K U T C H U D A Y
Trending News

અંજારની વાડા ગામની સીમમાં શિકાર કરવા નીકળેલા ૪ ઇસમ...

Saturday, 12 April
સ્થાનિક સમાચાર

મોરબી કોલસા કારોબાર કાંડ : ગાંધીધામની ગુપ્તા આણી  ત્રિપુટી સહિતનાઓને ઉઠાવો તો અનેકવિધ ઘટસ્ફોટ થશે

23 December

કંડલાથી રાજસ્થાન સુધી કોલસાની થાય છે હેરફેર



એસએમસીની ટીમને તપાસ સોપાઈ છે ત્યારે ઝડપાયેલા તત્વોના મોબાઈલ કોલ ડીટેઈલની જો તપાસ કરવામાં આવે તો ઘણુ બધુ બહાર આવશે : ગાંધીધામના પણ ગુપ્તાજી નામનો શખ્સ, દીલીપ તથા રોકી નામના શખ્સની ભુમિકાઓ તથા તે ટોળકીમાં કચ્છમાથી કોણ-કોણ હજુય સંડોવાયેલા હતા? ચોરાઉ પેટકોકખરીદી અને ગુપ્તાજી નામનો શખ્સ માલ આપતો કોને હતો? અગાઉ આ રીતે કેટલી વખત ચોરાઉ પેટકોક કચ્છમાં આવી ચૂકયો છે?


પૂર્વે કચ્છ એસપીશ્રી બાગમાર - પશ્ચિમ કચ્છ એસપીશ્રી સુંડાની કાયદાના હિતમાં કડકાઇથી કોલીસાચોર ગેંગને કચ્છના કીનારે ધામો નાંખવાની પડી ફરજ : મોરબી-સાંતલપુર પટામાં કોલસાના ધમધમે છે અડાઓ

ખોટલે મોટી ખોટ : વિદેશી કોલસાની હેરફેર દરમ્યાન વાડાઓ બનાવી અને ચોરી કરી લેવાથી મુળ કોલસો મંગાવનાર અને મોકલનાર પાર્ટીની વચ્ચે થાય છે ખોટેખોટા ઘર્ષણ : સેમ્પલ અનુસારનો જ માલ વિદેશથી મોકલાય છે, પરંતુ તે કંડલા બંદરે ઉતર્યા બાદ વાહન મારફતે પરિવહન કરતી વખતે વચ્ચેના માર્ગમાંજ વાડાઓમાં ચોરી કે ગુણવત્તા ફેરફારો કરી દેવાય છે, એટલે મોકલાવનાર અને મંગાવનાર બન્ને સાચા હોવા છતા વચેટીયા કોલસા ચોર તત્વોની ટોળકીના લીધે થાય છે ખોટા ડખ્ખા



ગાંધીધમા : મોરબી જિલ્લો પેટ્રોલ, ડીઝલ, કેમિકલ, લોખંડ અને કોલસા ચોરી માટે તો હબ સમાન છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી કેમ કે આ પ્રકારની ચોરી અગાઉ અનેક વખત સામે આવેલ છે પરંતુ તાજેતરમાં પેટકોકની ચોરીનો ગુનો સામે આવેલ છે અને તેમાં પણ જે માલ રાજસ્થાન બાજુ લઈ જવાનો હોય તે મળને મોરબીના ગોડાઉન સુધી લઈ આવીને તેમાં ભેળસેળ કરવામાં આવે તો પણ સ્થાનિક પોલીસ કે પછી એલસીબી જેવી 
પોલીસની અતિમહત્વની કહેવાતી બ્રાન્ચને આ કાળા કારોબારની ગંધ પણ ન આવે તે માન્યામાં આવે તેમ નથી એટલા જ માટે કદાચ આ ગુનાની તપાસમાં એસએમસીએ પોતાની પાસે રાખેલ છે અને ભવિષ્યમાં આરોપીના ફોનની કોલ ડિટેલ સહિતની બાબતોની જો પોલીસ દ્વારા ઊંડાણ પૂર્વકની તપાસ કરવામાં આવે તો અનેક ધડાકા થવાની શક્યતા સેવાઇ રહી છે. એટલુ માત્ર જ નહી પરંતુ આ કોલસા કેસમાં રેલો કચ્છના ગાંધીધામ સુધી લંબાઈ ચૂકયો છે અને તે ચોરાઉ કેાલસા ખરીદનાર તરીકે ગાંધીધમાના બે શખ્સો ગુપ્તાજી નામનો શખ્સ તથા રોકીની સંડોવણી ખુલવા પામી છે. આમ તો દિલીપ સહિત ત્રણ શખ્સોના નામો બહાર આવ્યા છે અને આ ત્રણેય શખ્સો ફરાર થઈ ગયા છે તયારે જાણકારો કહી રહ્યા છે કે, જો આ બાબતે કડકાઈથી આ ત્રિપુટીને ઉઠાવવામાં આવે તો ઘણા બધા ઘટસ્ફોટ થવા પામી શકે છે.હાલમાં પેટકોક ચોરીના ગુનાની એસએમસીની ટીમે ૧૨ આરોપીને પકડેલ છે અને આઠ આરોપીને 
પકડવાના બાકી છે. પકડાયેલા અને પકડવાના બાકી આરોપીઓ કોના કોના સંપર્કમાં હતા?ચોરી કરેલ માલનું વેચાણ કયા કરતાં હતા? ગોડાઉન કેટલા સમયથી ભાડે રાખ્યું હતું? ટ્રકો કોની સાથે સેટિંગ કરીને ગોડાઉન સુધી આવતા હતા ? રોજના કેટલા ટ્રક આવતા હતા?  જુદા-જુદા ટ્રકોમાંથી કેટલા પેટકોકની ચોરી કરતાં હતા ? વિગેરે દિશામાં તપાસ કરવામાં આવે તો આશ્ર્‌ચર્યજનક વિગતો સામે આવશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. અત્રે ઉલેખનીય છે કે, અગાઉ એસએમસીની ટીમે લાલપર પાસે દારૂના ગોડાઉન,આ સફળ રેડ કરી હતી અને ત્યારે ૧.૫૧ કરોડના દારૂ સહિત કુલ મળીને ૨.૨૦ કરોડનો મુદામાલ કબજે કર્યો હતો અને આ રેડના પગલે રાજ્યના પોલીસ વડા દ્વારા જે તે સમયે મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ અને તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇને તાત્કાલિક સસ્પેન્ડ કર્યા હતા.જો કે, હાલમાં એસએમસીની ટીમે પેટકોકના કાળા કારોબારનો પર્દાફાશ કરેલ છે અને ગોડાઉનમાંથી ૧૫૮૪ ટન 
પેટકોક સહિત કુલ મુદામાલ મળીને ૩.૫૭ કરોડનો મુદામાલ કબ્જે કર્યો છે. ત્યારે સ્થાનિક પોલીસ અને એસપીની સીધી દેખરેખ આવતી એલસીબીની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે તેવામાં એસપીએ જે બદલીનો ઓર્ડર કરેલ છે તેને લઈને પોલીસ બેડામાં ગણગણાટ થવા લાગ્યો છે. જેમાં પોલીસમાં થઈ રહેલ ચર્ચા મુજબ એસએમસીની ટીમે રેડ કરીને પેટકોકના કારોબારનો પર્દાફાશ કરેલ છે અને ૩.૫૭ કરોડનો મુદામાલ કબ્જે કરલે છે તે કૌભાંડ શું તાલુકા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલોના આશીર્વાદથી ચાલી રહ્યું હતું ?, હાલમાં જે કોન્સ્ટેબલોની બદલી કરવામાં આવેલ છે તેમાં સહુથી વધુ કોન્સટેબલ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના છે.જેથી બદલી પામેલા કોન્સટેબલોની નીતિ સામે સવાલો થવા લાગ્યા છે. અને એવું પણ ચર્ચાઇ રહ્યું છે કે, સ્થાનિક પોલીસ અધિકારી કે એલસીબી સામે જિલ્લાના એસપી કે રાજ્યના પોલીસ વડા દ્વારા આવડું મોટું કૌભાંડ સામે આવ્યું તો પણ કેમ કોઈ પગલાં લેવામાં આવેલ નથી ? જો એસએમસીની ટિમ આરોપીઓના કોલ ડિટેલ આધારે તપાસ કરશે તો આ કૌભાંડમાં કેટલાક અધિકારી કે કર્મચારીના પગ તળે રેલો આવે તેવી શ્ક્યતા સેવાઇ રહી છે. એ જ રીતે કચ્છમાં પણ જયારે દીલીપ-ગુપ્તાજી નામનો શખ્સ તથા રોકી નામના તત્વોની સંડોવણી સામે આવી છે તો તેઓ પણ કચ્છમાં કોલસાના કાળા કારોબારને કોના આર્શીવાદ તથા છત્રછાયા મારફતે ધમધમાવતા હતા તે નામો પણ આપોઆપ બહાર આવવા પામી શકે તેમ મનાઈ રહ્યું છે.



 

Comments

COMMENT / REPLY FROM