K U T C H U D A Y
Trending News

પવનચક્કીની કંપનીએ સીએસઆર ફંડ માટે ઐડાના ગ્રામજનોેન...

Sunday, 13 April
સ્થાનિક સમાચાર

કંડલામાં પુલીયાના વહેણમાંથી ફુટેલી બુલેટનો કોથળો મળ્યો

20 October



એસઓજીએ ૪ર કિલો ફુટેલી બુલેટ કબજે કરી મુદ્દામાલ કયાંથી આવ્યો તેની તપાસ આદરી


ગાંધીધામ : પૂર્વ કચ્છ જિલ્લામાં બંદરના કારણે અવારનવાર શંકાસ્પદ વસ્તુઓ પકડાતી હોય છે. કાસેઝમાં અવારનવાર કપડાની ઘાંસડીની આડમાં હથિયારો પકડાતા હોય છે, જેમાં અગાઉ પીસ્તોલ, બોમ્બ મળી આવ્યા છે. થોડા સમય પહેલા અહીં આવેલા ભંગારના વાડામાંથી ફુટેલા બોમ્બ પણ મળી આવ્યા હતા. અવારનવાર આ પ્રમાણેની શંકાસ્પદ વસ્તુઓ મળતી હોવાથી એજન્સીઓ સચેત બની છે, તેવામાં કંડલામાં પુલીયાના વહેણમાં રહેલા કોથળામાં ફુટેલી બુલેટ હોવાની બાતમી મળતા એસઓજીએ સ્થળ પર પહોંચી તપાસ કરતા ૪ર કિલો બુલેટ કબજે કરવામાં આવી હતી.આ અંગેની વિગતો મુજબ કંડલાથી તુણા જતા હાઈવે રોડ પર આવેલા પુલીયા નીચે પાણીના વહેણમાં પ્લાસ્ટિકના કોથળામાં બુલેટનો જથ્થો પડયો હોવાની બાતમી મળી હતી. જેના આધારે તપાસ કરતા કોથળો મળી આવ્યો હતો. જેમાં અલગ અલગ સાઈઝના ફુટેલા બુલેટ મળી આવ્યા હતા. પંચનામું કરી ૪ર કિલો વજનનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જેની કિંમત રૂા. ર૧૦૦ આંકવામાં આવી છે. આ ફુટેલા બુલેટ કયાંથી આવ્યા ? કોણ ફેંકી ગયું ? કોણે વપરાશમાં લીધા છે ? તે સહિતની દિશામાં એસઓજી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. હાલે ગાંધીધામ બી ડિવિઝન પોલીસમાં જાણવા જોગ દાખલ કરવામાં આવી છે.

Comments

COMMENT / REPLY FROM