K U T C H U D A Y
Trending News

અંજારની વાડા ગામની સીમમાં શિકાર કરવા નીકળેલા ૪ ઇસમ...

Sunday, 13 April
સ્થાનિક સમાચાર

માતાના ઉદરમાં જ આઠ માસના ગર્ભસ્થ બાળકના મૃત્યુ બાદ નાજુક હાલતમાં મુકાયેલી મહિલાને અપાયું જીવતદાન

23 October


જી. કે.  જનરલ અદાણી હોસ્પિટલના ગાયનેક વિભાગે મંગવાણા ગામની મહિલાને આપી તાત્કાલિક સારવાર

ભુજ : જી.કે. જનરલ અદાણી હોસ્પિટલમાં ગાયનેક વિભાગે નખત્રાણા તાલુકાના મંગવાણા ગામની ૩૫ વર્ષની મહિલાના ગર્ભમાં આઠ માસના બાળકનું મૃત્યુ થયેલી નાજુક  હાલતમાં અત્રે આવતા તેનું સફળતાપૂર્વક સિઝેરિયન તેમજ વેન્ટિલેટર જેવી આનુસંગિક સારવાર આપી  જીવતદાન આપવામાં આવ્યું હતું. હોસ્પિટલના સ્ત્રીરોગ વિભાગના તબીબ ડો. ખુશ્બુ પટવા અને ડો. હેના મોદીની ટીમે મંગવાણા ગામની મહિલા ઉમાબેન સુરેશભાઈ રોસિયાના સફળ ઓપરેશન કર્યા બાદ કહ્યું કે, ગર્ભસ્થ માતા અત્રે આવી ત્યારે તેના ઉદરમાં રહેલા આઠ માસના બાળકનું મૃત્યુ થઈ ગયું હતું. આવી સ્થિતિમાં તેની હાલત નાજુક બની ગઈ હતી. પ્લેટલેટ ઘટી ગયા હતા.બી.પી. વધી ગયું હતું. એટલી હદે સ્થિતિ કથળી ગઈ હતી કે તેને હેલ્પ સિન્ડ્રોમ એટલે કે શરીરના મહત્વના લીવર કિડની જેવા અંગ શિથિલ થઈ ગયા જેવી સ્થિતિ ઊભી થઈ હતી.. વળી મૃત બાળકનું મૃત્યુ થયું હોવાથી  સિઝેરિયનથી બહાર લાવવું આવશ્યક હતું.જી.કે.ના ગાયનેક વિભાગના સ્ત્રીરોગ નિષ્ણાત ડો. ચાર્મી પાવાણીના માર્ગદર્શન હેઠળ  સિઝેરિયન અને સારવાર શરૂ કરવામાં આવી હતી. સિઝેરિયન બાદ પણ મહિલા ની સ્થિતિ તે જ રાત્રે ૨ વાગે કથળવાની સાથે ઓક્સિજન ઘટી જતાં ગભરામણ થતાં વેન્ટિલેટર ઉપર લઈ  ઓક્સિજન લેવલ નોર્મલ કર્યા બાદ પરિસ્થિતિ કાબૂમાં લેવાઇ. આ સારવારમાં સ્ત્રીરોગ  ડો. ખ્યાતિ ચૌધરી અને ડો. મુસ્કાન દોશી તથા ડો. ધરણી પટેલ જોડાયા હતા. જ્યારે એનેસ્થેટિક વિભાગ તરફથી ડો. વિમલ ઠકરાની અને તેની ટીમે સારવાર કરી હતી નર્સિંગ સ્ટાફ મદદરૂપ થયો હતો.
---------------

Comments

COMMENT / REPLY FROM