K U T C H U D A Y
Trending News

અંજારની વાડા ગામની સીમમાં શિકાર કરવા નીકળેલા ૪ ઇસમ...

Sunday, 13 April
સ્થાનિક સમાચાર

જંત્રી વધારાથી બાંધકામ ક્ષેત્રે મંદીની શક્યતા

01 December


રાજ્ય સરકાર દ્વારા સૂચિત જંત્રી વધારાનો કચ્છમાં વ્યાપક વિરોધ : આગામી રણનીતિ ઘડવા કચ્છ ક્રેડાઈ દ્વારા મળી મહત્ત્વપૂર્ણ બેઠક : સરકારને જંત્રી દરમમાં ફેર વિચારણા માટે કરાશે રજૂઆત 

ભુજ : ગુજરાત સરકાર દ્વારા આવી રહેલ જંત્રીમાં અહસ્ય ભાવ વધારાના વિરોધ માટેની તૈયારીઓ કરવા ક્રેડાઈ કચ્છના હોલમાં મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.  આ પ્રસંગે કચ્છ ક્રેડાઈના અધ્યક્ષ પ્રવીણભાઈ પિંડોરીયા જણાવ્યું હતું કે, આવી રહેલ જંત્રીથી અનેક વિસંગતતા ઊભી થશે. જનરલી કચ્છમાં જે પ્લોટ વેચવામાં આવેલ છે. તેમાં ડેવલોપસ દ્વારા તે પ્લોટની જ કિંમત લેવામાં આવે છે તો જે બિનખેતી કરાવી આખું ડેવલપ કરે છે,રસ્તા અને સાર્વજનિક ચોક માટે મૂકેલી જમીનનો ખૂબ મોટો બોજ આવશે અને તે આખરે ગ્રાહક પર રહેશે ત્યારે ગ્રાહકને આ બોજ ઉઠાવવો પડશે સાથે ઝોન પદ્ધતિ અપનાવવામાં આવી છે તેમાં પણ જે વિસ્તારમાં ખૂબ રહેણાંક છે. રહેણાંક શરૂ થઈ રહ્યું છે અને રહેણાક નથી એ બધાના જંત્રી ભાવમાં અહસ્ય ભાવ વધારો આવી રહ્યો છે વારંવાર જંત્રી ભાવ વધારાથી જમીનના વ્યવસાયને ખૂબ મોટો ફટકો પડશે સાથે મધ્યમ વર્ગના લોકો જે પોતાના ઘરનું સપનું સેવે છે તેમને પણ જમીન મોંઘી થતા સપનાના પુરા કરવાના વર્ષમાં વધારો કરવો પડશે સાથે જંત્રી બહુ વધારાથી જે જમીનના દસ્તાવેજ કરવા માટે રકમ જોશે એ રકમ આવકમાં દર્શાવેલી હોવી જોઈએ તો એમાં ઇન્કમટેક્સનો પણ મોટો ભાર પ્રજામાં સામેલ થઈ જશે. તેમજ સામાન્ય વર્ગ માટે અને ગરીબ વર્ગ માટે જમીન ખરીદવા અને તેના ઉપર રહેણાંક બાંધવા મોટી રકમની જરૂરત રહેશે જે ડેવલોપ રહેણા એરીયા છે. દૂરના વિસ્તારોમાં જે જંત્રીના ભાવો એક સરખા નક્કી કરવામાં આવ્યા છે તે પણ લોકોને સમજ ઉતરતું નથી તેથી કચ્છ ક્રેડાઈ આ જંત્રી ભાવ વધારાના વિરોધમાં સામેલ થશે. સરકારને આ બાબતે રજૂઆત કરવા વિવિધ ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ આ બાબતે રજૂઆત કરવામાં આવશે અને તેમના સહકારની પણ અપેક્ષા રાખી શકાય અહીં ભુજ બ્રોકર એસોસિએશનના પ્રમુખ જીતેનભાઈ ઠક્કર જણાવ્યું કે, જમીનના ધંધામાં મંદી આવતા અનેક રોજગારોને પણ ખૂબ મોટો ફટકો પડશે. જમીનના ધંધાથી બ્રોકરો અને તૈયાર મકાન વેચતા બ્રોકરો અનેકને ખૂબ મોટી રોજગારી મળે છે અને આવનારા સમયમાં આ બાબતે કોઈ મધ્યસ્થી કરવામાં આવે એવી આશા રાખી શકાય સાથે જમીનના જાણકાર અધિકારી પાયકે જણાવ્યું હતું. આ જમીનના નવા જંત્રીમાં ફેરફાર કરવા ખૂબ જરૂરી છે કોઈ સાયન્ટિફિક જંત્રી જ નથી સાયન્ટિફિક જંત્રી એને કહેવાય જે વિવિધ સર્વે નંબરોના આધારે ભાવ નક્કી થાય અને એ વિસ્તાર મુખ્યમાર્ગ કે મુખ્ય ગામથી કેટલો છે એ સર્વે કરી તેના આધારે જંત્રીના ભાવ નક્કી કરવા જોઈએ અહીં તો દરેક વિસ્તારના ભાવમાં ખૂબ મોટો ભાવ વધારો પ્રજા પર લાદવામાં આવ્યો છે. આ અંગે ફરજિયાત ફેરવિચારણા કરવી જરૂરી છે અને એ માટેનો મુખ્ય માર્ગ સરકારને રજૂઆત છે. સાથે ન્યાયિક પ્રક્રિયામાં પીઆઈએલ દાખલ કરી લોકોનો અવાજ સરકાર સુધી પહોંચાડવો ખૂબ જરૂરી છે. સરકારે ન્યાયિક પ્રક્રિયા પર પ્રજાના અવાજનો જવાબ આપવો જ પડે છે. અહીં મિટિંગમાં વિવિધ વિચારનો પણ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં જંત્રી ભાવ વધારાના વિચારો જાણવા માટે જે સરકારે વેબસાઈટ બનાવી છે તે પણ ખૂબ જ કઠિન રીતે ઉપયોગમાં આવી શકે એવી છે એટલે સામાન્ય લોકો ત્યાં કેમ ફરિયાદ નોંધાવી શકે તે પણ પ્રશ્ન ઉઠી રહ્યો છે ત્યારે આ બાબતે સંગઠનો એ લોકોને ઉપયોગી થવાનો પણ વિચાર કર્યો છે. એક માસનો ટૂંકો સમય છે અને લોકોએ પોતાના પ્રતિભાવો જંત્રી બાબતે આપવાના છે તે સમયગાળો પણ ખુબ ટૂંકો હોવાનું પણ સુર વ્યક્ત થયો હતો ત્યારે આવનારા સમયમાં પ્રજા પર બોજ સહન કરવાનું જ રહેશે કે સરકાર ફેરવિચારણા કરશે અથવા પ્રજાના વિચારો જાણવા માટે સમયનો વધારો કરશે.  મિટિંગમાં જાણીતા ડેવલોપર કમલેશભાઈ સંઘવી, ચિરાગભાઈ શાહ, હિંમતભાઈ દામા, તુલસીદાસભાઈ જોશી, મહેન્દ્રભાઈ રાજા, એન્જિનિયરિંગ સત્ર નકશા ક્ષેત્રના અગ્રણીઓ સંજયભાઈ દેસાઈ, જીતેનભાઈ રેલોન, મયુરભાઈ ઠક્કર અને અશ્વિનભાઈ શાહ, આકાશ દાવડા, મુસ્તાકભાઈ ભટ્ટી, નરેન્દ્ર ભાટિયા, ધવલભાઈ ગોર, મીટીંગ વ્યવસ્થા કૌશિકભાઈ કોઠારીએ સંભાળી હતી. સહયોગી કેતનભાઇ ગોર, પ્રકાશભાઈ શુક્લા રહ્યા હતા.
 

Comments

COMMENT / REPLY FROM