K U T C H U D A Y
Trending News

અંજારની વાડા ગામની સીમમાં શિકાર કરવા નીકળેલા ૪ ઇસમ...

Sunday, 13 April
સ્થાનિક સમાચાર

બિનઅધિકૃત બોકસાઈટ હેરફેરનો પુનઃ પર્દાફાશ

05 December

પૂર્વ કચ્છ ખાણખનિજ વિભાગના શ્રી પટેલની ટીમની ફરી લાલઆંખ :
રતનાલ-આડેસર-ભચાઉ પટ્ટામાં ટીમો ત્રાટકી : ખનીજચોરોમાં ગભરાટ

બોકસાઈટ ચોરી-બ્લેકટ્રેપ તથા સીલીકા સેન્ડની ગેરકાયદેસર હેરફેર ઝડપાઈ : અલગ અલગ કિસ્સાઓમાં બેથી ત્રણ કરોડનો મુદામાલ કરાયો સીઝ : વધુ તપાસ હાથ ધરાઈ




ગાંધીધામ : કચ્છમાં રણ-દરીયો અને ડુંગરની અનેરી ત્રિવિધ સોંદર્યતા રહેલી છે. આ જ જિલ્લાના પેટાળમાં પણ અનેકવિધ અલભ્ય ખનીજોનો પણ મોટો ખજાનો ધરબાયેલો છે અને તેમાંથી સરકારને મળવા પાર રોયલ્ટીના પ્રમાણમાં ખનીજચોરો મોટા પ્રમાણમાં તસ્કરી કરતા રહેતા હોય છે પરંતુ પૂર્વ કચ્છમાં ભુસ્તરશાસ્ત્રી શ્રી એન.એ. પટેલની જાગૃતીભરી ધાક બેસાડતી કામગીરીના પગલે આવા ખનીજચોરોમાં હવે રીતસરનો ગભરાટ જ ફેલાવવા પામી રહ્યો હોય તેવી વધુ એક કડક કાર્યવાહી કરવામા આવી હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. પૂર્વ કચ્છ ખાણ અને ખનીજ વિભાગને મળેલ બાતમીના આધારે માઇન્સ સુપરવાઇઝર દિલીપભાઈ નકુમ અને રોયલ્ટી ઇન્સ્પેક્ટર શ્રી ઇનદુભા ઝાલા દ્વારા અંજાર તાલુકાના સાપેડા - રતનાલ રોડ પર વૉચ રાખી તપાસ કરતા ટ્રેલર માં શંકાસ્પદ બૉકસાઇટ ખનીજનુ 
અનઅધિકૃત પરીવહન ધ્યાને આવેલ જેમાં અંદાજીત ૬૦ મે.ટન ભરેલ હૉવાનુ દયાને આવેલ છે. રૂપિયા ૭૦ લાખનૉ મુદામાલ જપ્ત કરેલ. આ ઉપરાંત આડેસરથી  બ્લેકટ્રેપ ખનીજનુ અન અધિકૃત પરિવહન કરતા એક ડમ્પર જપ્ત કરવામા આવેલ છે. અને રાત્રીના તપાસ દરમિયાન ભચાઉ નજીક થી  સીલીકા સેન્ડનુ બિન-અધિકૃત વહન કરતા એક ડમ્પર મળી કુલ એક કરોડ નજીક મુદામાલ જપ્ત કરેલ છે.

 

Comments

COMMENT / REPLY FROM