K U T C H U D A Y
Trending News

પવનચક્કીની કંપનીએ સીએસઆર ફંડ માટે ઐડાના ગ્રામજનોેન...

Monday, 14 April
સ્થાનિક સમાચાર

શિવલખા સીમા ૨.૩૦ લાખના શરાબ સાથે કાર પકડાઈ, ત્રણ સામે ગુનો દાખલ

15 January



ભચાઉઃ  તાલુકાના લાકડીયા વિસ્તારમાં પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વેળાએ શિવલખા સીમ વિસ્તારમાં એક દારૂ ભરેલી કાર મળી આવતા ત્રણ જણા સામે ગુનો દાખલ કરી ૨.૩૦ લાખનો શરાબ કબજે કર્યો હતો. લાકડીયા પોલીસના પીઆઇ જે. એમ. જાડેજા ના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે વેળાએ બાતમી આધારે શિવલખા સીમ માંથી એક મારુતિ સ્વિફ્ટ માં દારૂ નો જથ્થો કબજે કર્યો હતો.  પોલીસે કાર માંથી ૩૬૦ બોટલ શરાબ કિંમત ૨,૩૦,૦૦૦ અને ૩ લાખની ગાડી કબજે કરી વિક્રમનાથ નવીનનાથ બાવાજી (રહે શીવલખા) નરેશ ભગવાનદાસ સાધુ (રહે વાઢિયા) અને કારના માલિક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

Comments

COMMENT / REPLY FROM