K U T C H U D A Y
Trending News

પવનચક્કીની કંપનીએ સીએસઆર ફંડ માટે ઐડાના ગ્રામજનોેન...

Sunday, 13 April
સ્થાનિક સમાચાર

મેઘપર બોરીચીની કંપનીમાં ગેસનો બાટલો ફાટતાં યુવાનનું મોત  ૃ

09 October



અંજાર : તાલુકાના મેઘપર બોરીચી ગામે આવેલી કંપનીમાં ગેસનો બાટલો ફાટતા યુવાનનું મોત થયું હતું. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ નવકાર ઈન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં બનાવ બન્યો હતો. અંજાર પોલીસે જણાવ્યું હતું કે, ર૯ વર્ષિય અનિલભાઈ રામતીરથ ભારદ્વાજ કંપનીમાં કામ કરતા હતા. એ દરમિયાન ગેસનો બાટલો ફાટતાં તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. જેને સારવાર માટે ડિવાઈન લાઈફ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જયાં તેઓનું ગંભીર ઈજાઓના કારણે મોત થયું હતું. કંપનીમાં અગમ્ય કારણોસર ગેસનો બાટલો ફાટતા ં આ બનાવ બન્યો હતો. મહત્વનું છે કે, પૂર્વ કચ્છની કંપનીઓમાં અવાર નવાર કામદાર સુરક્ષાના ધજાગરા ઉડે છે છતાં કામદારોના રક્ષણ અને સુરક્ષા માટેની કચેરી સબ સલામતની આલબેલ પોકારે છે. 
 

Comments

COMMENT / REPLY FROM