K U T C H U D A Y
Trending News

પવનચક્કીની કંપનીએ સીએસઆર ફંડ માટે ઐડાના ગ્રામજનોેન...

Sunday, 13 April
સ્થાનિક સમાચાર

૨૬મી જાન્યુઆરીના રોજ નખત્રાણાના વેરસલપરના  સરપંચ  અને પાણી સમિતિ સભ્યો બનશે દિલ્હી ખાતેના ખાસ મહેમાન

22 January


પાણીક્ષેત્રના પ્રેરણાત્મક કાર્યોના કારણે દેશ-વિદેશની સંસ્થાઓ, જુદા-જુદા ગામોની પાણી સમિતિઓ, ગ્રામ પંચાયતોના પ્રતિનિધિઓએ વેરસલપરની પ્રેરણા મુલાકાત કરેલી છે.


ભુજ, :ભારત સરકારના જલ શક્તિ મંત્રાલય દ્વારા આગામી તા. ૨૬મી જાન્યુઆરી ૨૦૨૫ના રોજ દિલ્હી ખાતે યોજાનાર રાષ્ટ્રીય કાર્યક્રમમાં ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહેવા માટે વિવિધ રાજ્યોમાં પાણી ક્ષેત્રે સારી કામગીરી કરનાર સરપંચશ્રી તથા પાણી સમિતિ સભ્યોને આમંત્રિત કરવામાં આવ્યા છે જેમાં કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના વેરસલપર ગામના સરપંચ અને પાણી સમિતિના પ્રમુખ શ્રી રવિલાલ વાલાણી તથા શ્રીમતિ નીતાબેન વાલાણીની પસંદગી કરવામાં આવી છે. દેશના રાષ્ટ્રીય મહાપર્વમાં કચ્છની શ્રેષ્ઠ કામગીરી કરતી પાણી સમિતિઓ પૈકી વેરસલપર ગામના સરપંચશ્રીને કેન્દ્રના જલ શક્તિ મંત્રાલય દ્વારા ખાસ અતિથી તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે જે કચ્છ માટે ગૌરવની બાબત છે.પાણીના ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર ગામોની પાણી સમિતિના સભ્યો પૈકી ભારત સરકારશ્રીના જલ શક્તિ મંત્રાલય દ્વારા વેરસલપર ગામની પસંદગી કરવામાં આવી છે. વેરસલપર ગામ તાલુકા મથક નખત્રાણાથી ૨૪ કિ.મી. તથા જિલ્લા મથક ભુજથી ૫૦ કિ.મી. અંતરે વસેલું છે. ગામના સક્રિય અને કર્તવ્યનિષ્ઠ સરપંચ શ્રી રવિલાલ વાલાણી જણાવે છે કે, અંદાજે ૭૦૦ જેટલી વસતી અને ૧૩૦ જેટલા ઘરો ધરાવતું આ ગામ ’સંપ, સલાહ અને સંગઠન’ નું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ૧૦૦% ઘરોમાં નળ જોડાણ. ૧૦૦% ઘરોમાં ગટરની વ્યવસ્થા, ગામના તળાવમાં રીચાર્જ બોર, ગામના ગંદા પાણીના શુધ્ધિકરણ માટેનો પ્લાન્ટ, નિર્મળ ગ્રામ પુરસ્કાર,  નિયમિત - પૂરતું અને શુધ્ધ પાણી વિતરણ, ૨૪ ટ ૭ પાણી વિતરણ વ્યવસ્થા, ૫૦% મહિલા સભ્યો ધરાવતી પાણી સમિતિ છે. ગામના તમામ ૧૦૦% ઘરોમાંથી નિયમિત પાણી વેરાની ઉઘરાણી અને પારદર્શક વહીવટ, ગામના વિકાસમાં હંમેશા સૌનો સહકાર અને તત્પરતા વગેરે જેવી અનેક બાબતો આ ગામને શ્રેષ્ઠ અને ઉદાહરણરૂપ બનાવે છે. ઉલ્લેખનીય છે કે, સરપંચ જાતે જ તમામ બાબતોની ચકાસણી રૂબરૂ કરે છે. ગામના વિકાસ કે અન્ય કોઈ ખૂટતી કડી માટે સમગ્ર ગામને સાથે રાખી, ચર્ચા-પરામર્શ કરીને તેમના દ્વારા નિર્ણય લેવામાં આવે છે. આટલી સારી કામગીરીને કારણે દેશ-વિદેશની સંસ્થાઓના પ્રતિનિધિઓ, જુદા-જુદા ગામોની પાણી સમિતિઓ, ગ્રામ પંચયાતોના પ્રતિનિધિઓએ આ ગામની પ્રેરણા મુલાકાત કરેલી છે. આવા કારણોસર આ ગામની પસંદગી થયેલી છે જે ખરેખર નોંધનીય અને પ્રેરણાત્મક બાબત છે

Comments

COMMENT / REPLY FROM