K U T C H U D A Y
Trending News

પવનચક્કીની કંપનીએ સીએસઆર ફંડ માટે ઐડાના ગ્રામજનોેન...

Monday, 14 April
સ્થાનિક સમાચાર

મુન્દ્રાની મોટી ભુજપુર તા.પં. બેઠક પર કાંટાની ટક્કર’

01 February


મુન્દ્રા : તાલુકા પંચાયતની મોટી ભજપુર બેઠકના કોંગ્રેસના સભ્ય નારાણભાઈ ગઢવીના નિધનથી ખાલી પડેલ બેઠક માટેની પેટા ચૂંટણી યોજાઈ છે. આગામી ૧૬મી ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. આ બેઠક પર ભાજપે પીઢ કાર્યકર નારાણભાઈ કાનાભાઈ સાંખરાએ ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસે રતનભાઈ સાંખરાએ ઉમેદવારીની તક આપી છે. બન્ને ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રક મામલતદાર કલ્પનાબેન સમક્ષ ફોર્મ રજૂ કર્યા હતા.  કોંગ્રેસ આ બેઠકને પુનઃ કબજે કરવા એડીચોટીનું જોર લગાડશે જ્યારે ભાજપ કોંગ્રેસ પાસેથી આ બેઠક આંચકી લેવા કટીબદ્ધ છે. આ બેઠક પર ગઢવી સમાજના મતદારોનું  પ્રભુત્વ છે. નાની ભુજપુર, ભુજપુર વાડી વિસ્તાર, સિરાચા, પ્રતાપપર, બોરાણા, જબલપુર ગામના ૩૮૦૦થી વધુ મતદારો નિર્ણાયક બનશે. મુન્દ્રા તાલુકા પંચાયતની મુદત ૧ વર્ષમાં પૂર્ણ થવા જઈ રહી છે. ઓબીસી અનામતના મુદ્દે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વિલંબીત રહેતા છેલ્લા બે વર્ષથી આ બેઠક ખાલી પડી રહી હતી. આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે મોટી ભુજપુર બેઠકના મતદારો ક્યા ઉમેદવાર પર પસંગીનો કળશ ઢોળશે તેનો ખુલાસો ૧૮મી ફેબ્રુઆરીએ મતગણરી બાદ જ થઈ શકશે. 
 

Comments

COMMENT / REPLY FROM