K U T C H U D A Y
Trending News

પવનચક્કીની કંપનીએ સીએસઆર ફંડ માટે ઐડાના ગ્રામજનોેન...

Sunday, 13 April
સ્થાનિક સમાચાર

મુુંદરા શહેર ભાજપના ઉપપ્રમુખે ૭૧.૩૩ લાખની ઠગાઈ કરતા રાજકોટની અદાલતમાં ફોજદારી

04 January



ગુંદાલા ગામે વૃંદાવન પાર્કના નામે આપેલા ચેક રીટર્ન થયા બાદ રાજકોટના વ્યક્તિને રૂપિયા પરત આપવા માટે દોડાવી દેવાયો : નગરસેવિકાના પતિએ કહી દીધું થાય તે કરી લેજો પાંચીયુંય મળવાનું નથી


મુંદરા : પક્ષના નામે ઘણી વખત વ્યક્તિ બે પાંદડે થઈ જાય, અથવા તો બીજાને રોડ પર લાવી દે. આવી જ ઘટના મુંદરામાં બની છે. જેમાં ગુંદાલા ગામે જમીન બિનખેતી કર્યા બાદ  વૃંદાવન પાર્ક ડેવલપ કરવાના નામે તેના પ્લોટના વેચાણ અને રિવાઈઝ કરેલા પ્લાનના નિકળતા ૮૩.૩૩ લાખ પૈકી રકમ ચૂકવવા ૭૧.૩૩ લાખના ત્રણ ચેક અપાયા હતા. જે બેંકમાંથી પરત આવ્યા હતા. રૂપિયા માંગવા છતા ન મળ્યા અને અંતે મનાઈ કરતા મુન્દ્રા શહેર ભાજપના ઉપપ્રમુખ અને નગરસેવિકાના પતિ એવા ધ્રુવરાજસિંહ ચુડાસમા સામે રાજકોટ કોર્ટમાં ફરિયાદ દાખલ કરાઈ છે. અદાલતે સમન્સ ઇસ્યુ કરી હાજર રહેવા હુકમ કરતા રાજકીય આલમમાં ખળભળાટ મચી ગયો છે.આ અંગેની હકીકત મુજબ રાજકોટ શહેરમાં રહેતા કાંતિલાલ ગોરધનભાઈ ભીમાણીએ મુન્દ્રા તાલુકાના ગુંદાલા ગામના સર્વે નંબર ૮ અને સર્વે નંબર ૯ પૈકી ત્રણની હાલ વૃંદાવન પાર્ક તરીકે ઓળખાતી જમીનોની વર્ષ ૨૦૧૧માં રજિસ્ટર્ડ દસ્તાવેજથી ખરીદી કરી હતી. સદર જમીનને બિનખેતી કરાવી પ્લોટસ પાડી તેનું વેચાણ કરવાનું આયોજન કરતા ધ્રુવરાજસિંહે કાંતિલાલભાઈનો રૂબરૂ સંપર્ક કર્યો હતો અને ૩૦ પ્લોટના વેચાણનો શરતી સોદો કર્યો હતો. જેમાં જમીનનું એકત્રીકરણ કરવા કલેકટર કચેરીમાંથી રિવાઈઝડ પ્લાન હુકમ મેળવી આપવાની તમામ જવાબદારી ધ્રુવરાજસિંહે લીધી હતી. આ સમયગાળામાં ધ્રુવરાજસિંહ સદર પ્લોટસનો ગ્રાહક શોધી લાવતા કાંતિલાલે સદર પ્લોટસ હૈદરાબાદના રહેવાસી કંડગલયા સુદર્શન સુમન(ગ્રાહક) જોગ દસ્તાવેજ કરી આપ્યો હતો. જેમાં રૂા. ૭૨ લાખ પુરાનું સાટાખત વખતે અને રૂા. ૮૦ લાખ ચેકથી અને રૂા.૧૩.૫૦ લાખ આંગડિયા મારફત ફરીયાદી કાંતિલાલને ચુકવી આપવામાં આવ્યા હતા. તેમાં કાંતિલાલની કાયદેસરની બાકી રહેતી રકમ રૂા.૫૭,૫૦,૪૩૨.પર નિકળતા હતા. રીવાઈઝડ પ્લાન મુજબ રકમ રૂા.૨૬,૩૩,૩૪૫ એમ કુલ મળીને બાકી લેણી રકમ રૂા.૮૩,૮૩,૭૭૭ પૈકી ધ્રુવરાજસિંહે કાંતિલાલ ભીમાણીએ રકમ રૂા. ૭૧.૩૩ લાખ ચૂકવવા આપેલા ત્રણેય ચેક એડવાઇઝ નોટ રિસિવ્ડની નોંધ સાથે પરત ફર્યા હતા. જે અંગે કાંતિલાલ ભીમાણીએ ધ્રુવરાજસિંહ પાસે ઉઘરાણી કરતા તેણે મારી પત્નિ અલ્પાબા ભાજપના મુંદ્રા શહેરના કોર્પોરેટર છે. થાય તે કરી લેજો અને દોડવું હોય ત્યાં દોડી લેજો પાંચીયુ મળવાનું નથી. જેથી કાંતિલાલ ગોરધનભાઈ ભીમાણીએ ધ્રુવરાજસિંહ તેગબહાદુરસિંહ ચુડાસમા સામે રાજકોટની કોર્ટમાં ફોજદારી કેસ દાખલ કરતા અદાલતે સમન્સ ઇસ્યુ કરી આગામી મુદતે ચુડાસમાને હાજર રહેવા હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદી વતી એડવોકેટ તારક સાવંત રોકાયા છે.

Comments

COMMENT / REPLY FROM