K U T C H U D A Y
Trending News

બિદડા સર્વોદય ટ્રસ્ટ ખાતે ત્રાંસી આંંખનો સારવાર કે...

Tuesday, 15 April
સ્થાનિક સમાચાર

ભુજના હોસ્પિટલ રોડ પર વિદેશ મોકલવાના નામે ૧૯.પપ લાખનો ચૂનો ચોપડાયો 

20 February



સુખપરના પરિવાર પાસેથી વિદેશ જવા પેટે દોઢ વર્ષમાં ર૭.પપ લાખ પડાવ્યા પરંતુ વિઝા કે લેટર ન મળ્યા : હોબાળો કરતા ૮ લાખ પાછા આપ્યા બાકીના નાણા પરત ન મળતા મામલો પોલીસ દફતરે ચડ્યો 


ભુજ :  શહેરના હોસ્પિટલ રોડ પર ભાદરકા હોસ્પિટલની શેરીમાં આવેલ શ્રીજી ઈમીગ્રેશનના સંચાલકોએ વિદેશ મોકલવાના નામે ૧૯.પપ લાખની ઠગાઈ કરી હોવાનો મામલો સામે આવ્યો છે. ફરિયાદી સુખપર ગામે રહેતા આરતીબેન અનિલભાઈ સોલંકીના જણાવ્યા પ્રમાણે દોઢ વર્ષ પહેલા ફરિયાદીને વિદેશમાં નોકરી અર્થે જવાનું હોવાથી તે અને પતિ શ્રીજી ઈમીગ્રેશનમાં કેતનભાઈ સોલંકીને મળવા માટે ગયા હતા. કેતનભાઈએ યુ.કે.માં જવું હોય તો બધી પ્રોસેશના ર૩ લાખ થશે. બે મહિનામાં પ્રક્રિયા પૂર્ણ થશે. યુ.કે. જવા માટે પરીક્ષા પાસ કરવી પડશે. તેમ કહેતા પરીક્ષા પણ પાસ કરી હતી. બાદમાં ચેક અને આરટીજીએસથી રૂપિયા આપ્યા હતા. કેતનભાઈની પત્ની ડિમ્પલબેનને પણ રોકડા રૂપિયા ચૂકવ્યા હતા. અગાઉ ટેમ્પરરી વર્ક ક્રિએટીવ વર્કરની નોકરીની પસંદગી કરાઈ હતી. જોકે કેતનભાઈએ તેમા પ્રોબલમ થશે તેમ કહી બ્યુટીશીયન તરીકે વિઝાની પ્રોસેસ કરીએ તો ઝડપથી થશે તેમ કહી બીજીવાર પ્રક્રિયા માટે આધાર-પુરાવા માંગી રૂપિયા માંગ્યા હતા. ફરિયાદી દંપતિએ અલગ અલગ દિવસો દરમિયાન કુલ ર૭.પપ લાખ રૂપિયા ચૂકવ્યા હતા. જોકે, ન તેમના વિઝા મંજૂર થયા, ન તેમને કંપની તરફથી ઓર્ડર મળ્યો, પ્રોસેસથી કંટાળી રૂપિયા પરત માંગ્યા હતા. આરોપી દંપતિએ ૧પ દિવસમાં રૂપિયા આપવાનું કહ્યું હતું, આઠ લાખ રૂપિયા આપ્યા પરંતુ બાકીના ૧૯.પપ લાખ રૂપિયા આપ્યા ન હતા. તમારાથી થાય તે કરી લેજો કહી રૂપિયા આપવાની ના કહી દેતા બી-ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી. 

Comments

COMMENT / REPLY FROM