K U T C H U D A Y
Trending News

ભુજમાં હત્યાના પ્રયાસના બનાવને અકસ્માતમાં ખપાવાયો,...

Tuesday, 15 April
સ્થાનિક સમાચાર

જી.કે. જનરલ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ પ્રત્યેક ઉંમરના દર્દીઓના ઘૂંટણના સાંધા બદલી શકાશે

21 October


ગર્ભાશયની કોથળી દૂર કરવાનું ઓપરેશન પણ આયુષ્માન કાર્ડ હેઠળ સામેલ : રાજ્ય સરકારે હોસ્પિટલના સત્તાવાળાઓની વિનંતીને ધ્યાને લઈ આપી મંજૂરી

ભુજ : જી.કે.જનરલ અદાણી હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અર્થાત આયુષ્યમાન યોજના તળે હવેથી કોઈપણ ઉંમરની વ્યક્તિના ઘૂંટણના સાંધા બદલવાના ઓપરેશન શકય બનશે.જી.કે.માં અત્યાર સુધી માત્ર ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના દર્દીઓને આ યોજનાનો લાભ મળતો હતો. અત્રે સાંધા બદલવા ઉપરાંત મહિલાઓમાં ગર્ભાશયની કોથળી દૂર કરવાનું (હિસ્ટેક્ટોમી) ઓપરેશન પણ આયુષ્યમાન કાર્ડ હેઠળ આવરી લેવામાં આવ્યું છે. આ હોસ્પિટલને જિલ્લાની મોટી આરોગ્ય સેવા હોવાથી  કચ્છના લોકોને પણ  મહત્વની આ સુવિધા મળે તેવી  લાગણીને ધ્યાનમાં રાખી મેનેજમેન્ટે  જી.કે.હોસ્પિટલને પણ  આ યોજનાની શ્રેણીમાં સામેલ કરવા રાજ્ય સરકારને અનુરોધ કર્યો, જેનો સ્વીકાર કરાતા જી.કે.માં પણ હવે આયુષ્યમાન કાર્ડ હેઠળ આ ઓપરેશનનો લાભ પ્રાપ્ત થશે. જી.કે.ના સત્તાવાળાઓએ જરૂરિયાતમંદોને લાભ લેવા વિનંતી કરી છે. આવા ઓપરેશન માટે અત્રે આધુનિક કક્ષાનું ઓપરેશન થિયેટર અને નિષ્ણાત ઓર્થો સર્જન અને ગાયનેક ટીમ ઉપલબ્ધ હોવાથી દર્દીઓ માટે ઉપકારક બનશે એવો વિશ્વાસ અધિકારીઓએ વ્યક્ત કર્યો છે.
------

Comments

COMMENT / REPLY FROM