K U T C H U D A Y
Trending News

આયંબિલના તપસ્વીઓ માટે ઓળીની તપશ્ચર્યામાં દરરોજ ૬૦૦...

Saturday, 12 April
સ્થાનિક સમાચાર

અંજાર બાયપાસ રોડ પર ટ્રેઈલરોમાંથી લોખંડના સળિયા ચોરવાનું કારસ્તાન પકડાયું

19 January




પોલીસે વવાર અને અમરેલીના બે શખ્સને પકડી પાંચ લાખના ૧૦ હજાર કિલો સળિયા કબજે કર્યા


અંજાર : કચ્છમાં બે બંદરગાહ તેમજ કંપનીઓના કારણે ટ્રેઈલરોમાં માલ સામાનની અવરજવર થતી હોય છે. અત્યાર સુધી ઓઈલ ભરેલા ટેન્કરોમાંથી તેલ તેમજ ઈંધણની ચોરીના બનાવો સામે આવી ચુકયા છે ત્યારે હવે ડ્રાઈવરોને ફોડી લઈ લોખંડના સળીયા ભરેલા ટ્રેઈલરોમાંથી સળીયા પણ ચોરી કરવામાં આવ્યા હતા. પોલીસે કારસ્તાનને પકડી ૧૦ હજાર કિલો સળીયા કબજે કર્યા છે.
અંજાર બાયપાસ રોડ પર વરસામેડી જતા રોડ પર આર.કે.આઈમાતા હોટલની સામે આવેલ ગેરેજની પાછળ દરોડો પાડવામાં આવ્યો હતો. જયાં સળીયા મળી આવ્યા હતા. આરોપીઓ મુળ મુંદરાના વવારના હાલે અંજારના દબડામાં રહેતા હરીભાઈ સામરાભાઈ ગઢવી અને મુળ અમરેલીના હાલે અંજારમાં રહેતા મેહુલભાઈ રવિદાનભાઈ ગઢવીની અટક કરવામાં આવી હતી. આરોપીઓ હાઈવે રોડ પરથી પસાર થતા લોખંડના સળીયા ભરેલ ટ્રેઈલરના ડ્રાઈવરોને રૂપિયાની લાલચ આપી તેમાં રહેલા લોખંડના સળીયાના જથ્થાંથી સળીયાની ચરી કરાવતા હતા. આ ચોરીનો માલ પોતાના કબજામાં રાખ્યો હતો. અલગ અલગ કંપનીના અલગ અલગ સાઈઝના કુલ્લ ૧૦૧૩૦ કિલો લોખંડના સળીયા કિંમત રૂા. પ,૦૬,પ૦૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે બન્નેને ઝડપી આગળની તપાસ હાથ ધરી છે. 

Comments

COMMENT / REPLY FROM