K U T C H U D A Y
Trending News

પવનચક્કીની કંપનીએ સીએસઆર ફંડ માટે ઐડાના ગ્રામજનોેન...

Monday, 14 April
સ્થાનિક સમાચાર

રાજય સ્તરની ટુકડી ત્રાટકે અથવા કચ્છ કલેકટર સરપ્રાઇઝ ચેકીંગ કરે

10 December


- તો સુરજબારી ટોલગેટ પાસે ઇર્‌ંના ઓવરલોડ
કૌભાંડનો થાય પર્દાફાશ : કઈકના પગ નીચે આવે રેલો


સુરજબારી ટોલનાકા પાસે ચેકીંગના નામે અવારનવાર અધિકારીઓના હોય છે ધામા તો પછી ઓવરલોડ વાહનોને કેમ છુટોદોર : આરટીઓના નાક નીચે ધમધમે છે કૌભાંડ ? નંબર પ્લેટવગરની માટી ભરેલી ગાડીઓને કેમ કોઈ રોકતુ જ નથી? રોજીંદી સેકંડો ગાડીઓની અહીથી થાય છે અવરજવર : નંબરપ્લેટ વગરના ડમ્પરમાં માટીઓની ગેરકાયદેસર હેરફેર કરનારી ટોળકી કોણ છે ? ’


ઘોર નિંદ્રામાં ઉંઘતા અધિકારીઓના કેમ નથી લેવાતા કડક પુછાણા? અત્યાર સુધીમાં આવી કેટલી ગાડીઓ પકડી ? સરકારની તિજોરીમાં કેટલી રકમ કરાવી જમા? જો નથી કરાવી તો ચેકીંગ શું શોભાના ગાંઠીયા માટે જ કરાય છે ?



ગાંધીધામ : કચ્છમાં વિવિધ ખનીજ સંપદાઓ ધરબાયેલી છે.  ત્યારે અહી કયારેક રોયલ્ટી વિનાના ખનીજ પરીવહનની તો કયારેક ઓવરલોડની ફરીયાદો સામ આવતી જ રહેતી હોય છે. દરમ્યાન જ સુરજબારી ટોલનાકા પરથી પણ મોટા પ્રમાણમાં ઓવરલોડ વાહનોને છુટોદોર જ આપવામાં આવ્યો હોવાની ગંભીર ફરીયાદ સપાટી પર આવવા પામી રહી છે. કચ્છના સુરજબારી ટોલગેટની બાજુમાં જ આરટીઓ અધિકારીઓની ટુકડીઓની છાવણી કહો કે પડાવ નાખવામાં આવેલો જ રહેતો હોય છે. અવારનવાર અહી સરપ્રાઇજ ચેકીંગના નામે અધિકારઓ ગોઠવાઈ જતા હોય છે. પરંતુ અહીના જવાબદારો દ્વારા જાણે કે રીતસરની અનદેખી જ કરવામા આવતી હોય તે રીતે અહી મોટુ ઓવરલોડનું કૌભાંડ જ ચાલી રહ્યુ હોવાનુ ચર્ચાય છે. આરટીઓ વિભાગના અધિકારીઓ જાણે કે ઠંડીની મોસમમાં પોરવાયા હોય તેવો તાલ થવા પામી રહ્યો છે. કચ્છ સુરજબારી ટોલગેટની બાજુમાં આવેલ વિસ્તારમાં જ અધિકારીઓની મીલીભગતથી ઓરવાલોડ અને તાલ પતરી ઢાંકયા વગર વાહનો બેફામ દોડતા હોવાની વાત સામે આવી રહી છે.  અહી ઓવરલોડ ડમ્પરો બેફામ દોડી રહ્યા છે, નિયમોને નેવે મુકીને ધમધમી રહ્યા છે છતા પણ અહી આરટીઓ અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસીને કુંભકર્ણિ નિંદ્રામાં જ ઘોરી રહ્યા હોય તેવો તાલ થવા પામી રહ્યો છે. એટલુ જ નહી પરંતુ અમુક ડમ્પર ચાલક નંબર પ્લેટ વગરની ગાડીઓ દોડાવી રહ્યા હોવાનુ પણ ચર્ચાય છે. અને અધિકારીઓના હિસાબો-હપ્તાઓ આવા ડમ્પરવાળા કરતા હોવાનુ પણ ચર્ચાય છે. માટીની ગાડીઓ મોટા પ્રમાણમાં આ રીતે નંબર પ્લેટ વગરની અહીથી ઓવરલોડ નીકળતી હોવાનુ ચર્ચાય છે. અહી માટી ગાડીઓ નંબર પ્લેટવગરની મોટા પ્રમાણમાં નીકળી રહી છે તો તેની સામે કેમ સમ ખાવા પુરતો પણ કેસ કરવામાં આવતો નથી? કે પછી અહી અધિકારીને નામ આપી દેવામા આવે છે એટલા માત્ર જ અધિકારીઓ આવા વાહનોની સામે જોવાની પણ હિમંત નથી કરતા? અધિકારીઓની મીલીભગત હોય કે પછી આંખમીચામણા અહી નુકસાન તો સરકારની તિજોરીને જ થવા પામી રહ્યું છે. શું આ રીતે અહી ચાલતા કૌભાંડને છુટોદાર જ અપાઈ રહ્યો છે તો અધિકારીઓને સરકાર પગાર નથી આપતી કે પછી માટીની ગાડીવાળાઓ અધિકારીના મોઢે ભ્રષ્ટ ડુચ્ચા મોટી રકમના ભરી આપે છે? એટલે તેઓ મોઢું સીવીને બેસી રહે છે? જિલ્લા વહીવટીતંત્રના નિયમો માત્ર કાગળ પુરત ાજ છે? કેમ માટીની ગાડીઓ જે નંબર પ્લેટ વગર અહીથી અવરજવર-હેરફેર કરી રહી છે તેની સામે કોઈ જ કાર્યવાહી કરવામા નથી આવતી? જાણકારો કહે છે, જો ઉચ્ચ કક્ષાની વિજિલન્સ અથવા તો રાજયસ્તરની કોઈ ટુકડી અહી સરપ્રાઇજ તપાસ કરે તો સુરજબારી ટોલગેટની બાજુનીં ઓરવાલોડનું લાખોનું કૌભાંડ છતુ થઈ જાય અને તેમા કોણ કેાણ સંડોવાયેલા છે તેનો પણ મોટો પર્દાફાશ થવા પામી જાય. હકીકતમાં આ બાબતે જિલ્લા કક્ષાના અધિકારીઓએ ગંભીરતાથી વિચારવુ જોઈએ. શું તેઓની ફરજ અહી માત્ર ઔપચારીકતાપૂર્વકનો ચકકર મારી જવાની જ છે?માં નીકળી રહી છે તો તેની સામે કેમ સમ ખાવા પુરતો પણ કેસ કરવામાં આવતો નથી? કે પછી અહી અધિકારીને નામ આપી દેવામા આવે છે એટલા માત્ર જ અધિકારીઓ આવા વાહનોની સામે જોવાની પણ હિમંત નથી કરતા? અધિકારીઓની મીલીભગત હોય કે પછી આંખમીચામણા અહી નુકસાન તો સરકારની તિજોરીને જ થવા પામી રહ્યું છે. શું આ રીતે અહી ચાલતા કૌભાંડને છુટોદાર જ અપાઈ રહ્યો છે તો અધિકારીઓને સરકાર પગાર નથી આપતી કે પછી માટીની ગાડીવાળાઓ અધિકારીના મોઢે ભ્રષ્ટ ડુચ્ચા મોટી રકમના ભરી આપે છે? એટલે તેઓ મોઢું સીવીને બેસી રહે છે? જિલ્લા વહીવટીતંત્રના નિયમો માત્ર કાગળ પુરત ાજ છે? કેમ માટીની ગાડીઓ જે નંબર પ્લેટ વગર અહીથી અવરજવર-હેરફેર કરી રહી છે તેની સામે કોઈ જ કાર્યવાહી કરવામા નથી આવતી? જાણકારો કહે છે, જો ઉચ્ચ કક્ષાની વિજિલન્સ અથવા તો રાજયસ્તરની કોઈ ટુકડી અહી સરપ્રાઇજ તપાસ કરે તો સુરજબારી ટોલગેટની બાજુનીં ઓરવાલોડનું લાખોનું કૌભાંડ છતુ થઈ જાય અને તેમા કોણ કેાણ સંડોવાયેલા છે તેનો પણ મોટો પર્દાફાશ થવા પામી જાય. હકીકતમાં આ બાબતે જિલ્લા કક્ષાના અધિકારીઓએ ગંભીરતાથી વિચારવુ જોઈએ. શું તેઓની ફરજ અહી માત્ર ઔપચારીકતાપૂર્વકનો ચકકર મારી જવાની જ છે?

Comments

COMMENT / REPLY FROM