K U T C H U D A Y
Trending News

ગાંધીધામમાં વધુ એક સ્પામાં ચાલતુ કુટણખાનું પકડાયું

Monday, 14 April
સ્થાનિક સમાચાર

નલિયા ટીંબો અને સેલારીમાં ઘરફોડ ચોરીને  અંજામ આપનાર ચાર શખ્સો ઝડપાયા

08 January


આરોપીઓ ચોરીનો મુદ્દામાલ વેચવા જતા હતા તે પહેલા એલસીબીએ દબોચી લીધા : ૬.પ૧ લાખનો મુદ્દામાલ કબજે કરાયો 

ગાંધીધામ : રાપર તાલુકાના નલિયા ટીંબો અને સેલારીમાં ઘરફોડ ચોરીના બનાવ બન્યા હતા. જેમાં એલસીબીએ ચાર શખ્સોને ઝડપી લીધા છે. રાપર તાલુકાના નલિયા ટીંબા ગામ ખાતે ગત રપ ડિસેમ્બરના જ્યારે સેલારીમાં ૬ જાન્યુઆરીના ચોરીનો બનાવ બન્યો હતો. આ ચોરીમાં સંડોવાયેલ રાપરના આથમણા નાકામાં રહેતો રામ,દેવજી અને  સેલારીનો અરવિંદ ચોરીનો માલ વેચવા જતા હોવાની બાતમી મળી હતી. જેથી એલસીબીએ ચિત્રોડ પુલ પાસે આરોપીઓને ઝડપી લીધા હતા. નલિયા ટીંબો તથા સેલારી ગામે ચોરી કરનાર રાપરના આથમણા નાકાના રામ ઉર્ફે લાલો પાંચાભાઈ મુછડિયા, સેલારી ગામે ચોરીની જગ્યા બતાવનાર અને મુદ્દામાલ વેચવા જનાર  સેલારીનો જ અરવિંદ દેવાભાઈ રાઠોડ તેમજ નલિયા ટીંબોમાં થયેલી ચોરીમાં મુદ્દામાલ વેચવા જનાર મેઘપર (બો)નો વિપુલગિરિ શિવગિરિ ગોસ્વામી, મહારાષ્ટ્રનો હાલે રામકૃષ્ણ મહાવીનગરમાં રહેતો સંજય દિગંબર બાબર (મરાઠી)ને ઝડપી લેવાયો હતો. જ્યારે દેવજી લખુભાઈ મુછડિયા ભાગી જવામાં સફળ રહ્યો હતો.
 નલિયા ટીંબોમાં થયેલી ચોરીમાં અલગ અલગ સોના-ચાંદીના દાગીના કિંમત રૂા.૩,પ૭,૪૦૦ અને સેલારીમાં થયેલી ચોરીમાં રોકડા મળી ર,૯૪,૦૦૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. એલસીબી પીઆઈ એન.એન. ચૂડાસમા અને પીએસઆઈ એમ.વી. જાડેજા  અને ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.

Comments

COMMENT / REPLY FROM