K U T C H U D A Y
Trending News

આયંબિલના તપસ્વીઓ માટે ઓળીની તપશ્ચર્યામાં દરરોજ ૬૦૦...

Saturday, 12 April
સ્થાનિક સમાચાર

સામાન્ય સર્જરીથી ટેટૂ દૂર કરી શકાય છે

20 March





અદાણી સંચાલિત ગેઈમ્સ જી.કે. જનરલ હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં ટેટૂ દૂર કરવા સગવડ

ભુજ : ખાસ કરીને યુવા વર્ગ શોખ ખાતર અગરતો ચામડીના અનાવશ્યક ડાઘ છુપાવવા શરીર ઉપર ટેટૂ બનાવી ભાત ભાતની ડિઝાઇન વાળા ચિતરામણ કરાવે છે, પણ  જ્યારે કોઈ જોબ માટે જ્યારે આવા ટેટૂ નડતર બને અગર તો બોડી માટે એલર્જી કે કોઈ કારણસર મુશ્કેલી ઊભી કરે  ત્યારે દૂર કરાવવા જરૂરી બને છે. અદાણી સંચાલિત ગેઈમ્સ જી. કે.જનરલ હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં આવા ટેટૂ દૂર કરી શકાય છે.
પ્લાસ્ટિક સર્જરી વિભાગના સર્જન ડો.મહાલક્ષ્મી પિલ્લાઈના જણાવ્યા મુજબ આમ તો ટેટૂ બે રીતે દૂર કરી શકાય છે. એક તો લેસર અને બીજું સામાન્ય ઓપરેશન છે. ટેટૂ ઘણીવાર શરીર માટે ભારરૂપ બની જાય છે. ટેટૂ પાર્લરમાં પણ બનાવી આપવામાં આવે છે. જ્યાં ટેટૂ બનાવવાનું હોય છે ત્યાં ચામડીમાં સોય ઇંજેક્ટ કરી, વિવિધ કલરની ડાઈ મૂકવામાં આવે છે અને કલર ઉપસી આવે છે. કેટલીકવાર તેનાથી ચેપ પણ લાગી શકે છે. ડાઈનું રીએકશન પણ આવી શકે છે.એલર્જી,સોરાયસીસ, એગ્ઝિમા, ફંગસ જેવા ચામડીના રોગ પણ થઈ શકે છે. વધુમાં જેમણે ટેટૂ કરાવ્યું હોય તેઓ એક વર્ષ સુધી રક્તદાન પણ નથી કરી શકતા. આ ઉપરાંત આર્મી સહિત એવી અનેક જોબ છે જેમાં શરીર ઉપર ટેટૂનું હોવું ગેરલાયકાત બની જાય છે, ત્યારે અગરતો ટેટૂને કારણે કોઈ રોગ થાય તો ટેટૂ દૂર કરવું પડે છે. 
------

Comments

COMMENT / REPLY FROM