K U T C H U D A Y
Trending News

ભુજમાં હત્યાના પ્રયાસના બનાવને અકસ્માતમાં ખપાવાયો,...

Tuesday, 15 April
સ્થાનિક સમાચાર

નખત્રાણા તાલુકામાં મંદિર અભડાવવાનો સિલસિલો  યથાવત : હવે વિગોડીના મંદિરમાં ચોરી થઈ

04 October



પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ : રાત્રે ફરતા શખ્સોને પડકારવા જરૂરી : ચોરી કરનાર આરોપી કેમેરામાં દેખાય છે

ભુજ : પશ્ચિમ કચ્છ જિલ્લામાં ચોરીના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. જેમાં નખત્રાણા તાલુકાના વડવાભોપા ગામે એક જ રાતમાં ૯ મંદિરમાં ચોરીનો બનાવ બન્યા બાદ ફરી વિગોડી ગામે આવેલા તેજારા વાંકોલ માં ના મંદિરમાં ચોરી થઈ હોવાનું જાણવા મળેલ છે. નખત્રાણામાં પવિત્ર તહેવારો ટાંકણે જ હિન્દુ દેવી દેવસ્થાનના દાગીના તથા રોકડ રકમ ચોરી ધાર્મિક લાગણીને તત્વો ભડકાવી રહ્યા છે. વડવા ભોપા ગામે ચોરી કરી દેવસ્થાનની મૂર્તિની વેર વિખેર કરતા શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ પહોંચી છે. ત્યારે પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ ગોઠવવામાં આવે તેવી માંગણીઓ ઉઠવા પામી છે. તો નખત્રાણા તાલુકામાં થઈ રહેલી ચોરીઓ ગંભીર સંકેત આપી જાય છે. ત્યારે આવા તત્વો ઉપર પોલીસ વોચ ગોઠવે કેમ કે સવારે રેકી કરી રાત્રે તસ્કરી કરતા હોય છે. તો રાત્રે બીનકચ્છી બાઈક ચાલકો ગામડાઓમાં ખડતા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પહેલા વડવા કાંયા, ત્યારબાદ ભુજના સુખપર ગામે તેમજ બિદડા ગામે ચોરી થયા બાદ ફરી વિગોડી ગામે આવેલા તેજારા વાંકોલ માંના મંદિરમાં ચોરી થઈ છે. જે અંગે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને ચોરી કરનારો શખ્સ કેમેરામાં દેખાઈ રહ્યો છે. પોલીસે તપાસ હાથ ધરી હોવાનું ઉગેડી ગામના સરપંચ કરણભાઈ રબારીએ જણાવ્યું હતું.

Comments

COMMENT / REPLY FROM