K U T C H U D A Y
Trending News

ભુજમાં હત્યાના પ્રયાસના બનાવને અકસ્માતમાં ખપાવાયો,...

Tuesday, 15 April
અકસ્માત

જામનગર નજીક કચ્છના ૩ પદયાત્રીકોને કાળ આંબી ગયો : અકસ્માતમાં કરૂણ મોત

17 February

ન જાણ્યુ જાનકી નાથે કે સવારે થવાનું છે શું?



કચ્છથી દ્વારકા થઈ જઈ રહેલા પદયાત્રીઓને નડયો ગંભીર અકસ્માત : પાછળથી આવતા વાહને પદયાત્રીકોને હડફેટે લીધા : અન્ય કેટલાક ઈજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ લઈ જવાયા : પોલીસે હાથ ધરી વધુ તપાસ




ગાંધીધામ : ન જાણ્યુ જાનકી નાથે કે સવારે થવાનું છે શું?ની ઉકિત કચ્છના ત્રણ પદયાત્રકોને માટે સચોટ ઠરતી જોવાઈ રહી છે. જામનગર પાસે કચ્છથી ગયેલ ત્રણ પદયાત્રીકોને કરૂણ અકસ્માતનો ભોગ બનવાનો વારો આવી ગયો છે. આ બાબતે મળતી વધુ વિગતો અનુસાર કચ્છથી દ્વારકા પદયાત્રાએ નીકળેલ ત્રણ જેટલા પદયાત્રીકોનું વાહનની હડફેટે કરૂણ મૃત્યુ નિપજવા પામી ગયુ છે. કચ્છથી દ્વારકા જઈ રહેલા પદયાત્રીકોન જામગનરના બાંભલા પાસે આ ગંભીર અકસ્માત નડયો છે. પ્રાથમિક તબક્કે મળતી માહીતી અનુસાર પદયાત્રીઓને પાછળ આવતા વાહને હડફેટે લઈને કચડી નાખતા ત્રણ મહીલાઓના મૃત્યુ નિપજવા પામી ગયા છે. જામગનરના બાંભલા નજીક આ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં અન્ય કેટલાક ઈજાગ્રસ્ત પણ થવા પામ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે. જેઓને નજીકની સરકારી દવાખાનામાં સારવાર હેઠળ લઈ જવાયા છે. પોલીસે આ ઘટનાની આગળની તપાસ હાથ ધરી હોવાનુ સામે આવી રહ્યું છે.

Comments

COMMENT / REPLY FROM