K U T C H U D A Y
Trending News

અંજારની વાડા ગામની સીમમાં શિકાર કરવા નીકળેલા ૪ ઇસમ...

Sunday, 13 April
સ્થાનિક સમાચાર

કચ્છમાં ખાતરની અછત : કુદરતી કે, કૃત્રિમ ? ખેડુતો માટે કોઈક તો બોલો..! : કોઈના પેટનું પાણી પણ નથી હાલતુ?

20 November



શું ખેડુતો દેશના વોટર્સ-મતદારો નથી?  કેમ ભુલી જાવ છો ચૂંટણીઓ જયારે જયારે આવે છે ત્યારે ખેડુતોના વિકાસના નામે મોટા મોટા  વાયદા વચનો આપતા રહો છો, ખેડુતોની મદદના નામે મગરના આંસુઓ પણ કઈક વખત સારી ચૂકયા છો, ખેડુત દેશનો અન્નદાતા છે, કેમ ખાતર જેવી પ્રાથમિક જરૂરીાયતની વસ્તુઓ માટે તેઓને ટળવળવુ પડે છે? 

સાચા ખેડુતોને સરકારી યુરીયા સબસીડીવાળુ ખાતર મળતુ નથી અને ખાતરની કાળા બજારી કરનારાઓ બેફામ સબસીડીવાળા ખાતરનો કરી રહ્યા છે વેપલો..?


ગાંધીધામ : કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદી સરકાર અને ગુજરાતની ભુપેન્દ્રભાઈ પટેલ સરકાર તથા રાજયના કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના વિભાગ દ્વારા ખેડુતોના હિતાર્થે નીતનવા ભગીરથ પ્રયાસો યોજનાઓ સ્વરૂપે કરવામા આવી રહ્યા છે. ખેડુતોની મદદે સરકાર અને કૃષિ વિભાગ રહી શકે તે માટે તેઓ સતત ચિંતા સેવી રહ્યા છે તેવામાં બીજીતરફ કચ્છની જ વાત કરીએ તો વાવણીના સમયે જ ખેડુતો સરકારી ખાતર માટે ટળવળતા હેાય તેવી અવસ્થાનુ નિર્માણ થવા પામી ગયુ છે અને મજાની કહો કે ચિંતાની વાત કહો, પરંતુ ખેડુતોની બુરીવલ્લે થઈ રહી હોવા છતા પણ આ વિષય અંગે કોઈના પેટનું પાણી જ હાલતુ ન હોય તેમ બધાય એક યા બીજી રીતે મોઢું સીવીને જ બેસી ગયા છે. હાલમાં વાત વાવેતરની કરીએ તો ખેડુતો માટે રવિપાકની સિઝન ચાલી રહી છે. વાવેતરનો સમય છે એટલે સ્વાભાવીક રીતે જ ખેડુતોને ખાતરની તાતી જરૂરીયાત પડતી જ હોય. હવે બરાબર આવા સમયે જ કચ્છમાં ડીએપી કહો કે પછી યુરીયા બન્ને ખાતરોની અછતની સ્થિતી ઉભી થવા પામી ગઈ હોવાની બુમરાડ ઠેરઠેરથી ઉભી થવા પામી રહી છે. સરકારી સબસીડીવાળાુ ખાતર ખેડુતોને ઉપલબ્ધ થાય તે માટે સરકાર એડીચોટીનું જોર લગાવી રહી છે અથવા તો જાહેરમાં મંચ પરથી પણ આ ખાતર સરકાર ખડુડતોને સસ્તામાં અપાવી રહી હોવાના બણગાઓ પણ ફુકતા જોવાઈ રહ્યા છે પરંતુ નરી વાસ્તવિકતા કઈક બીજી જ દેખાય છે? આવુ કેમ છે? કચ્છમાં ખાતરની અછત પાછળ કયા પરીબળો કારણભુત છે? તત્રની વાત માનીએ તો કહેવાય છે કે, રશીયા વોર-ઈરાન-ઇઝરાયેલ સંઘર્ધ સહિતના વિષયો ભારતમાં ખાતરની આયાતને પ્રભાવિત કરી રહ્યા હોવાથી સાયકલ ખોરવાઈ છે અને ઘટ્ટ વર્તાઈ રહી છે. હવે જો આ વાતને એક ક્ષણ માટે પણ સાચી માની લેવામાં આવે તો બીજીતરફ દુર કયાંય જવાની જરૂર નથી પણ કચ્છમાંથી અંજારના લાખાપર સહિતના વિસ્તારોમાં તાજેતરમં જ અલગ અલગ કિસ્સાઓમાં સબસીડીવાળા ખાતરની કાળા બજારી થવા પામી હોવાનુ ખુદ જાગૃત લોકો અને ખેડુતોએ જ પકડી પાડીને જવાબદાર તંત્રનુ નાક વાઢી નાખ્યુ હતુ? અને આવુ શા માટે ન કહેવાય..! જો અછત ખાતરની વર્તાતી હોય તો એ ખેડુતો પુરતી જ સીમીત ન રહે બલ્કે આવા કળા બજારીઓને પણ લાગુ પડવી જોઈએ! પરંતુ ખેડુતો ખાતર મેળવવા કલાકો સુધી લાઈનોમાં ઉભા રહે છે, તડકામા કલાકો સુધી ઉભા ન રહી શકે તો ખુદના ચંપલો રાખી લાઈનમાં ઉભા હોવાની સ્થિતીમાં આવી રહ્યા છે, જયારે કે કાળા બજારીયાઓ આ ખાતરની બિનધાસ્ત હેરફેર કરી રહ્યા છે? આવુ કેવી રીતે બની શકે? અહી સોથી વધારે ચિંતાજનક વાત એ છે કે, કચ્છમાં ખાતર જેવી વસ્તુ માટે ખેડુતોની હાલત કફોડી થયેલી છે છતા પણ કોઈના પેટનુ પાણી હાલતુ જ નથી? ખેડુતોને પુરતા પ્રમાણમાં ખાતર વાવણીના સમયે મળે તે માટે ન તો કોઈ જ ઝભ્ભાલેંગાધારીઓ આગળ આવી રહ્યા છે કે ન તો જિલ્લા કિસાન સંઘ આ બાબતે કોઈ આક્રમણ સ્ટેન્ડ લેતુ જોવાઈ રહ્યુ છે?રજુઆતો ચોકકસથી કરવામા આવતી હશે પરંતુ ખેડુતોને થઈ રહેલા અન્યાય બાબતે રસ્તા પર ઉતરવુ, આંદોલન આદરવુ, કચ્છને ખાતરની ઘટ્ટ બાબતે ન્યાય મળે તે માટે જવાબદારોના કાન ખેંચવા સહિતના મામલે કચ્છમાં કોઈ જ હલચલ થતી ન દેખાતી હોવાથી જાણકારોને આ ચુપકીદી વધારે અકળાવનારી જ લાગી રહી છે.

Comments

COMMENT / REPLY FROM