K U T C H U D A Y
Trending News

અંજારની વાડા ગામની સીમમાં શિકાર કરવા નીકળેલા ૪ ઇસમ...

Sunday, 13 April
સ્થાનિક સમાચાર

તહેવારો પૂર્વે બુટલેઘરો ગેલમાં  : ખાખીનો હપ્તારાજ : કચ્છવ્યાપી દારૂ નેટવર્ક બેફામ : ભ્રષ્ટ સિન્ડીકેટને તોડો

24 October

ધીરે..ધીરે..બોલ કોઈ સુનના લે..સુનના..લે..!




દિપાવલી પહેલા મદીરા પ્યાસીઓની પ્યાસ બૂઝાવવા મોટા મોટા બુટલેગરોએ કરી લીધી તૈયારી : કેટલાક કિસ્સાઓમાં તો અમુક ભ્રષ્ટ ખાખીધારીઓના વાહનો દારૂ ભરેલા મોટા વાહનોનું પેટ્રોલીંગ કરવાની પેરવીમાં



ભુજ : દિવાળીના તહેવારો નજીક આવી પહોંચ્યા છે ત્યારે વર્ષના સૌથી મોટા તહેવારોની ઉજવણીનો આગોતરો ઉત્સાહ કચ્છીજનોમાં જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ તહેવારો ટાંકણે પ્યાસીઓની માંગને સંતોષવા જિલ્લાના બુટલેગરો પણ સક્રિય થઈ ગયા છે. વર્ષમાં વિવિધ તહેવારો દરમ્યાન દારૂનું દુષણ વધતું હોય છે. ખાસ કરીને દિવાળીથી માંડી ઠેઠે નાતાલ અને અંગ્રેજી નવા વર્ષના તહેવારોમાં દારૂની નદીઓ વહેતી હોય છે. સરહદી જિલ્લામાં અન્ય રાજ્યમાંથી દર વર્ષે કરોડોનો દેશ-વિદેશી દારૂ ઠલવાય છે. જિલ્લાના મોટા બુટલેગરો તહેવારો પૂર્વે જ મોટો સ્ટોક એકત્ર કરી લેતા હોય છે. જાણકારો એમ પણ જણાવે છે કે, ક્યાંક ક્યાંક તો દારૂની ગાડીની  પેટ્રોલીગ પોલીસ તંત્રના અમુક ભ્રષ્ટ તત્વો કરતા હોય છે, આવા ભ્રષ્ટ તત્વોના કારણે કચ્છના પુર્વ અને પશ્ચિમ દારૂ ખુલેઆમ મળી રહ્યો છે.દર વર્ષે તહેવારો દરમ્યાન પોલીસ પણ દારૂની હેરફેર અને વેચાણ પર વોચ રાખવા પેટ્રોલીંગ જેવી કામગીરીને વધારી દેતી હોય છે. તહેવારો પૂર્વે અમુક જગ્યાએથી દારૂના જથ્થા પકડાય પણ છે, પરંતુ જિલ્લામાં દારૂનો ધમધમતો કારોબાર ભ્રષ્ટ પોલીસ અધિકારીઓની સાંઠગાંઠ વગર શક્ય નથી તેવું જાણકારો જણાવી રહ્યા છે. કચ્છમાં તહેવારો દરમ્યાન જે દારૂ પકડાય છે તેમાં આ દારૂ અન્ય રાજ્યમાંથી કઈ રીતે લઈ આવવામાં આવ્યો ? બોન્ડેડ વેરહાઉસમાંથી આવ્યો છે કે સીધો દારૂની ફેક્ટરીમાંથી લાવવામાં આવ્યો છે ? જે-તે સ્થળેથી દારૂનો ભોટો જથ્થો કાઢી આપનાર ટોળકી કોણ છે ? અને ચેકપોસ્ટ પરથી કઈ રીતે સળસળાટ દારૂ નીકળી ગયો હતો તેની વિગતો ભાગ્યે જ બહાર આવતી હોય છે અને આવી ટોળકીના સભ્યો પણ એકલ-દોકલ કિસ્સામાં જ પકડાતા હોય છે. રાજ્ય સરકારે રાજ્ય બહારથી સપ્લાય થતાં દારૂની ચેઈનને તોડવા આદેશ કર્યા બાદ થોડા સમય અગાઉ સિન્ડીકેટનું પગેરૂં દબાવવા પોલીસ ઠેઠ રાજસ્થાન સુધી પહોંચી હતી, પરંતુ છેલ્લા થોડા સમયથી આવું કાંંઈ જ થતું ન હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ રાજ્યના સીમાડે સરહદને અડીને આવેલા કચ્છમાં દર વર્ષે કરોડોનો અંગ્રેજી દારૂ પકડાય છે. મોટી માત્રામાં દારૂ પકડાય છે ત્યારે ન પકડાતા દારૂનો આંકડો કેટલો મોટો હશે તેવો સવાલ ઉઠે છે. દર વર્ષે તહેવારો દરમ્યાન દારૂના દૈત્યને નાથવા પોલીસ દારૂની હેરફેર અને વેચાણ પર સઘન વોચ રાખે છે. તહેવારો પૂર્વે કેટલાક સ્થળોએથી દારૂ પકડાય છે ત્યારે મોટા ભાગે દારૂ મંગાવનાર અને લઈ આવનારના નામ જ ઉજાગર થતાં હોય છે, પણ આ દારૂ ક્યાંથી અને કઈ રીતે પહોંચ્યો તેની પાછળ સક્રિય સિન્ડીકેટની વિગતો બહાર આવતી નથી. કચ્છમાં દારૂની બદીને જો સંપૂર્ણપણે નાબુદ કરવી હશે તો આ ચેઈનને તોડવી આવશ્યક રહેશે તેવો મત જાણકારો વ્યક્ત કરી રહ્યા છે.રાજ્ય બહારથી આવેલો દારૂ જ્યારે પોલીસ પકડે છે ત્યારે દારૂની બોટલ પર તેની બ્રાન્ડ, જથ્થા સાથે કંપનીનું નામ, માર્કેટીંગ એજન્સી, બેચ નંબર સહિતની વિગતો અંકિત થયેલી હોય છે તેમ છતાં અન્ય રાજ્યમાંથી કચ્છમાં દારૂ કોણ મોકલાવે છે તે મોટા ભાગના કિસ્સાઓમાં બહાર આવતું નથી. કંપનીમાંથી કે બોન્ડેડ વેરહાઉસ, જથ્થાબંધ દુકાન કે લિકર શોપમાંથી માલ આવ્યો તેની વિગતો ક્યારેય બહાર આવતી નથી. જે રાજ્યમાંથી દારૂબંધી નથી તેવા રાજ્યોમાં પણ વેરહાઉસ કે ડિસ્ટિલ્ડ જગ્યાએથી અન્યત્ર માલ લઈ જવાના પણ ચોક્કસ નીતિ-નિયમો હોય છે. કચ્છમાં પકડાયેલા અંગ્રેજી શરાબના મોટા ભાગના કેસોમાં અન્ય રાજ્યોમાંથી માલ મોકલનારના નામો બહાર આવતા નથી. જો દારૂની બદીને નાથવી હશે તો માત્ર બુટલેગરો કે દારૂની હેરફેર કરનારને પકડવાથી કશું ઉપજશે નહી. દારૂના દૈત્યને નાથવા સિન્ડીકેટ તોડવી જ પડશે તેવું જાણકારો કહી રહ્યા છે.


...............


ઈંગ્લીશદારૂનો કચ્છ બની રહ્યો છે હબ


સૌરાષ્ટ્રભરમાં દારૂ ઠાલવવા કચ્છ બની ગયું છે કેન્દ્ર : જામનગર-સુરેન્દ્રનગર સુધી કચ્છથઈને દારૂ પહોચતો હોવાની ચર્ચા : બનાસકાંંઠાથીવાયા કચ્છ થઈને પહોચતા દારૂને રોકવાની કોઈને ફુરસદ જ નથી : બનાસકાંઠાથી કચ્છમાં કેનાલની વાંટે વાટે નાના-યુટીલીટી વાહનોમાં મોટા પ્રમાણમાં દારૂની ખેપ હવે ગાપટા સ્વરૂપે ચાલતી હોવાની છે ચર્ચા



ગાંધીધામ : ભારતીય બનાવટના ઈંગ્લીશદારૂની હેરફેરમાં કયાંક ને કયાંક કચ્છ હાલમાં એપીસેન્ટર બની ગયુ હોય તેવી ચર્ચા સામે આવવા પામી રહી છેી. આ બાબતે મળતી વધુ વિગતો અનુસાર કચ્છ ઈંગ્લીશદારૂની હેરાફેરી માટે હબ બની રહ્યો છે. કચ્છથી સૌરાષ્ટટ્રભરમાં થતા જામનગર અને સુરેન્દ્રનગર સુધીમાં દારૂ પહોચી રહ્યો હોવાનુ મનાય છે. એટલુ માત્ર જ નહી પણ  રાજસ્થાન થઈ અને બનાસકાંઠા થઈ કચ્છમાં નર્મદા કેનાલની વાટે વાટે નાના વાહનો મારફતે રોજ બરોજ દૈનિક મેાટી માત્રામાં દારૂ ઠલવાઈ રહયો હોવાનુ ચર્ચાય છે.કેમ આ લીંક તોડવાની કોઈને ફુરસદ નથી.


રાજસ્થાનના કુખ્યાત બુટલેગર અખેરાજનો દારૂ વાયા બનાસકાંઠા થઈ કેનાલના માર્ગે વાગડથી કચ્છભરમાં સપ્લાય થતો હોવાની ચર્ચા : વાગડ પટ્ટામાં  ખાખીનામુખ્ય શાખાના વહીવટદારોને કેમ કેનાલવાટે આવી રહેલા દારૂની હજુ સુધી ગંધ નથી આવતી? યુટીલીટી જેવા નાના વાહનોમાં કેનાલની વાટે વાટે વાગડથી કચ્છમાં દારૂ ઠલવાઈ રહ્યો હોવાની છે ચર્ચાચ

 

Comments

COMMENT / REPLY FROM