K U T C H U D A Y
Trending News

બિદડા સર્વોદય ટ્રસ્ટ ખાતે ત્રાંસી આંંખનો સારવાર કે...

Tuesday, 15 April
સ્થાનિક સમાચાર

એલ.એલ.ડી.સી. ખાતે ત્રણ નવા આયામોનો શુભારભ

19 October


ભુજ : કચ્છની લોકસંસ્કૃતિ અને કળાને ઉજાગર કરી સતત નવીનીકરણમાં કાર્યરત એવા લિવિંગ એન્ડ લર્નિંગ ડીઝાઇન સેન્ટર (એલ.એલ.ડી.સી. ક્રાફ્ટ મ્યુઝિયમ) અજરખપુર ખાતે કલા પ્રેમીઓ માટે તા. ૨૨-૧૦ના મંગળવારથી બન્નીમાં વસતા મુતવા સમુદાયનું ભરતકામ” પ્રદર્શન, હન્ડસ-ઓન ક્રાફ્ટ સ્પેસ અને મ્યુઝિયમ શોપના ત્રણ નવા આયામો ઉમેરાઈ રહ્યાં છે.શ્રુજન સંસ્થાનું લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઈન સેન્ટર હસ્તકલા અને કારીગીરી ક્ષેત્રે છેલ્લા આઠ વર્ષથી કંઈકને કંઈક નવીનતમ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જે રીતે સંસ્થાના સ્થાપક સ્વ. ચંદાબેન શ્રોફ (પૂ. કાકી) કે જેઓ સર્જનાત્મકતા થકી કચ્છની કલા કારીગરીને નવી ઉંચાઈ અને ગરિમા બક્ષવાનું સ્વપ્ન સદા સેવતા આવ્યા હતા તેને સાકાર કરવા શ્રુજન સદા પ્રતિબદ્ધ રહી કાર્ય આગળ ધપાવી રહ્યું છે. તેના ભાગરૂપે વિવિધ ભરતકામ કરતી જ્ઞાતિઓ પૈકી મુતવા સમુદાયના ભરતકામની વિવિધતાઓ, લાક્ષણીકતાઓ, ગુણવત્તાઓ અને શ્રેષ્ઠતાને સમુચિત સન્માન પ્રદાન કરવા અને તેને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતી અપાવવા, ક્રાફ્ટ મ્યુઝિયમમાં કાર્યરત અન્ડર ધી એમ્બ્રોઇડર્ડ સ્કાય (ભરત ભરેલાં આકાશ નીચે) ગેલેરીમાં બન્નીમાં વસતા મુતવા સમુદાયનું ભરતકામ પ્રદર્શન ખુલ્લુ મુકવામાં આવશે, તે સાથે લોકો કચ્છની પ્રખ્યાત હસ્તકળા પર જાતે હાથ અજમાવી અદ્રુત અનુભવ લઈ શકે અને શીખી શકે તે હેતુથી હન્ડસ, ઓન ક્રાફ્ટ સ્પેસ અને વિવિધ હસ્તકળા જેવી કે ભરતકામ, માટીકામ, ચર્મકળા, ખરડ, ધાતુકળા, ચાંદીકામ, ક્રોસીઓ, મોતીકામ અને બ્લોક પ્રિન્ટ વગેરેની ઉત્કૃષ્ટ વસ્તુઓની લોકો ખરીદી કરી શકે તે હેતુથી મ્યુઝિયમ શોપનો તા. ૨૨-૧૦ના મંગળવારના શુભારંભ થવા જઈ રહ્યો છે.ઉલ્લેખનીય છે કે, બન્નીમાં વસતા મુતવા સમુદાયનું ભરતકામ પ્રદર્શનનું ઉદ્દઘાટન કિરણભાઈ શાહ, એમડી અને સીઇઓ કોનકાસ્ટ (ઈન્ડિયા) પ્રા.લિ., હેન્ડસ ઓનક્રાફ્ટ સ્પેસનું ઉદઘાટન લાલભાઇ રાંભીયા, આરતી ફાઉન્ડેશન તેમજ મ્યુઝિયમ શોપનું ઉદ્દઘાટન મહારાણી સાહેબ ઓફ કચ્છ શ્રી પ્રીતિ દેવીજીના હસ્તે કરવામાં આવશે.
મુતવા સમુદાયની વિશિષ્ઠ અને અનોખી એમ્બ્રોઇડરીનું પ્રદર્શન શરૂઆતથી લઈને અત્યાર સુધીની અવિરત સફરના માઈલ સ્ટોન્સ સાથે દર્શાવાશે, તદુપરાંત તેની પાછળની રોચક માહિતીઓ, લોકકથાઓ, માન્યતાઓ, રીત રીવાજો અને સંસ્કૃતિને આધુનિક ઢબે ઓડિયો - વિઝ્‌યુઅલ સંસાધનો દ્વારા આ ગેલેરીમાં મુકવામાં આવ્યા છે.
---------

 

Comments

COMMENT / REPLY FROM