K U T C H U D A Y
Trending News

ગાંધીધામમાં વધુ એક સ્પામાં ચાલતુ કુટણખાનું પકડાયું

Monday, 14 April
સ્થાનિક સમાચાર

લાખાપર પાસેના સબસીડાઇઝ યુરીયા ખાતર કાંડમાં નવા ખુલાસા  સેમ્પલ રીપોર્ટમાં યુરીયા જ ખુલ્યું : હવે દડો અંજાર પોલીસના દ્વારે...!

14 November



જાગૃત ખેડુતોએ શંકાસ્પદ ખાતર પકડયા બાદ જાણ કરતા અમારી અંજારની ટીમ સ્થળ પર ગઈ હતી, પંચનામુ કર્યુ હતુ, સેમ્પલ લઈ 
પૃથકરણ માટે જુનાગઢ મોકલાયા હતા, રીપોર્ટમાં આ ખાતર નીમકોટેડ યુરીયા જ હોવાનુ ખુલતા અંજાર પોલીસ મથકે એફઆરઆઈ દાખલ કરી દેવાઈ છે, આગળની કાર્યવાહી પોલીસ તબક્કેથી હાથ ધરવામાં આવી રહી છે : શ્રી પી.કે. પટેલ(નાયબ ખેતીવાડી નિયામકશ્રી-કચ્છ)



ગાંધીધામ : એકતરફ દેશ અને ગુજરાતભરમાં યુરીયા-સબસીડી વાળા ખાતરની અછત વર્તાવવા પામી રહી છે ત્યારે બીજીતરફ અમુક ભેજાબાજ તત્વો આ જ સરકારી ખાતરની બિનધાસ્તપણે ગેરકાયદેસર હેરફેર કરી રહ્યા હોવા સમાન ઘટનાઓ કચ્છમાં જ બની જવા પામી રહી છે. તાજેતરમાં જ પૂર્વ્‌ કચ્છમાં આવા કિસ્સાઓ સપાટી પર આવવા પામ્યા હતા જે પૈકીના એક એવા અંજારના લાખાપર પાસે પણ ખેડુતો અને જાગૃતવર્ગ દ્વારા આવો જ જથ્થો પકડી અને ખેતીવાડી વિભાગને સોપાયો હતો જેની ટેકનીકલ તપાસ આગળ ધપવા પામીરહી છે અને તે ખાતર પ્રકરણમાં કેટલાક નવા ખુલાસાઓ થવા પામી રહ્યા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. આ બાબતે અંજારના ખેતીવાડી અધીકારી દ્વારા જિલ્લા નાયબ ખેતીવાડી નિયામકશ્રીને લેખિતમાં પત્ર લખી અને એફઆરઆઈ દાખલ થવા સંદર્ભેની વિગતો રજુ કરેલી હતી. જે બાદ એફઆરઆઈ દાખલ કરવામાં આવી હોવાનુ સામે આવી રહ્યું છે. આ સમગ્ર ઘટનાક્રમની જો વાત માંડીએ તો  લાખાપર ગામ મધ્યે, લાખાપર ગ્રામ પંચાયત સામે, તા.૧૪/૧૦/૨૦૨૪ ના રોજ ગામના ખેડુતો/વ્યક્તિઓ દ્વારા મહીંદ્રા બોલેરો જીસ્ટ્રેશન નં. ૧ ૯ ૧ ૧૬૯૬ કે જેમાં કોઈપણ આધાર પુરાવા વગરના નીમ કોટેડ યુરિયા ની બેગ લોડ કરેલ ગાડી ને રોકી રાખેલ જે ખેતી અધિકારી, અંજાર દ્વારા સ્થળ પર પંચ રોજકામ કરી અને શંકાસ્પદ લાગતા અંજાર પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી અંજાર પોલીસ સાથે સદરહુ વાહનને ડ્રાઇવર અને ગાડીના માલીક સાથે અંજાર પોલીસ સ્ટેશન લઇ જવામાં આવેલ. જ્યા અંજાર પોલીસ સ્ટેશનના પરિસર મા સદરહુ ગાડી ખાલી કરી લોટ વાઇઝ જથ્થો જુદો  પાડેલ, જેમાં ૪૫ કીલો પેકીંગ વાળી જુદા જુદા લોટ વાળી કુલ નંગ- ૮૦ ગુણી ધ્યાને આવેલ જે જથ્થો અંજાર પોલીસ સ્ટેશન મા જમા કરાવી જાણવા જોગ ફરિયાદ નંબા/૦૧૩૦/૨૨૪ દાખલ કરવામાં આવી હતી.અને તે જથ્થામાંથી લોટ ખાતર (અકાર્બનિક, કાર્બનિક અથવા મિશ્ર) (નિયંત્રણ) હુકમ ૧૯૮૫ ની જોગવાઇ અનુસાર નીમ કોટેડ યુરિયા ના નમુના કુલ નંગ-૮ લેવામાં આવેલ તથા રોજકામ કરવામાં આવેલ. અને નમુના ચાસણી અર્થે ખાતર ચકાસણી પ્રયોગશાળા, જુનાગઢ ને મોકલી આપવામાં આવેલ જેના પૃથક્કરણ અહેવાલ મુજબ સદર નમુના નીમ કોટેડ યુરીયા  (૪૬% ) નાં ધારાધોરણ મુજબનું હોવાનું જાહેર થયેલ. જે જોતા સદરહુ ગુણીઓ ખેતી કામમાં વપરાશમાં લેવાતી નીમ કોટેડ યુરીયા (૪૬૪ દ્ગ) ખાતરની હોવાનું ફલિત થયેલ. સદરહુ વિગતો જોતા પ્રાથમિક દ્રષ્ટીએ લાગી રહેલ હોય કે સબસીડી વાળા ખાતર નીમ કોટેડ યુરીયા ખેતીમાં વપરાશ શિવાયના અન્ય કામ અર્થે ઉપયોગમાં લેતા હોવાની શંકાને આધારે આરોપી (૧) તરસંગજી જીવણજી રણાવાડિયા, ઉંમર વર્ષ-૨૪, રહે. મુળ- તાતીયાણા, તા સિહોરી-કાંકરેજ, બનાસકાંઠા, લે- રોટરી ક્લબ રેલ્વે સ્ટેશન પાસે, નવી ભચાઉ વાળા (૨) ચન્દ્રેશ પ્રભુલાલ ઠક્કર, ઉંમર વર્ષ-૨૪, રહે. ભવાનીપુર શેરી નંબર-૧૧ ભચાઉ વાળા તથા દ્વારા કોઈ પણ આધાર પુરાવા વગરનું સબસીડી વાળુ રાસાયણિક ખાતર નીમ કોટેડ યુરિયાનો વપરાશ ખેતી કામના બદલે અન્ય વપરાશ કામે ઉપયોગ કરેલ હોવાની શંકા હોઈ ધી ફર્ટીલાઇઝર (ઇનઓર્ગેનિક, ઓર્ગેનિક ઓર મીલ્ડ) (કંટ્રોલ) ઓર્ડર-૧૯૮૫ના ખંડ-૨૫(૧) તથા આવશ્યક ચીજવસ્તુ ધારો - ૧૯૫૫ની કલમ ૩નો ભંગ થવાથી તેજ કાયદાની ક્લમ ૭(૧)(૨) હેઠળની શિક્ષાને પાત્ર ગુનો કરેલ હોવાનુ માનવાને કારણ છે. આમ ઉપરોક્ત કાયદાઓના ભંગ બદલ તથા તપાસ માં ખુલે તે કોઈ કાયદાની જોગવાઈઓનાં ભંગ બદલ કસુરવાર ઇસમો તેમજ તપાસમાં ખુલે તે વિગેરે અન્ય ઇસમો/વ્યક્તિઓ/પેઢીઓની પ્રત્યક્ષ કે પરોક્ષ સંડોવણી સામેલ હોય તે તમામની વિરુધ ધોરણસરની તપાસ અને સખ્ત કાર્યવાહી કરવા અંજાર પોલીસ સ્ટેશન ખાતે એફ.આઈ.આર. દાખલ કરવામાં આવેલ છે. આ પ્રકારના  અંજાર ખેતીવાડી અધિકારીએ કરેલ કાર્યવાહી સંદર્ભે જિલ્લા ખેતીવાડી નાયબ નિયામક શ્રી પટેલને પુછતા તેઓએ ક્હયુ હતુ કે, લાખાપર પાસે જાગૃત વર્ગ દ્વારા પકડવામા આવેલા ખાતરના રીપોર્ટસ આવી જતા અને તે સરકારી નીમકોટેડ યુરીયા ખાતર જ હોવાનુ ખુલતા ખેતી વાડી વીભાગ દ્વારા અંજાર પોલીસ મથકે ફરીયાદ આપી દેવામા આવી છે અને હવે આગળની કાર્યવાહી અંજાર પોલીસ મથક તબક્કસથી હાથ ધરવામાં આવી રહી હોવાનુ તેઓએ જણાવ્યુ હતુ. હવે જો આ કેસમાં પોલીસ તબક્કે કડક અને તટસ્થ તપાસ હાથ ધરવામા આવશે તો અનેકઘણા નવા ખુલાસાઓ હજુ આ કેસમાં થવા પામી શકે તેમ જાણકારો માની રહ્યા છે. 


...................



સવાલ સવામણના.! : પોલીસ કેમ ન કરે ઉંડી તટસ્થ તપાસ ?


• નીમકોટેડ યુરીયા કયાથી ભરવામાં આવેલ છે? 
• નીમકોટેડ યુરીયા કયા સ્થળે જઈ રહ્યુ હતુ? 
• સબસીડાઈઝ યુરીયા કયા કામ પેટે ઉપયોગ કરવા લઈ જવાતુ હતુ? 
•પકડાયેલા શખ્સોએ આ રીતે પહેલી વખત જ સરકારી યુરીયા સગેવગે કર્યુ કે અગાઉ પણ કરી ચૂકયા છે? 
• ભચાઉ પાસેથી જે ફાર્મમાંથી ખાતર ભરાયુ તે કોની માલીકીનું છે? ત્યાંથી અન્ય કેટકેટલાઓને આ રીતે 
સબસીડીવાળા ખાતર વિતરણ માટે આપવામાં આવ્યા?
• ભચાઉના તે ફાર્મમાં સરકારી સબસીડીવાળુ ખાતર લવાયુ કયાંથી?

Comments

COMMENT / REPLY FROM