K U T C H U D A Y
Trending News

અંજારની વાડા ગામની સીમમાં શિકાર કરવા નીકળેલા ૪ ઇસમ...

Sunday, 13 April
અકસ્માત

મુન્દ્રામાં અજાણ્યા વાહને બાઈકને ઉડાવતા બે યુવાનોના ઘટનાસ્થળે મોત 

24 February


ગઈકાલે રાત્રે પોર્ટ રોડ પર બની ઘટના : પરિવારોમાં અરેરાટી સર્જાઈ : એક મૃતક ત્રણ દિવસ પહેલાં જ પિતા બન્યો હતો 

મુન્દ્રા : જિલ્લામાં ભારે વાહનો બેફામ બનીને અકસ્માતો સર્જી રહ્યા છે. નાના વાહન ચાલકો પર કાર્યવાહી કરતી પોલીસ અને આરટીઓ ભારે વાહનો સામે ઘુટણીએ પડી જાય છે જેના કારણે નિર્દોષ લોકોને જીવ ગુમાવાના વારા આવે છે. મુન્દ્રામાં અજાણ્યા વાહને ગઈકાલે રાત્રે બાઈકને ઉડાવતા બે યુવાનોના ઘટનાસ્થળે મોત થયા હતા. જેને લઈને અરેરાટી ફેલાઈ જવા પામી છે. આ બાબતે મળતી વિગતો મુજબ પોર્ટ રોડ પર રાસાબાપીર સર્કલ નજીક મીઠાણી પુલિયા પાસે આ બનાવ બન્યો હતો. લાખાપર ગામના બાઈક સવાર ર૩ વર્ષિય સુરેશ કોલી અને વિશાલ કોલી બાઈક પર જતા હતા ત્યારે પાછળથી કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા ગંભીર ઈજાઓ થવાના કારણે બન્નેના કમકમાટી ભર્યા મોત થયા હતા. મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બનાવને પગલે મુન્દ્રા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધી તપાસનો ચક્રો ગતિમાન કર્યા છે. દરમિયાન સુરેશ ચૈન્નઈના કોચીમાં ક્રેઈન ઓપરેટર તરીકે કામ કરતો હતો. તેના ઘરે ત્રણ દિવસ પહેલાં પુત્રનો જન્મ થયો હોવાથી રજા લઈને વતન આવ્યો હતો. મિત્રો સાથે રાત્રે જમવા માટે ગયો અને પરત ઘરે જતો હતો એ દરમિયાન આ કરૂણાંતિકા સર્જાઈ હતી. બનાવને પગલે પરિવારો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે.

........


સુખપર પાસે એક્ટિવા પરથી પડી જતા વૃદ્ધનું મોત 



ભુજ તાલુકાના સુખપર પાસે હનુમાનજી મંદિર નજીક એક્ટિવા પરથી પડી જતા વૃદ્ધનું મોત થયું હતું. આ બાબતે જી.કે. જનરલ હોસ્પિટલ ચોકીમાંથી મળેલી વિગતો મુજબ માનકુવા ગામે રહેતા ૬૮ વર્ષિય અમુલભાઈ ભોગીલાલ મહેતા એક્ટિવા લઈને જતા હતા તેઓ ભુજથી માનકૂવા જતા હતા ત્યારે સુખપર પાસે રાત્રે આઠ વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો. એક્ટિવા પરથી પડી જતા ગંભીર ઈજાઓ થવાના કારણે મોત થયું હતું.

Comments

COMMENT / REPLY FROM