K U T C H U D A Y
Trending News

અંજારની વાડા ગામની સીમમાં શિકાર કરવા નીકળેલા ૪ ઇસમ...

Saturday, 12 April
સ્થાનિક સમાચાર

અંજારના વીડી પાસે બ્લેકટ્રેપની માઈનીંગ લિઝની ગુપચુપ લોકસુનાવણી :  નિયમોના સરેઆમ ધજાગરા : જીપીસીબીના મોઢે ભ્રષ્ટ ડુચ્ચા.!

28 November

જંગલ મે મોર નાચા કીસને દેખા..નો તાલ..!


માઈનીગની લીઝ મંજુર કરાવા લોકસુનાવણી યોજવી ફરજીયાત છે, પરંતુ લોકો જ ન હોય તેવી લોકસુનાવણીનો શું અર્થ? : જે લોક સુનાવણીમાં એકાદ-બે અધિકારી અને ગણ્યાગાણ્યા આળતીયા-મળતીયાઓ જ હાજર હોય તે લોકસુનાવણીને નર્યુ નાટક નહી તો બીજું શું કહેવાય..? 


ગાંધીધામ : ગુજરાત સરકારના પ્રદુષણ નિયંત્રણ વિભાગ દ્વારા આમલોકોની જનસુખાકારી માટે જયારે પણ કોઈ ઉદ્યોગો કે માઈનીંગની લીજ મંજુર કરાય તે પહેલા લોકસુનાવણી યોજી અને આસપાસના લોકોની રજુઆતો અને સમસ્યાઓને સાંભળવામાં આવતુ હોય છે. પરંતુ કચ્છમાં તો જાણે કે, લોક સુનાવણીઓ યોજવી એટલે  એક નર્યુ ફારસ એટલે કે ડીંડક જ બની ગયુ હોય તેવી એક ફરીયાદ અને ઘટના સામે આવવા પામી રહી છે. આ મામલે મળતી વિગતો અનુસાર અજાર તાલુકાનાવીડી-દેવડીયા રેાડ પર ખોડીયાર માતાના મંદીર, પાસે જીપીસીબી કચેરી કચ્છ દ્વારા એક પેઢીની લોક સુનાવણીનું આયોજન તાજેતરમા જ તા. ૧૮મીએ બપોરે બાર કલાકે કરવામા આવ્યુ હતુ. લોક સુનાવણીમાં લોકો જ ન હોય તો એ સુનાવણીનો અર્થ કેટલો સર્યો કહેવાય..! સીધી જ વાત છે, કંઈ જ નહી. આવી લોકસુનાવણીને રદ જ માનવી ઘટે. આ મામલે સામે આવતી વિગતો અનુસાર અહી યોજાયેલી લોક સુનાવણી માત્ર  કાગળ પર જ યોજવામા આવી હોય તેમ તદન પાંખી હાજરી, ખાલી ખાલી ખુરશીઓ ફોટામાં રીતસરની જોવાઈ રહી છે. એટલે આ બ્લેકટ્રેપની લીઝ મંજુર થવાથી જે કંઈ પણ વાયુ-જળ કે ભુમી પ્રદુષણ થવાનુ છે તેની આસપાસના લોકોને જે કંઈ નુકસાની થવાની છે તેવા અસરગ્રસ્ત વર્ગને આવી લોકસુનાવણીની કોઈ જ ખતર શુદ્ધા જ ન હોય તેવુ ચિત્ર અહી સ્પષ્ટ ઉભરી રહ્યુ હતુ. ગણ્યાગાણ્યા આળતીયા મળતીયાઓની જ અહી હાજરી રહેલી હોવાનુ સામે આવ્યુ હતુ. હકીકતમાં તો આવી લોકસુનાવણી યોજાવવાની છેતે મામલે અસરગ્રસ્તો અને આસપાસના લોકોના વિશાળ હિતને ધ્યાને રાખી અને જે-તે પેઢીએ જાહેરાતો કરવાની હોય છે, વાહનો પણ ફેરવવાના હેાય છે, પેમ્પલેટ વિતરીત કરવાનાહોય છે જેથી કરીને કોઈને પણ પોતાની વાત, સમસ્યા કે ફરીયાદ રજુ કરવી હોય તો લોક સુનાવણીમાં હાજર રહી શકે.  પરતુ આ લોકસુનાવણીમાં તો લોકોનો જ છેદ ઉડાળી દીધો હોય તેમ કોઈ જ લોકો રજુઆત કરવા વાળા જ અહી ફરકયા ન હોય તેમ દર્શાય છે.  ખરેખર તો આ રીતની બ્લેકટ્રેપની લીઝ જેની મંજુર થતી હોય તેઓએ ઈએમપી પ્લાન લેવાના હોય છે. વાયુ પ્રદુષણને ડામવા માટે નિમયિત  પાણી છાટવુ, એરમોનીટરીંગ તથા જળ પ્રદુષણન થાય તેની બાહંધેરીઓ અને તે અનુસારના પ્લાન પણ અ લોકસુનાવણીમાં દર્શાવવાના હોય છે, કામદારો માટે સેપ્ટીક ટાંકી, પાણીની દેખરેખ, ગ્રીન બેલ્ડ  ડેવલપમેન્ટ કરવાનો હોય,  લીઝ વિસ્તાર એપ્રોચ રોડ,શાળાઓ વહીવટી ઈમારોત વગેરે આસપાસ વૃક્ષારોપણ કરવામા સહિતની કાળજીઓ રાખવાની તેઓની ભાવિ યોજનાઓ પણ લોક સુનાવણીમાં તમામની સામે સાર્વજનિક કરવાની થતી હોય છે. આ ઉપરાંત કામદારો માટે સમયાંતર આરોગય તપાસ અને શ્રમિકો માટે પ્રાથમિક સારવારની સુવિધા, મજુરો માટે સ્વચ્છતા સુવિધા, ખનીજ પરીવાહન અને સંચાલન રસ્તાઓ મરામત જાળવી પાણી છાંટવુ વાહનો અને મશીનરી જાળવની ઉપરાંત વન્યજીવ સરક્ષણ, વન્યજીવન મહત્વનુ જાગૃતી સાઈન બોર્ડ, માહીતી બોર્ડ પ્લાન આસપાસના લોકોને દર્શાવીને સબમીટ કરવાના થતા હોય છે. આ સુનાવણીમાં તો લોકો જ ન હતા તો પછી બ્લેકટ્રેપ લીઝનુ કામ રાખનારી પાર્ટીએ આ બધુ જ દેખાડયુ કોને..? હકીકતમાં આ બાબતે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધીકારીઓની ભુમિકા પણ અહી શંકામા જ આવી રહી છે. તેઓને પણ જે-તે પેઢી દ્વારા મોઢુ સીવી રાખવા પેટે ગજવા ગરમ કરી દીધા હોય તેવુ પણ ચર્ચાવા પામી રહ્યું છે.

લોકસુનાવણી યોજવાનો ઉદેશ્ય જ મરી ભાંગ્યો હોય તેમ છતા આવી હિયરીંગ ચાલુ રહે..! : આસપાસના લોકો-રહેવાસીઓને વિરોધ કરવો હોય, અથવા તો રજુઆત કરવી હોય તો કેવી રીતે કરે? લોકજાગૃતી લોકસુનાવણી પહેલા ફેલાવવાના નિયમો છે? શું આ બ્લેકટ્રેપ માઈનીંગવાળી પેઢીએ આવુ કંઈ જ નથી કર્યુ? આવી લોકસુનાવણી ખરેખર તો રદ જ કરવી ઘટે..!

Comments

COMMENT / REPLY FROM