જપ્ત : ચિલ્ડ્રન બેંકની નકલી નોટો મળી આવી


ભુજ : સસ્તા સોના અને નકલી નોટો પધરાવી છેતરપિંડી કરવાના  માસ્ટર માઈન્ડ બની ચુકલા ભુજના શખ્સોએ હવે બનાસકાંઠામાં પોત પ્રકાશ્યું છે. દાહોદ એસઓજીએે નકલી નોટોના કૌભાંડમાં કચ્છના બે સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ એક વ્યક્તિ પાસેથી રૂપિયા એકના ડબલ કરવાની લાલચ આપીને ૫૦ હજારની છેતરપિંડી કરી હતી. ઘટના ૨૫ માર્ચના રોજ ઝાલોદના ટીમ્બી ત્રણ રસ્તા પર બની હતી. આરોપીઓએ નાની મહુડી ગામના પપ્પુભાઈ મુનિયા પાસેથી ૫૦ હજાર રૂપિયા લીધા હતા. બદલામાં તેમને ૫૦૦ રૂપિયાની નોટોના ૨ બંડલ આપ્યા હતા. આ બંડલમાં માત્ર ઉપર-નીચે અસલી નોટો હતી, જ્યારે વચ્ચે ચિલ્ડ્રન બેંકની નકલી નોટો મૂકી હતી.આ અંગેની વિગતો મુજબ દાહોદ જિલ્લા પોલીસ વડા ડૉ. રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ એસઓજી પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસે ચાકલીયા રોડ પર બુરવાળા ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી. ત્યાંથી ત્રણેય આરોપીઓને ફોર વ્હીલર સાથે ઝડપી પાડ્યા. પકડાયેલા આરોપીઓમાં ભુજના સીબાન દાઉદ સમા, બનાસકાંઠાના વિક્રમ નાનુજી વાઘેલા અને ભુજના સમીર અબ્દ્રેમાન થૈમનો સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસેથી ૫૦૦ રૂપિયાની ૧૦૦ અસલી નોટો, ચિલ્ડ્રન બેંકની ૪૦૦ નકલી નોટો, એક ફોર વ્હીલર ગાડી અને ૩ મોબાઈલ ફોન કબજે કર્યા છે. કુલ ૩.૬૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે ગણતરીના કલાકોમાં આ કેસનો ભેદ ઉકેલી નાખ્યો છે. 
આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.
-

 

Comments

COMMENT / REPLY FROM