K U T C H U D A Y
Trending News

પવનચક્કીની કંપનીએ સીએસઆર ફંડ માટે ઐડાના ગ્રામજનોેન...

Sunday, 13 April
સ્થાનિક સમાચાર

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાંથી બોલું છું તેમ કહી ભુજના સોની વેપારી પાસેથી ૧.૪૦ લાખ પડાવી લેવાયા

24 November



રજાક નામનો ચોર પકડાયો છે અને ચોરીમાં તમારૂં નામ ખુલ્યું હોવાનું કહી પતાવટ કરવા રૂપિયા મેળવ્યા


ભુજ : ‘અમદાવાદ એલસીબીમાંથી બોલું છું’ તેમ કહી ભુજના સોની વેપારી પાસેથી ૧.૪૦ લાખ પડાવી લેવાતા એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. મુળ મહારાષ્ટ્રના અને હાલે ડાંડા બજારમાં રહેતા અને કંસારા બજારમાં વેદાંત ટ્રેડીંગ નામનથી સોના-ચાંદીનો વેપાર કરતા બાબાસો વસંત પાટીલના જણાવ્યા પ્રમાણે ગત ૭ તારીખે અજાણ્યા મોબાઈલ નંબર ૮૧૪૧૯ ૮૯૯૩૦ પરથી ફોન આવ્યો અને સામાવાળાએ કહ્યું કે, હું ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદથી બોલું છું, અને તમે બાબુભાઈ બોલો છો. અહીં એક સોના -ચાંદીની ચોરીમાં રજાક નામનો ચોર પકડાયો છે અને તેણે જે સોના-ચાંદીની ચોરી કરી હતી, તે દાગીના તમે વેચાણથી લીધા છે. જો તમારે આ મેટરમાં નિકળવું હોય તો અત્યારે ૬૦ હજાર રૂપિયા ઓનલાઈન આપવા પડશે તેમ કહી વોટસઅપમાં સ્કેનર મોકલાવ્યું હતું. જેથી રપ હજાર ઓનલાઈન અને ૧પ બેંક મારફતે મળી ૪૦ હજાર આપ્યા હતા. બાદમાં બીજા દિવસે સવારે ફરી ફોન આવ્યો અને કહ્યું કે, એક લાખ હજુ આપવા પડશે નહીં તો તમારૂં નામ ચોરીના ગુનામાં ખોલી તમને પકડી જઈશું તેમ કહી ફરી સ્કેનર મોકલાવી એક લાખ માંગ્યા હતા. ફરિયાદીએ એક લાખ રૂપિયા જમા કરાવ્યા બાદમાં ફરી ફોન આવ્યો અને બીજા રૂપિયાની માંગણી કરાઈ હતી. જેથી મિત્રને વાત કરતા તેણે ઠગાઈ થયાનું જણાવતા ઓનલાઈન ૧૯૩૦ હેલ્પલાઈન પર ફરિયાદ લખાવી હતી, જે બાદ એ ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરાવાયો છે. પોલીસના નામે ૧.૪૦ લાખ પડાવી લેવાતા આ મુદ્દો બજાર વિસ્તારમાં પણ ચર્ચાના સ્થાને રહ્યો હતો.

 

Comments

COMMENT / REPLY FROM