K U T C H U D A Y
Trending News

ભુજમાં હત્યાના પ્રયાસના બનાવને અકસ્માતમાં ખપાવાયો,...

Tuesday, 15 April
સ્થાનિક સમાચાર

ગાંધીધામ સહિત નવી ૯ મ.ન.પા.નો ઉદય નકકી : બે સપ્તાહમાં જાહેરનામું : ન.પા. થશે વિસર્જિત..!

07 December



સુરેન્દ્રનગર-નડીયાદ, આણંદ, પોરબંદર, વાણી, નવસારી, મહેસાણા અને મોરબીનો પણ સમાવેશ : ગુજરાત રાજયનું મુખ્યમંત્રી કાર્યલય એકશનમાં


ગાંધીધામ : ગુજરાત રાજયમાં આગામી દીવસોમાં ગાંધીધામ સહિત વધુ નવ મહાનગરપાલીકાનો ઉદય થાય તેવા સંકેત રાજયના શહેરી  વિકાસ વિભાગ તરફથી મળી રહ્યા છે. ગુજરાત સરકારે નવ મહાનગરપાલીકાની સુચિ આગામી બે સપ્તાહની અંદર બહાર પાડશે. મહાનગરપાલિકાની જાહેરાતોની સાથે જ નગરપાલિકા વિસર્જિત થઈ જશે.ગુજરાત રાજયમા આગામી દિવસોમાં વધુ નવ મહાનગરપાલિકાનો ઉદય થાય તેવા સંકેત રાજયના શહેરી વિકાસ વિભાગ તરફથી મળી રહ્યા છે ગુજરાત સરકારે નવ મહાનગરપાલિકાની સૂચિ આગામી બે સાહની અંદર બહાર પાડશે. મહાનગરપાલિકાની જાહેરાતની સાથે જ નગરપાલિકાઓ વિસર્જિત થઈ જશે અને આ તમામ સૂચિત મહાનગર-પાલિકાઓની ચૂંટણી ન યોજાય ત્યાં સુધી વહીવટદારનું શાસન રહેશે ગત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન રાજય સરકાર દ્વારા નવી મહાનગરપાલિકાઓની જાહેરાત કરવામાં આવી હતી આ તમામ મહાનગરપાલિકાઓને સૂચિત બનાવવાની દિશામાં રાજયના શહેરી વિકાસ વિભાગ દ્રારા જાહેરનામું બહાર પાડવામાં આવશે પરિણામે ગુજરાતમાં મ્યુનિસિપલ કોર્પોરેશનોની કુલ સંખ્યા ૧૭ થઈ જશે.
જે નગરપાલિકાઓને મ્યુનિસિપલ કોર્પેારેશનનો દરો મળશે તેમાં ગાંધીધામ, સુરેન્દ્રનગર, પોરબંદર, વાપી, નવસારી, મહેસાણા, મોરબી, નડિયાદ અને આણંદનો સમાવેશ થાય છે રાજયના શહેરી વિકાસ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે નવ નગરપાલિકાઓ સિવાય, વધુ ત્રણનગરોને મ્યુ- તરીકે સૂચિત કરવામાં આવે તેવી શકયતા છે. આ માટેની કાર્યવાહી પૂર્ણ કરવા ગુજરાત રાયના મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા સૂચિત કરવામાં આવ્યું છે આ માટેની ઔપચારિકતા ટૂંક સમયમાં પૂર્ણ કરાશે.નવી અસ્તિત્વમા આવનારી મ.ન.પા.જે હાલની નગરપાલિકાઓનું વિસર્જન કરવામાં આવશે, સરકાર દ્વારા નિયુકત વહીવટકર્તાઓ આગામી ચૂંટણીઓ સુધી કામગીરીનું સંચાલન કરશે. ટૂંકમાં મહાનગરપાલિકાનું જાહેરનામું બહાર પડતાં ની સાથે જ નગરપાલિકાઓનું વિસર્જન થશે અને ત્યાં વહીવટદારોનું રાજ આવશે.
ગુજરાત રાયના શહેરી વિકાસ વિભાગ દ્વારા નગરપાલિકાની આસપાસના વિસ્તારોને મહાનગરપાલિકામાં ભેળવવા માટેની પ્રક્રિયાઓ પૂર્ણ કરશે સરકાર તમામ આઉટગ્રોથ વિસ્તારો અને હાલની નગરપાલિકાઓના નજીકના ગામોને નવી મ્યુનિસિપલ કોર્પેારેશનોની મર્યાદામાં સામેલ કરવાની પ્રક્રિયા શ કરે તેવી અપેક્ષા છે. નવી મ્યુનિસિપલ કોર્પેારેશનો માટે આગામી બજેટમાં નોંધપાત્ર ગ્રાન્ટ ફાળવવામાં આવશે. આ નવી મ્યુનિસિપલ કોર્પેારેશનોની ચૂંટણી અન્ય મ્યુનિસિપલ કોર્પેારેશનો સાથે એકસાથે ૨૦૨૫ના અંતમાં થવાની ધારણા છે મૂકવામાં આવી રહી છે.

Comments

COMMENT / REPLY FROM