K U T C H U D A Y
Trending News

અંજારની વાડા ગામની સીમમાં શિકાર કરવા નીકળેલા ૪ ઇસમ...

Saturday, 12 April
સ્થાનિક સમાચાર

પૂર્વ કચ્છ પોલીસ વડાએ નેત્રમની લીધી સરપ્રાઈઝ વિઝીટ

05 November



ગાંધીધામ : પૂર્વ કચ્છ પોલીસવડા સાગર બાગમારે આજે ગાંધીધામ એસપી કચેરીના કમ્પાઉન્ડમાં આવેલીના જિલ્લાના કમાન્ડ કંટ્રોલરૂમ (નેત્રમ) ની સરપ્રાઇઝ મુલાકાત લેવામાં આવી હતી . જેમાં જનતાને ટ્રાફિક લીધે પરેશાની ન થાય અને ટ્રાફિક નિયમનમાં સુધારો થાય તે માટે આદિપુર, ગાંધીધામ શહેર, તેમજ ટાગોર રોડ તેમજ અન્ય જગ્યાઓ ઉપર લગાડવામાં આવેલ સી.સી.ટી.વી. કેમેરા દ્વારા ટ્રાફિક નિયમનની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ટ્રાફિક પોઇન્ટ ઉપર પોલીસ અધિકારી અને કર્મચારીઓ તથા તેમની મદદમાં ટ્રાફિક બ્રીગેડની હાજરી ચેક કરાઈ હતી. હવેથી ‘નેત્રમ’ દ્વારા નિયમિત રીતે ટ્રાફિક પોઇન્ટ ઉપર મોનીટરીંગ કરવામાં આવશે. જે અધિકારી - કર્મચારીઓ સારી કામગીરી કરશે તેમને પ્રોત્સાહન કરવામાં આવશે અને ટ્રાફિક નિયમનની કામગીરીમાં બેદરકારી રાખશે તેમની વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. વિઝીટ એસપીની સાથે નેત્રમ પીએસઆઇ જે.જી. રાજે ઉપસ્થિત રહીને માહિતી આપી હતી.
-------

Comments

COMMENT / REPLY FROM