K U T C H U D A Y
Trending News

બિદડા સર્વોદય ટ્રસ્ટ ખાતે ત્રાંસી આંંખનો સારવાર કે...

Tuesday, 15 April
સ્થાનિક સમાચાર

- તો લખપત પટ્ટામાં કરોડોના ખનીજ કૌભાંડનો થાય પર્દાફાશ.!

08 November



ઔદ્યોગીક એકમો-પવનચક્કીવાળાઓના મોટા રોયલ્ટી ચોરી કાંડનો પણ થાય ખુલાસો : મોડી રાતે લખપત પટ્ટાની નદી, તથા અમુક સીમાડાઓમાં બની બેઠેલા અમુક ઠેકેદારો દ્વારા ચોરાઉ ખનીજના ડમ્પરોની થાય છે મોટી હેરફેર


સ્થાનિક પોલીસ તંત્રના આંખે પાટા કે પછી ભ્રષ્ટ આંખ મિચામાણા? ખાણ ખનિજ વિભાગ પણ આંખ આડા કાન કરી રહ્યું છે કે શું? મોટી મોટી બારોબાર જ ખનીજ-બ્લેકટ્રેપ-માટી ઉપાડવામાં આવતી હોવાની વધતી ફરીયાદ


ફરીયાદ મળી છે, અમે સતર્ક છીએ, ખનીજચોરીની ગેરપ્રવૃતીને ડામવા અમારી ટીમ એલર્ટમોડ પર જ છે : શ્રી બારીયા (ભુસ્તર શાસ્ત્રી પશ્ચિમ કચ્છ ખાણ ખનિજ વિભાગ)


પશ્ચિમ કચ્છના નવા એસપી આ ખનીજ કૌભાંડની તપાસ કરાવે તો કેટલાના પગ નીચે રેલો આવે



ગાંધીધામ : રણ-દરીયો અને ડુંગરની ત્રિવિધ સોંદર્યતા ધરાવતા કચ્છ જિલ્લાના પેટાળમાં ખનીજનો પણ મોટો ખજાનો ધરબાયેલો છે. આ ખનીજમાંથી રાજય સરકારને જે આવક થવી જાઈએ તેનાથી તો ૧૦૦ ઘણી રોયલ્ટી ચોરી આચરવામાં આવતી હોવા સમાન ઘટનાક્રમો સતત સામે આવતા જ રહેતા હોય છે. કચ્છમાં પૂર્વથી લઈ અને પશ્ચીમ પટ્ટા સુધીના પેટાળમાં વિવિધ ખનીજો મોટી માત્રામાં ધરબાયેલા છે. આ ખનીજનું ગેરકાયદેસર ખનન તથા હેરફેર અને રોયલ્ટી કૌભાંડ ધમધમાવતી પણ એક ચોકકસ સિન્ડીકેટ અહીં સક્રીય બની જવા પામી ગઈ હોય તેમ ફરીયાદો અને ઘટનાક્રમો સામે આવતા રહે છે. દરમ્યાન જ અંતરંગ વર્તુળોમાંથી મળતી માહિતી અનુસાર કચ્છના છેવાડાના સરહદી લખપત તાલુકામાં પણ નદીઓ અને અમુક ગામોના સીમાડાઓમાં મોડી રાતથી વહેલી પરોઢ સુધીમાં મોટા પ્રમાણમાં ખનીજચોરીને અંજામ આપવામાં આવી રહ્યો હોવાનું ચર્ચાય છે. કહેવાય છે કે, અહીંથી રેતી અને બ્લેકટ્રેપની મોટાપાયે ચોરીઓ કરવામાં આવી રહી છે. આ ખનીજચોરીને અટકાવવાની કાર્યવાહી જે તંત્રોની છે તેઓને સ્થળ પર ખનીજ ગેરકાયદેસર હોય તેની ચોકકસ બાતમીની ઈંતેજારી હોય તેમ સીધું કે પરોક્ષ રીતે ખનીજચોરોને મોકળું મેદાન આપવામાં આવી રહ્યુું હોવાનો ગંભીર વર્તારો જોવાઈ રહ્યો છે. જેના પગલે સરકારની તિજોરીને કરોડોનો આર્થિક ફટકો પહોચી રહ્યો છે. તો બીજીતરફ ચીભડ ખનીજચોર તત્વો પણ શિરજોર અને માફીયાઓ બની રહ્યા હોવાની સ્થિતિ ઉદભવતી જોવાઈ રહી છે. લખપત પટ્ટામાં ચાલી રહેલી વિવિધ સીમાડાઓની ખનીજચોરી જાણે  કે, અહીંના અધિકારીઓને કામના બોજ અને ભારણના લીધે ધ્યાને જ આવતી ન હોય તેમ સમ ખાવા પુરતી પણ કાર્યવાહી કરવામાં આવતી જ નથી. રાત પડે અને અહીંથી મોટા પ્રમાણમાં ખનીજ કાઢી અને અહીંના જ ઔદ્યોગીક એકમોમાં બારોબાર સપ્લાય કરવામાં આવતો હોવાનો સિનારીયો ખડો થાય છે. જો હાલમાં પણ અહી માપણી કરવા માટે ખાણખનિજ  સહિતના વિભાગો ઉતરી પડે તો પણ અહીથી કરોડોનો ખનીજ ગેરકાયદેસર રીતે જ ઉસેડાઈ ગયો હોવાનું પણ બહાર આવવા પામી શકે તેમ મનાય છે. બીજીતરફ આ બાબતે પશ્ચીમ  ખાણખનિજ વિભાગના ભુસ્તરશાસ્ત્રી શ્રી બારીયાનો સંપર્ક સાધતા તેઓએ કહ્યું હતું કે, ફરીયાદ આવી છે, અમે સતર્ક છીએ , આ પ્રકારની કોઈ ગેરપ્રવૃતીને ચલાવી નહી લેવાય અને ખનીજચોરો સામે કાર્યવાહી કરવાની ખાતરી ઉચ્ચારાઈ હતી.

..........




અમુક રોડ-રસ્તાના ઠેકેદાર, પવનચકકીવાળાઓમાં ફલાઈંગ સ્કવોર્ડ ત્રાટકે તો ઘણું બહાર આવશે..!



ગાંધીધામ : લખપત પટ્ટામાં વર્તમાન સમયે ઔદ્યોગીક એકમો, પવનચક્કીઓ તથા રોડ રસ્તાના પણ કામો ધમધમી રહ્યા છે. જેમાં રેતી-બ્લેકટ્રેપ જેવા ખનીજની વિપુલ પ્રમાણમાં જરૂરીયાત સર્જાયેલી છે. હાલમાં પણ જે ખનીજચોરીઓ આચરવામાં આવી રહી છે તેમાં પણ અમુક રોડ રસ્તાના ઠેકેદારો તથા અમુક પવનચક્કીના કામવાળા કોન્ટ્રાકટરો પર ફલાઈંગ સ્કવોર્ડ ત્રાટકવાની જરૂર છે, તો અહીંથી મોટો રોયલ્ટીચોરીનો દલ્લો હાથ લાગી શકે તેમ જાણકારો માની રહ્યા છે. 


.........


ખનીજચોરીમાં ખાખીના કયા પૂર્વ જમાદાર-ખાણખનિજના ભ્રષ્ટ તત્ત્વની છે ભાગબટાઈ?



ગાંધીધામ : ખનીજચોરીની ઘટનાને અંજામ આપવો એ કોઈ ગણતરીની મીનીટોનું કામ નથી તેના માટે મોટાપ્રમાણમાં વાહનોનો ધમધમાટ રહેતો હોય છે અને માનવશ્રમ પણ એટલો જ મોટા પ્રમાણમાં જોઈતો હોય છે એટલે કરોડોની ખનીજચોરીને અંજામ અપાતો હોય અને તેની ગંધ સ્થાનીક પોલીસ કે ખાખીધારી કે ખનીજ વિભાગને ન આવી શકે તેવું બની જ ન શકે. તે તો એકને એક બે જેવી વાત છે. લખપત પટ્ટામાં પણ જે રીતે ખનીજ ચોરીની ઘટનાનેે અંજામ અપાઈ રહ્યો છે તેમાં પણ ખાખીના પૂર્વ જમાદાર તથા ખનીજ વિભાગના પલળેલા તત્વોની મીલીભગતને લઈને પણ ચર્ચાઓ થવા પામી રહી છે. આ અંગે જો તપાસ કરવામા આવશે તો પણ ઘણા મોટા ખુલાસા થવા પામી શકે તેમ મનાય છે.


.........


- તો સ્થાનિક પોલીસના જવાબદારો કેમ રહી જાય છે અંધારામાં?



ગાંધીધામ :  લખપત પટ્ટામાં મોડી રાતથી વહેલી પરોઢ સુધી અમુક સીમાડાઓમાં જે ખનિજ ચોરીને અંજામ અપાઈ રહ્યો છે તેમાં કહેવાય છે કે, બ્લાસ્ટિંગ કરી અને અહીંથી બ્લેકટ્રેપ ઉપાડવામાં આવી રહી છે.  જો આમ હોય તો પછી નજીકના પોલીસ મથક અને નજીકના આ મથકના અધિકારીઓ આ વિષય પર શું પગલા લઈ રહ્યા છે? નથી લીધા તો કયા કારણોસર? તેઓ આવા ધડાકાઓ સાંભળ્યા બાદ પણ ગેરકાયદેસર ખનીજની સામે લાલઆંખ કેમ નથી કરતા?
.........



 

Comments

COMMENT / REPLY FROM