K U T C H U D A Y
Trending News

બિદડા સર્વોદય ટ્રસ્ટ ખાતે ત્રાંસી આંંખનો સારવાર કે...

Tuesday, 15 April
સ્થાનિક સમાચાર

કાનમેરમાં આઠ મંદિરમા ચોરીથી ભવિકોમાં રોષ, આરોપી હાથવેંતમાં

12 November



રાપર : તાલુકામાં અસામાજિક તત્વોને જાણે કાયદાનો કોઈ ડર ન હોય તેમ પ્રતિદિન એક બાદ એક ચોરી, હત્યા અને મારમારી જેવી ગંભીર ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. ચાલુ સપ્તાહે જ રાપરના ચિત્રોડ અને જેઠાસરી ગામે ૧૧ દેવ મંદિરમાંથી રૂા. ૯૭ હજારની ચોરીની ઘટનાનો ભેદ વણ ઉકેલ્યો છે, ત્યાં હવે ગાગોદર પોલીસ મથક હેઠળના કાનમેર ગામે જુદા જુદા ૮ મંદિરોમાં મૂર્તિ ઉપર ચડાવેલા ચાંદીના ઘરેણાં, દાનપેટીની રકમ ચોરી જવાઈ છે. ગત રાત્રિ દરમિયાન બનેલી ઘટના બાદ ગાગોદર પોલીસ વહેલી સવારથી જ ઘટના સ્થળે દોડી જઇ ચોરી અંગેનું પગેરૂ શોધવા મથામણ કરી રહી છે.આ અંગે ગાગોદર પીએસઆઇ વી.એ. સેંગલનો સંપર્ક કરતા તેમણે ચોરીની ઘટના અંગે તપાસ ચાલુમાં હોવાનું જણાવ્યું હતું. કાનમેર ચોરી બાબતે એક આરોપીને પકડી લેવામાં આવ્યો હોવાની વાત અંગે તેમણે આરોપી હાથવેંતમાં હોવાનું અને તપાસ બાદ વિગતવાર તમામ ઘટનાક્રમ જણાવવાનું કહ્યું હતું. દરમિયાન ગામના અલગ અલગ કુલ આઠ દેવસ્થાનોમાં રાત્રિના ૧થી ૨ વાગ્યા દરમિયાન ચોરી કરી જવામાં આવી હોવાનું પીઆઈ સેગલે કહ્યું હતું.
------

Comments

COMMENT / REPLY FROM