K U T C H U D A Y
Trending News

પવનચક્કીની કંપનીએ સીએસઆર ફંડ માટે ઐડાના ગ્રામજનોેન...

Sunday, 13 April
સ્થાનિક સમાચાર

ડિઝલ દાણચોરો સામે મુંદરા કસ્ટમ કમિશ્નરશ્રીની લાલઆંખ :  અપ્રેઈઝર-સીએફએસ એસપીઓને કડક તપાસના વછુટયા આદેશ

17 February

ફલેક્ષી-એમએચઓમાં ઢીલાશ કરશો, તો ખૈર નહી રહે.! : શ્રી ઈન્જીનીયર

મિક્ષ્ડ હાઈડ્રો કાર્બનના ઓઠા હેઠળ મુંદરામાં અતિ જોખમી રીતે ફલેક્ષી કન્ટેઈનરમાં હજુય પણ ડિજલની ગેરકાયદેસર આયાતના
 સિલસિલાના અહેવાલો બાદ કમિશ્નરશ્રીએ વિના વિલંબે બોલાવી તત્કાળ બેઠક : તમામ અપ્રેઈઝર તથા સીએફએસના સુપ્રિટેન્ડેન્ટને તપાસના અપાયા આદેશ : એમએચઓના નામે જેટલા પણ કન્ટેઈનર આવે છે તેના સેમ્પલીંગ વધારે કરવા તાકીદ



ગાંધીધામ : મુંદરા બંદર પર વિદેશથી આવતા પ્રવાહી કેમીકલમાં મિસડીકલેર કરી અને કેટલાક તત્વો રીતસરની પ્યોર ડિજલની જ દાણચોરી કરી રહ્યા હોય તેવા ઘટનાક્રમો સામે આવવા પામી રહ્યા છે. અને
આ બાબતે અંતરંગ સુત્રોમાંથી મળતી માહીતી અનુસાર મુંદરાના કસ્ટમના કમિશ્નરશ્રી ઈન્જીનીયર સાહેબ પ્રજાભિમુખ, ટ્રેડ અને સરકારના હિતમાં કડક અને નિયમ આધારીત કાર્યવાહી કરવાની છબી ધરાવી રહ્યા છે. તેઓ મુંદરામાં વિદેશથી આવાતા એમએચઓની આડમાં ફલેક્ષી ટેંક જોખમી રીતે આયાત કરવાની પદ્વતિને લઈને પેશો-નાગપુર સાથે સંકલન સાધી અને મુંદરામાં નિયમોની અમલવારી કરાવાવની દીશામાં એક બાજુ સેવારત બન્યા હતા. તેઓએ ફલેક્ષી ટેંકના બદલે આઈઓસો માન્ય ટેંકને જ માન્ય રાખવાની પબ્લીક નોટીસ પણ ફટકારી હતી ઉપરાંત પણ ર૮૦ જેટલા ફલેક્ષી કન્ટેનર તે બાદ અવેલા ઝડપાઈ જવા પામ્યા હતા. જો કે તે એમના રડારમાં આવી ગયા અને ર૪૦ તો રીએકસપોર્ટ જ કરાવી દેવામા આવ્યા છે, પરંતુ તેની વચ્ચે નવી વાત એવી સામે આવી ગઈ કે, કસ્ટમ અને પેશોની કડકાઈ બાદ ફલેક્ષીટેંક તો ઓછા થઈ ગયા પરંતુ દાણચોરોએ નવો કીમીયો અજમાવી અને ડલેક્ષીના બદલે ડબલ ફલેક્ષીનો ખેલ શરૂ કરી દીધો છે.
 એટલે કે સેમ્પલીમાં ઉપરના ભાગે ડીકલેર કરેલો માલ અને નીચે મિસડીકલેર એટલે કે ૧૦૦ ટકા ડીઝલ જ ગેરકાયદેસર રીતે સ્મગલીંગ કરવામાં અવી રહ્યુ હોવાનો ધડાકો થવા પામી ગયો છે. આ પ્રકારની વાત ધ્યાને આવતાની સાથે જ ગત મંગળવારે મુંદરા કસ્ટમના કમિશ્નરશ્રી ઈન્જીનીયર દ્વારા ત્વરિત ધોરણે કસ્ટમના અપ્રેઈઝર કક્ષાના અધિકારીઓ તથા કન્ટેઈનર ફ્રેઈટ સ્ટેશન(સીએફએસ)માં કાર્યરત સુપ્રીટેન્ડેન્ટની એક મોટી બેઠક બોલાવવામાં આવી હતી. એકાદ કલાક ચાલેલી આ બેઠકમાં કે. ઈન્જીયર સાહેબ દ્વારા રૂટીન સુચનો ઉપરાંત ખાસ કરીને તમામ અપ્રેઈઝર તથા એસપીને ફલેક્ષી કન્ટેઈનરની જે વાતો, ફરીયાદો આવી રહી છે તેમાં સેમ્પલીંગ વધારી દેવુ, વધુ ચોકકસાઈથી કરવાની તાકીદ કરી દીધી છે. એટલુ માત્ર જ નહી પરંતુ શ્રી ઈન્જીનીયર સરકાર અને દેશહિતના આ વિષયમાં તમામને એમ પણ કહ્યુ કે, એમએચઓના કિસ્સામાં, ડીઝલની જો દાણચોરી હવે પકડાઈ છે તો ખાતાકીય રીતે પણ કડક પગલા લેતા વાર નહી કરવામાં આવે. આ પ્રકારની એમએચઓ-ડીઝલ દાણચોર ટોળકી સામે તથા અમુક પલળેલા કસ્ટમના લાપરવાહો સામે શ્રી એન્જીનીયર દ્વારા કરવામાં આવેલી કડકાઈથી દાણચોર ટોળકીમાં એકચોટ તો સોપો જ પડી જવા પામી ગયો છે. હવે જોવાનુ એ રહે છે કે, ડીઝલ દાણચોરીની એક મોટી સિન્ડીકેટ અને ગેંગ કાર્યરત છે, તેઓ બધાયને માટે આ પ્રકારની ચીમકી અને ટકોર અસરકારક નીવડે છે કે, પછી શેઠની શીખામણ ઝાંપા સુધી જ રહી જવા પામશે.

.........


અટલે દાણચોરો માટે તો વીન-વીન સિચ્યુએશન જ બને.!


ઈન્જીનીયર સાહેબ ચેતજો : હવે તો આઈએસઓ હેઠળ પણ ડિઝલ દાણચોરીની થઈ ચૂકી છે તૈયારી.!




આઈએસઆો ટેન્કને ગાંધીધામમાંથી કોણે ટેંકને શારજામં મોડીફીકેશન કરાવી લીધુ? ગાંધીધામમાં કાર્યરત ત્રણ પેઢીએ આદર્યુ છે આગાતરૂ કૌભાંડ : કેરળ-મુંબઈની પાર્ટીઓ કરી રહી છે અધમપછાડા : આઈએસઓમાં પ્લેટીંગ કરાવશે, સેમ્પલીંગમાં બધેથી માલ ડીકલેર કરેલો જ નીકળે પણ વચ્ચે ડીઝલ લાવવાની છે વેતરણ


ગાંધીધામ : જાણકારો તો કહી રહ્યા છે કે, ફલેક્ષી બંધ કરાવી અને આઈએસઆોને ફરજીયાત કરવાની ધમધમાટ સાથે તૈયારીઓ ચાલી રહી છે. અને તેની પબ્લીક નોટીસો પણ અપાઈ ગઈ છે જે બાદ ફલેક્ષી ટેંકમાં ઘટાડો પણ થવા પામ્યો છે. પરંતુ ડીઝલ દાણચોરો આ અંગે કયાંય નમતું જોખવા તૈયાર જ  ન હોય તેમ હવે આઈએસઓ ટેકંમાં પણ ડીઝલ દાણચોરી કરવાની ગોઠવણી કરી લીધી છે. કહેવાય છે કે, આ માટે કેરળ-મુંબઈ બાજુના અમુક ડીઝલની આયાત કરનારાઓ સક્રીય થઈ ગયા છે અને તેઓએ શારજહાંમાં આ માટે ટેંકને મોડીફાઈ કરાવી લીધુ છે. આ આઈએસઓ ટેંક એવુ બનાવી તેમાં પ્લેટીંગ કરાવાઈ છે અને પાઈપલાઈન સેન્ટ્રલી એવી રીતે ગોઠવાઈ રહી છે કે, સેમ્પલ કોઈ પણ જગ્યાએથી કરવામાં આવે ડીકલેર માલ જ મળે, પરંતુ વચ્ચેના ભાગમાં તેમાં મિસડીલકેર કરેલ ૧૦૦ ટકા દાણચોરીયુકત ડીઝલનો જથ્થો લાવવામાં આવશે. જો આ અંગે અત્યારથી જ આગોતરી વોચ નહી રાખવામાં આવે તો આ પ્રકારની ડીજલ દાણચોરી પણ ચોકકસથી આગામી ટુંક સમયમાં શરૂ થવા પામી જશે તેમ જાણકારો કહી રહ્યા છે. 

..........


ડોકયુમેન્ટસ ફાઈલીંગમાં સ્ર્ૐંવાળા વિવાદીત ઝ્રૐછ પર રાખો વોચ : આપોઆપ બધુ ખુલશે..!


ગાંધીધામ : મુંદરામાં એમએચઓના નામે જે ડીઝલ દાણચોરીયુકત આવી રહ્યુ છે તેને જો ડામવુ હોય તો વર્તમાન સમયે અમુક એવા સીએચએની યાદી કસ્ટમના ઉચ્ચ અધિકારીઓ બનાવી લેવી જોઈએ કે, જેને ત્યાં અગાઉ એસઆઈઆઈબી, ડીઆરઆઈ કે કસ્ટમ જેવી એજન્સીઓ આંટાફેરા મારી ચૂકી હોય અથવા તો જેમને તેઓએ તેડા મોકલેલા હોય.! આવા સીએચએને ત્યાં એમએચઓના ડોકયુમેન્ટસ જો ફાઈલીંગ થવા પામતા હોય તો તેના સેમ્પલીંગ વધારે ચોકકસાઈથી માઈક્રો રીતે કરવામાં આવે તો પણ ઘણુ બધુ બહાર આવવા પામી શકે તેમ જાણકારો માની રહ્યા છે. 


 

Comments

COMMENT / REPLY FROM