K U T C H U D A Y
Trending News

પવનચક્કીની કંપનીએ સીએસઆર ફંડ માટે ઐડાના ગ્રામજનોેન...

Monday, 14 April
સ્થાનિક સમાચાર

સસ્તા સોનાના નામે ડુપ્લીકેટ પધરાવનારી ભુજની ટોળકીનો શખ્સ ગાંધીધામમાંથી દબોચાયો ?’

11 March



 અંજારના શખ્સને શીશામાં ઉતાર્યો : તપાસમાં ભેદભરમ


બે વર્ષ પહેલા વરસામેડીના એક રહેવાસીને સસ્તુ સોનું આપવાનું કહી અને પ૦ હજાર લઈ, ડુપ્લીકેટ લોખંડનો ટુકડો પધરાવી દેનારો બે વર્ષ બાદ હાથે લાગ્યો 




ગાંધીધામ : કચ્છમાં નકલી સોનાના કૌભાંડીઓ - ચીટ્ટરો પકડાવાવના કિસ્સાઓ તો બનતા જ રહે છે અને તેમાં ભુજ મધ્યે હાલમાં જ કુખ્યાત શખ્સો સામે ગુજસીટોક જેવી કલમો પણ લગાવવામા આવી ચૂકી છે ત્યારે હવે આવા ડુપ્લીકેટ સોનાના સોદાગરો દ્વારા ગાંધીધામ-આદિપુર વિસ્તારમાં અજમાયીશ કરવા જતા બે વર્ષ જુના કેસમાં ચીટ્ટર ટોળકીનો એક શખ્સ પોલીસના હાથે લાગી ગયો હોવાની વિગતો સામે આવવા પામી રહી છે. આ મામલે મળતી વધુ વિગ્તો અનુસાર અંજારના વરસામેડી વિસ્તારના રહેવાસી એક શખ્સની પાસે ભુજનો સોનાની ટોળકીનો ચીટ્રર શખ્સ લાગુ પડી જવા પામ્યો હતો અને તે અનાથ આશ્રમ ચલાવે છે તેવી આંબાઆંબલીઓ દેખાડી અને તેનો વિશ્વાસ હાંસલ કરી લીધા બાદ તેને સસ્તુ સોનુ અપાવી દેવાની લાલચ આપી અને તેનાથી પ૦ હજાર રૂપીયા પડાવી લીધા હતા. તે વખતે આ ચીટર દ્વારા કુલ્લ અઢી લાખનો સોદો નકકી કર્યો હતો પરંતુ ફરીયાદીએ પ૦ હજાર જ કેસ હોવાનુ કહેતા સોદો પ૦ હજારમાં નકકી કરાયો હતો. તે વખતે ચકાસણીમાં આ ચીટ્ટર દ્વારા સોનુ સાચુ આપ્યુ હતુ, પરંતુ જયારે રોડક અપાઈ ગઈ તે બાદ સોનાના નામે લોખંડનો ટુકડો જ પધરાવી દીધો હતો. જેની ચકાસણી કરાવતા જવેલર્સ પાસે અરજદાર જતા તમે છેતરાઈ ગયા છો, આ તો લોખંડનો ટુકડો છે, આ કયાંથી ઉપાડી આવ્યા? બે વર્ષ પહેલા બનેલી આ ઘટનામાં ફરીયાદીને આરોપી આજ રોજ ગાંધીધામ મધ્યે જણાઈ આવતા તેણે પોલીસને જાણ કરતા પ્રાથમિક તબક્કે પોલીસે તેને પુછતાછ માટે મથકે લઈ આવ્યા બાદ તેની સામે થયેલી કાર્યવાહી અથવા તો કરવા પાત્ર કાર્યવાહી બાબતે એકાએક જ મૌન સેવી લીધુ અને ફરીયાદીને અંજાર વરસામેડીનો કેસ બનતો હોવાથી અંજાર પોલીસ મથકે જવાનુ કહી દેવામાં આવતા આ તપાસની સામે પણ તરેહ તેરહના સવાલો ઉભા થવા પામ્યા છે.

Comments

COMMENT / REPLY FROM