K U T C H U D A Y
Trending News

બિદડા સર્વોદય ટ્રસ્ટ ખાતે ત્રાંસી આંંખનો સારવાર કે...

Tuesday, 15 April
સ્થાનિક સમાચાર

ખાવડામાં કન્યા શાળાની બાજુમાં આવેલી દુકાનોમાં રાત્રે આગ લાગતા દોડધામ

25 October



ભુજ : તાલુકાના ખાવડા ગામે ત્રણ રસ્તા ઉપર આવેલી રપ દુકાનો પૈકી ત્રણ દુકાનોમાં મધરાત્રે આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. 
આ અંગે મળતી વિગતો મુજબ ખાવડા ગામે આવેલ ત્રણ રસ્તા ઉપર કન્યા શાળાની બાજુમાં દબાણવાળી રપ દુકાનો આવેલી છે. જે દુકાનોમાં ખાણીપીણી, નાસતા, હોટલ છે. આજે રાત્રેના મધ્યરાત્રીના ૩ઃ૩૦ વાગ્યાની આસપાસ ત્રણ દુકાનોમાં આગ લાગવાના કારણે દુકાનોમાં રહેલ માલ સમાન સહિત બળીને ભસ્મિભૂત થઈ ગયો હતો. જો કે, આગ લાગવા પાછળ હાલ તો શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક તારણ છે.  આગ લાગ્યાની જાણ થતાં આસપાસના રહેવાસીઓ અને દુકાન માલિકો આવી પહોંચ્યા હતા અને આગને કાબૂમાં લીધી હતી. આગમાં કોઈ જાનહાની થઈ ન હતી, પરંતુ દુકાનમાં રહેલ કોઈ માલ સમાન બચ્યો નથી જેના કારણે નુકશાન થયું છે.
ઉલ્લેખનીય છે કે, આગનો બનાવ રાત્રે બન્યો હતો જો દિવસે બન્યો હોત તો જાનહાની થઈ હોત કારણ કે, બનાવ સ્થળથી પાંચ ફુટના અંતરે કન્યા શાળા આવેલી છે અને ગેટની બાજુમાં નાસ્તાની લારી આવેલી છે. ત્યાં લારીઓ પર ગેસના બાટલાનો ઉપયોગ કરાય છે. જો આગ ફેલાય તો મોટી જાનહાનીને આમંત્રણ આપવા જેવી વાત છે. શાળાની આજુબાજુમાં કોઈ હોટલ કે, નાસ્તાવાળા ઉભે અથવા સામે ન હોય તેની કાળજી પ્રશાસનને લેવી જોઈએ તેવુ લોકો જણાવી રહ્યા છે. આગના બનાવથી ભણતી વિદ્યાર્થિનીઓના વાલીઓ ચિંતામાં મુકાયા છે. વહેલી તકે દબાણ હટાવની કામગીરી કરી આજુબાજુમાં આવેલી નાસ્તા, હોટલવાળાને હટાવવામાં આવે તેવી માંગ વાલીઓ કરી રહ્યા છે. 

 

Comments

COMMENT / REPLY FROM