K U T C H U D A Y
Trending News

અંજારની વાડા ગામની સીમમાં શિકાર કરવા નીકળેલા ૪ ઇસમ...

Saturday, 12 April
સ્થાનિક સમાચાર

હરિયાળા પંથકમાં પાણીના તળ ઊંડા : ક્ષારનું સામ્રાજ્ય બરકરાર

27 March




નખત્રાણાના નગરજનોને નર્મદાના નીર મળે તો ન્યાલ થઈ જાય 



૧૬ બોર ધરાવતો નખત્રાણા નગર નર્મદાના પાણી માટે વલખા મારે છે : ઉનાળાના પ્રારંભે જ અમુક વોર્ડમાં પાણીનો પોકાર ઉઠ્યો : પાણી માટે વધુ ત્રણ બોરની માંગ  નગરપાલિકામાં કરી છે : નબળી નેતાગીરીના પાપે નર્મદાના નીરથી નખત્રાણા વંચિત 



નખત્રાણા : હરિયાળા પંથકમાં જેની ગણના થાય છે તે નખત્રણા નગરના પાણી એક સમય ડિમાન્ડ ધરાવતો હતો. પાટીદારની વસ્તી મુખ્યત્વે ધરાવતા આ નગરના વિકાસ અને વિસ્તાર સાથે વસ્તી પણ વધી અને નગરપાલિકા પણ મળી છે ત્યારે આ નગરમાં હજુ નર્મદાના નીર નથી મળ્યા તેના માટે નબળી નેતાગીરીને લોકો જવાબદાર ગણે છે. ૩૦ હજારની માનવ વસ્તી ધરાવતો અને ર૦ હજારના પશુધન ધરાવતા આ નગરમાં ઉનાળાના પ્રારંભે જ અમુક પેટા એરિયામાં પાણીનો પોકાર ઉઠ્યો છે તો દુર્ગમ વિસ્તારમાં ઉનાળો કેવો પાણીનો રંગ બતાવશે તે રામજાણે. નખત્રાણાના પૂર્વ સરપંચો ડાયાલાલ સેંઘાણી, ચંદનસિંહ રાઠોડ સાથે ‘કચ્છ ઉદય’ નખત્રાણાના પાણી બાબતે વાતચીત કરી તો તેમણે કહ્યું કે, હાલે અમુક વિસ્તારમાંથી પાણીનો પોકાર ઉઠ્યો છે તે સાચી વાત છે. ઉનાળામાં પાણીની સમસ્યા ન સર્જાય તે માટે ભાજપ ટીમ સતત અધિકારી સાથે અને ભાજપના મોવડી સાથે ચર્ચા કરે છે. હાલે નગરમાં ૧૬ જેટલા બોર આવેલા છે તેમાં નવાવાસ પાણી સમિતિની અંદર સરકારી કચેરી અને ક્વાર્ટર તમામ વિભાગ સુરીભટ્ટ, નવાવાસ, કૈલાસનગર, પોલીસ લાઈન, કોર્ટ, મહાવીનગર, ઉમિયાનગર સહિતના વિશાળ વિસ્તારમાં પાણી સમિતિ હેડલિંગ કરે છે ત્યાં વધુ એક બોર માટે માંગ પણ કરી છે તો પાણીના તળ ઊંડા ઉતરતા ૯૦૦ ફૂટ પાણી આવે છે. પાણી પીવા લાયક છે પરંતુ ક્ષાર (કાયા)નું પ્રમાણ મોટા પ્રમાણમાં છે. નખત્રાણાને તાકીદે નર્મદાના નીર મળે તો સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેમ છે તો રામેશ્વર તળાવ તથા ધોળા તળાવમાં પાણી છે તેનો પશુઓ માટે આશીર્વાદ રૂપ છે. ખેતી માટે ખેડૂતો પોતાની વાડીમાં બોર કરે છે ત્યાં ઠીક-ઠીક પ્રમાણમાં પાણી હોય છે. અમુક બોર ફેલ ગયા છે. પાણીના પોકાર અને આગામી આયોજન શું છે તે જાણવા નગરપાલિકાના ચીફ ઓફિસર ભાવિન કંધાણીનો સંપર્ક કર્યો તો તેવોએ જણાવ્યું કે, ૧૬ બોર નખત્રાણામાં કાર્યરત છે તે વાટે પીવાનું પાણી અપાય છે. બે બોર નવા માટે મફતનગર તથા નવાવાસ માટે માંગ કરી છે તેને તાકીદે મંજૂરી મળતા ત્યાં નવા બોર બનશે. ઉનાળામાં પાણીના આયોજન માટે પાણી પુરવઠા બોર્ડ અને નર્મદાના પાણી માટે ટીર્ચસ કોલોની પાસેથી લાઈન જાય છે ત્યાંથી પાણીનો જોડાણ થશે અને વધારાનો પાણી ત્યાંથી ઉનાળા પુરતો મળશે તે માટે પણ નગરપાલિકાનું આયોજન છે. જો વધારાના પાણીની જરૂરત પડી તો ટુંકમાં હાલે નખત્રાણા વિસ્તારમાં પીવાના પાણી માટે ફુલ ગુલાબી ચિત્ર ઉપજી રહ્યો છે પણ ટુંકમાં નખત્રાણામાં ભર ઉનાળામાં પાણીની મોકાણ સર્જાય તેવો ચિત્ર ભાસી રહ્યો છે. 

Comments

COMMENT / REPLY FROM